________________
(૧૫) જુદા નામથી–શબ્દથી કથન કરે છે, પરંતુ અન્વને લઈ તે એકજ નિર્વાણનેજ જણાવે છે, જેમકે સદાશિવ, પબ્રહ્મા, સિદ્ધાત્મા, તથાતા આ વિગેરે શબ્દોથી તે એકજ તત્ત્વને કહે છે. ૧૨૮
વિવેચન. સંસારાતીતતત્ત્વને દરેક દર્શનકારે જુદા જુદા શબ્દથી કથન કરે છે, પણ આ બધા શબ્દો વાસ્તવિક નિર્વાણ તત્ત્વને જ અન્વર્થના યોગથી જણાવે છે તેજ કહે છે, તૈયાયિક વિગેરે પરતત્ત્વને સદાશિવ કહે છે. આ અન્વથથી બરોબર છે. સદાશિવ સર્વકાળ જ્યાં શાંતિ છે ક્યારે પણ અશાંતિ નથી ત્રણેકાલમાં પરિશુદ્ધ હોવાથી સર્વ અશિવને અભાવ હોવાથી પરમતત્વને સદાશિવ કહે છે. પર પ્રધાન બ્રહ્મ–ઉત્કૃષ્ટબ્રહ્મ બૃહત્વ અને બૃહકત્વવડે મહાન અને વિસ્તૃત સદ્ભાવના આલંબન ભૂત હેવાથી પરબ્રહ્મ, કૃતકૃત્ય હોવાથી હવે જેને કાંઈ કરવાપણું બાકી રહેલ નથી માટે સિદ્ધાંભા, કાયમ માટે જેમ છે તેમ રહેવાથી તથા તેતિ, કહ્યું છે કે, ઉપાદાન તથા નિમિત્ત કારણથી જેઓ વિકારને પામતા નથી માટે તેને ધુવા કહે છે, તથા સર્વકાલ એકરૂપ હોવાથી તથાતા કહે છે, તથા “વિયોગતિમા
–સર્વ સંગથી રહિત હોવાથી આ સિદ્ધિને વિસંગાત્મકા કહે છે, તથા આધિદૈવિક, આધિભૌતિક, તથા આધ્યાત્મિક પ્રમાણે ત્રણ પ્રકારના દુઃખથી રહિત હોવાથી મુતિને ત્રિદુઃખ પરિવતા કહે છે, અત્યંત જીવની રાશી હોવાથી મુકિતને ભૂતકોટિ કહે છે, કર્મને ક્ષય થવાથી જીવને પરમફલ આપનાર હોવાથી મુકિતને ભૂતાથ ફલદા કહે છે, આ પ્રમાણે અનેક શબ્દો વડે તે પરમતત્વ-નિર્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org