________________
(૧૫૮) કર્મ વિપાકને લઈ દેશનામાં ભિન્નતા દેખાય છે, પ્રભુના સમવસરણમાં અનેક જીવે દેશના સાંભળવા આવતા હતા ત્યારે પ્રભુની વાણી દરેક જીવેના માટે એક સરખી હતી છતાં પ્રભુના અતિશયને લઈ દરેક જીવો પોતપોતાની ભાષામાં જાણતા હતા, અને દરેક જીવો એમ સમજતા હતા કે પ્રભુ અમને ઉદ્દેશીને કહે છે. આ પ્રમાણે દેશના એક છતાં નિત્યાદિ પ્રકારવડે દરેક જીવને જુદી જુદી દેશના ભાસે છે. ૧૩૬ આથી ગુણ નથી તેમ નથી ગુણ છે તે કહે છે. यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः ॥ जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥१३५॥
અર્થ. ભવ્યતાને અનુસારે તમામ જીવોને ઉપગાર દેશનાથી થાય છે, આને લઈ પ્રભુ દેશનાને અવંધ્યપણું છે. કેઈ જગ્યાએ નિષ્ફલ જતી નથી, સર્વજગ્યાએ સુસ્થિત છે.૧૩૫
વિવેચન. પ્રભુની દેશના એક છતાં, અનેક રીતે જીવોને આશ્રિ અવભાસ થાય છે, આનાથી જીવોને અવશ્ય લાભ થાય છે, તે જ વાત બતાવે છે, કે જે જીવોને જેવા પ્રકારનું ભવ્યત્વપણું મળેલ છે તે જીવોને તેના અનુસાર પ્રભુની દેશનાથી બધાને ઉપકાર-ગુણ થાય છે. આથી પ્રભુની દેશના અધ્ય ગણાય છે, અવશ્ય કરી દરેક જીવને લાભ થાયજ સર્વજગ્યાએ સારીરીતે દેશના સ્થિત છે.૧૩પા
બીજી રીતે દેશનાનો ભેદ કહે છે. यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः ॥ ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्वतः ॥१३६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org