________________
(૧૩૯)
થાય છે જે દેવાની માનતા કરવાથી પેાતાનું કામ કાક તાલિય ન્યાયથી થઇ ગયું હોય તેવા દેવાની ભક્તિ રાગથી કરે છે અને ખીજા દેવાની ભક્તિ નહિ કરીશ તે હેરાન કરશે આવી બુદ્ધિથી જે ભક્તિ થાય છે તે દ્વેષ યુક્ત સમજવી. કારણ કે આમાં મેહ રહેલ છે અને મેાહથી ભક્તિ આવી જ થાય છે. આ પ્રમાણે ચિત્રા ભક્તિ અનેક પ્રકારે છે. પણ વિતરાગપ્રભુ જે સંસારથી મુક્ત થઈ પરમપદમેાક્ષમાં બીરાજમાન થયા છે તેઓના પ્રતે અંતઃકરણથી શુદ્ધપ્રેમ રાખવા, માનસીક પૂજા કરવી. અગર તેની મૂર્તિની પૂજા, બહુમાન, સત્કાર કરવા આ એક પ્રકારની અચિત્રાભક્તિ છે. મેાડુના અભાવથી થતી હાવાથી એકજ પ્રકારની છે. આજ ભક્તિ કરવી ઉત્તમ છે. ૫૧૧૦ના संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा ॥ स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ १११ ॥
અં. સંસારમાં રહેલા એવા શામ, યમ, વરૂણ, કુબેર વિગેરે દેવાની નાના પ્રકારની અનેક રીતે પૂજા થાય છે, તેમજ દેવાની સ્થિતિ. ઐશ્વય, પ્રભાવ, અને સહજ રૂપ વિગેરે તથા વિમાના વિગેરેના ભેદો અનેક પ્રકારે પડે છે, તથા પ્રતિશાસન–દરેક દેવની આજ્ઞા જુદી જુદી હાય છે, સ્વ, મૃત્યુ, અને પાતાલવાસિદેવ બધા જુદી જુદી જાતના હાય છે, આ બધાની પૂજા એકરીતિ એ કે, એક પ્રકારે થતી નથી, જેવી જેવી જેની ચેાગ્યતા-લાયકાત, તે તે પ્રમાણે પૂજા થાય છે; દરેક દેવની એક રીતે પૂજા થતી નથી. ।। ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org