________________
(૧૪૭) વિવેચન. જગતમાં એવા પણ ઘણું જીવો પડયા છે કે જે જે વસ્તુ જોવામાં આવે કે તરત તેનો ઉપભોગ કરવા મન લલચાય. તેમજ મેઢેથી પણ બોલે છે કે પ્રભુએ આ બધી ચીજો શા માટે બનાવી છે? ઉપભેગની ખાતર જ બનાવી છે. આમ કહી તે વસ્તુનો ઉપગ છૂટે હાથે કરે છે, આવા ભવાભિનંદિ જ બુદ્ધિપૂર્વકના જે જે શુભાશુભ કર્મો કરે છે, તે તમામ કર્મો ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપ ફલને દેનારા છે અને પરિણામે ઘણો કડવે વિપાક મનુષ્યોને ભોગવવો પડવાને છે. ૧રરા ज्ञानपूर्वाणि तान्येव मुत्तयंगं कुलयोगिनाम् ।। श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥१२३!।
અર્થ. જ્ઞાન પૂવાણિ–ગુણ દોષની સમજણ પૂર્વકના પૂર્વોક્ત જે જે કર્મો-શુભ અનુષ્યને કરે છે તે તમામ કર્મો મુક્તિના અંગે બને છે શા માટે, તે કહે છે કે. શ્રુતશક્તિશ્રુતજ્ઞાન રૂપ શક્તિ તેઓમાં હોવાથી તેમજ તાત્વિક અનુ. બંધ-શુદ્ધ અંતઃકરણની વિચાર શ્રેણિરૂપ ફલવાળા હોવાથી આ અનુષ્ઠાને મોક્ષના અંગરૂપ બને છે.૧૨૩
વિવેચન. તામસીતાપસે સાઠહજાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યાદિ વિગેરે અનુષ્ઠાન કર્યા પણ તે જ્ઞાન પૂર્વકના ન હોવાથી મુક્તિના અંગભૂત તે કર્મો–અનુષ્ઠાન ન બન્યા, પણ જ્ઞાન પૂર્વકના જે અનુષ્ઠાનો હોત તો મોક્ષ મેળવી આપત, કુલયોગિઓ જે જે અનુષ્ઠાન કરે છે તે જ્ઞાન પૂર્વક કરતા હોવાથી તેઓને તે શુભકિયાએ મોક્ષનું અંગ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org