________________
(૧૬) આજ બીના જણાવે છે. कुदृष्टयादिवन्नो सन्तो भाषन्ते प्रायसः क्वचित् ॥ निश्चितं सारवचैक किं तु सत्त्वार्थकृत्सदा ॥१४०।।
અર્થ. પ્રાયે કરી કુદૃષ્ટિ-મિથ્યાષ્ટિની માફક મુનીઓ માહાત્માએ બિભત્સ શબ્દ કદિ પણ બેલતા નથી, ત્યારે કેવી રીતે બોલે છે, નિશ્ચિત-સંદેહ વગરનું, તથા સારવાળું પણ નકામું નહિ. તેમજ “શરણાર્થત’ પરાથને કરવાનું શીલ છે જેને આવી ભાષા નીરંતર બોલે છે. ૧૪
વિવેચન. પન્નવણાઇસૂત્ર તથા દશવૈકાલિકસૂત્ર વિગે રેમાં ઘણું ઠેકાણે ભાષાનું સ્વરૂપ બતાવેલ છે. આમાં કેટલીક ભાષા બોલવા લાયક છે, અને કેટલીક બાલવા લાયક નથી, આ ભાષાનું સ્વરૂપ બબર જાણતું હોય તો જ તે મુનિપદને લાયક ગણાય છે. મતલબ કે સામાને અપ્રિય લાગે એવી ભાષા પણ ન બોલવી, પ્રીય, પથ્ય, હીતકારી, તથા સત્ય, સામાને અપ્રીય લાગે એવી ભાષા સત્ય હોય તે પણ ન બેલવી, આ શાસ્ત્રીય ફરમાન છે, આજ બીનાને અંગે જણાવે છે કે મિથ્યાષ્ટિની માફક મુનિઓ-સતપુરૂષ કદાપિ કુસ્યશબ્દ-બિભત્સ શબ્દવાળીભાષા પ્રાયે કરીને બેલતા નથી, પણ શાસ્ત્રથી નિશ્ચિત કરેલ, સંદેહવગરની, તથા સારવાળી–જે સાંભળવાથી બીજાને લાભ થાય એવી, પણ રાજકથા, દેશકથા,ભક્તકથા, તથા સ્ત્રીકથા, આવી કથા કદિ બેલે નહિ, તથા પરાર્થ કરણ શીલવાળી-દરેક જીવોને જે ભાષાથી સારો લાભ થાય તથા પરોપકાર કરવામાં તમામ અ સદા તત્પર થાય આવી ભાષા બેલવી. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org