________________
(૧૬૪) न चानुमानविषय एषोऽर्थस्तत्वतो मतः ॥ न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥१४२॥
અર્થ. સર્વજ્ઞ વિશેષ લક્ષણ આ અર્થ છે તે અનુમાન, કે, યુકિત પ્રમાણને વિષય પરમાર્થથી છેજ નહિ, તેમજ આ અનુમાનથી સર્વક્સનો સમ્યક પ્રકારે નિશ્ચય પણ થતો નથી, આ બાબતમાં બીજે ઠેકાણે ધીધન ભર્તુહરિ કહે છે.૧૪રા
વિવેચન. જેટલા જેટલા અતીન્દ્રિય સર્વજ્ઞ વિગેરે છે તે બધાને નિશ્ચય ચેગિ જ્ઞાનની થઈ શકે છે, પણ અનુમાનથી કે ઉપમાન પ્રમાણથી કે તર્કપ્રમાણથી સર્વજ્ઞ લક્ષણ અતીન્દ્રિય અને નિશ્ચય કદિ થઈ શકે નહિ, કારણકે આ પ્રત્યક્ષાદિ પ્રમાણે સમીપમાં રહેલ વસ્તુનેજ સિદ્ધ કરવામાં સમર્થ છે, પણ દૂર રહેલ અતીંદિય વિષયને ગ્રહણ કરી શકતા નથી, આથી આ પ્રમાણે સમ્યક રીતે અતીંદ્રિય અર્થને નિશ્ચય કરી શક્તા નથી, આ બાબતમાં બીજે ઠેકાણે સામાન્ય અર્થમાં ધીધન ભતૃહરિ આ પ્રમાણે જણાવે છે.
જે જણાવે છે તે કહે છે. यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४३।।
અર્થ. ભતૃહરિ જણાવે છે કે અન્વય વ્યતિરેક વિગેરે હેતુના સ્વરૂપને જાણવામાં કુશળ એવા પ્રમાતા વડે પ્રયત્નથી અનુમિત કરેલા-નિશ્ચિત કરેલા એવા પણ અને તેના કરતાં પણ ચડીયાતા એવા બીજા અવય વ્યતિરેક વિગેરે હેતુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org