________________
(૧૫) બધાને ઈરાદે મોક્ષરૂપી નગરમાં પ્રવેશ કરવા ચિત્તવિશુદ્ધિ તથા શમપરાયણઃ અંતઃકરણની નિર્મળતા કરવી, તથા રાગદ્વેષના અભાવથી આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ માર્ગ બધા માટે આ એકજ છે. અને આ માર્ગેથીજ બધાએ પરમપદને મેળવે છે. ૧૨૬
- પરમ તત્ત્વનું સ્વરૂપ કહે છે. संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् ॥ तद्धयेकमेव नियमाच्ठब्दभेदेऽपि तत्वतः । १२७।।
અર્થ. સંસારાતીત એવું તત્ત્વ છે તે તો પ્રધાન નિર્વાણ સંજ્ઞાવાળું વાસ્તવિક સામાન્ય પ્રકારે શબ્દ ભેદ છતાં પણ નિયમે કરીએકજ છે, આગળ કહેવામાં આવતાં એવા શબ્દો પણ પરમાર્થથી આ એકજ પરમતત્ત્વને જણાવે છે.૧રકા
વિવેચન. જયાં પરમશાંતિ છે, જન્મ, જરા, આધિ, વ્યાધિ, ઉપાધિ, મરણ, શોક, હર્ષ, શરીર, વિષ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વિગેરે જ્યાં કાંઈ પણ નથી, માત્ર સ્વસ્વરૂપમાં–આત્મ સ્વરૂપમાં રમતા કરવા રૂપ સંસારાતીતત–પરમ પ્રધાન નિર્વાણ જેનું નામ છે તે એકજ પરમતત્ત્વ છે, પછી આ પરમતત્વના ભલે અનેક નામે આપે, પરંતુ તે માત્ર શબ્દ ભેદજ છે, પણ વાસ્તવિક વિચાર કરતાં તે પરમતત્ત્વ અર્થથી એકજ છે. ૧૨ના
આજ વાત બતાવે છે. सदाशिवः परंब्रह्म सिद्धात्मा तथातेति च ॥ शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१२८॥ અર્થ. એકજ પરમતત્વને જુદા જુદા દશનકારે જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org