________________
( ૧૬૩) આ બીનાને હવે ઉપસંહાર કરે છે, निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानाहते न च ॥ अतोऽप्यत्रान्वकल्पानां विवादेन न किंचन ॥१४१।।
અર્થ. અતદ્રય અર્થ–સર્વજ્ઞ વિગેરે તેનો નિશ્ચય ચેગિ માહાત્માઓના જ્ઞાન સિવાય તેનથી. આ કારણથી સર્વજ્ઞના અધિકારમાંઅવ્વલ્પા–અર્વાદશિ-છમ ને વિવાદ કરવાવડે કાંઈ પણ ફળ નથી. મે ૧૪૧
વિવેચન. છદમસ્થજી કે જેને સંપૂર્ણ જ્ઞાન નથી તેઓ સમીપમાં રહેલ વસ્તુને જ જોઈ શકે છે, પણ ભૂતકાળમાં થઈ ગએલ વસ્તુને જોઈ શક્તા કે જાણી શક્તા નથી, કેટલીક રૂપી તથા અરૂપી વસ્તુઓ પણ એવી છે કે સમીપમાં રહેલ હોય તો પણ છદ્મસ્થ જી જઈ શક્તા તથા જાણી શકતા પણ નથી તે પછી અતીંદ્રિય અર્થો, ધર્મ, સ્વર્ગ, નરક, સર્વજ્ઞ, ધર્માસ્તિક કાયાદિ વિગેરે પદાર્થો જે આપણી દષ્ટિ મર્યાદા બહાર છે તેને નિશ્ચય સર્વજ્ઞ જ્ઞાનવાળા ચેગિ માહાત્માઓજ કરી શકે છે, તે સિવાય બીજાઓ કરી શકતા નથી, ગિ જ્ઞાનથી જ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. આ કારણને લઈ સર્વજ્ઞના અધિકારમાં “અન્ય ક૯પાનાં વિશેષ પ્રકારે તત્ત્વને જેનારા નહિ એવા છમસ્થાએ, વિવાદ કરવા જરૂર નથી, આ વિવાદ કરવામાં પરિણામની જે ધારા છે તેને નાશ થયા સિવાય ફળ મળવાનું નથી, જગડામાં પરિણામની ધારા કલુશીત બની કર્મબંધ કરવા સિવાય બીજે લાભ નથી. ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org