________________
(૧૪૪) છે. આગમ પૂર્વક થનાર બેધને જ્ઞાન, અને સારા અનુષ્ઠાનવાળું જે જ્ઞાન તે અસંમેહ, આ પ્રમાણે બુદધ્યાદિત્રયનું સ્વરૂપ છે. ૧૧લા
વિવેચન. ચક્ષુરાદિ ઇંદ્રિય, અર્થ ઘટપટ વિગેરે, આ બંનેના આશયથી થનાર જે બેધ તેનું નામ બુદ્ધિ. જેમ કોઈ તીર્થયાત્રિકને જેવાથી નિશ્ચય કરી શકાય છે કે આ યાત્રિકો કોઈ તીર્થે જાય છે, આનું નામ બુદ્ધિ કહેવાય, આગમ પૂર્વક થનાર બંધ તે જ્ઞાન છે, જેમ કે તીર્થયાત્રા વિધિનું જેમ જ્ઞાન, સત્ અનુષ્ઠાનનું યથાર્થ જ્ઞાન તે અસંમેહ. આ પ્રમાણે બેધરાજ કહે છે. ૧૧લા
આ આના ઉપર લોક પ્રસિદ્ધ દ્રષ્ટાંત કહે છે. रन्नोपलम्भ तज्झान तत्मा प्यादि यथाक्रमम् ।। इहोदाहरणं साधु ज्ञेयंबुद्धयादि सिद्धये ॥१२०॥
અર્થ. રત્નની પ્રાપ્તિ થવી તે બુદ્ધિ, આગમપૂર્વક રત્નને બેધ તે જ્ઞાન છે, અને રત્નની પ્રાપ્તિ થયા પછી તેની વ્યવસ્થા કરવી. તેની કિંમત આંકવી વેચવું વિગેરે અસંમેહ છે, આ પ્રમાણે બુદ્ધયાદિ ત્રણની સિદ્ધિ માટે આ ઉદાહરણ સુંદર છે પ૧૨૦
વિવેચન. બોધરાજ નામના કોઈ ગાચાર્ય જણાવે છે કે ત્રણ પ્રકારે વસ્તુ તત્ત્વને બંધ થાય છે, અને આ બુદધ્યાદિ ભેદોને લઈ ફેલમાં પણ ભેદ પઢે છે. આ ત્રણ પ્રકારને બોધ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે રત્નની પ્રાપ્તિ થવી તે ચક્ષુ ઇંદ્રિય અને અર્થના આશ્રયથી થાય છે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org