________________
(૧૫૩) ણને જણાવે છે, અન્વથ ગ તથા ઉક્તનીતિથી તે તમામ શબ્દ એકજ પરમતત્વને જણાવે છે. શબ્દો ભિન્ન છતાં પણ અર્થમાં ફેર પડતો નથી, માટે પરમતત્વ એકજ છે.૧૨૮
કેમ આમ છે તે કહે છે. तल्लक्षणाविसंवादानिराबाधमनामयम् ।। निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥१२९॥
અથ. ઉપર જે જે નામે પરમતત્વના કહી આવ્યા તે બધા નામને નિર્વાણના લક્ષણની સાથે વિસંવાદ આવતો નથી, તેમજ બીજા નામે પણ બતાવે છે, જેમાંથી આબાધા પીડા નીકળી ગઈ છે તેને નિરાધાધું કહે છે, જેમાંથી દ્રવ્યોગ તથા ભાવરોગ નીકળી ગયો છે તેને અનામયં કહે છે, કારણના અભાવથી કર્તવ્યને અભાવ થવાથી તેને નિષ્ક્રિય કહે છે, જે કારણથી જન્મ,જરા મરણ, રોગ,શેકવિગેરેને આમાં અભાવ હોવાથી પરમતત્વ આવા પ્રકારનું હોય છે. ૧૨લા
વિવેચન. દરેક દર્શનકાર એ પરમતત્વનું જે જે લક્ષણ બાંધ્યું છે, તે લક્ષણ આ નિર્વાણ લક્ષણતત્વ સાથે જરા પણ વિસંવાદ આવતો નથી. પ્રમાણે જુદા જુદા અનેક શબ્દોથી પરમતત્વને સંબોધે છતે વાસ્તવિક પરમ તત્વ એક જ અને એકરૂપ છે, તે પરમતત્વને ભલે જુદા નામથી બોલાવે પણ તેના અર્થમાં ફેર પડતું નથી. ૧૨લા
આ બધાનું રહસ્ય જણાવે છે. ज्ञाते निर्वाणतत्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः ॥ प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ।।१३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org