________________
(૧૩ર). तस्मात्सामान्यतोऽप्येन मभ्युपैति य एव हि ॥ निर्व्याज तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥१०॥
અર્થ, માત્ર સામાન્ય પ્રકારે સર્વજ્ઞ એક છે એમ કથન કરે છતે જે કોઈ અસર્વજ્ઞ પ્રમાતા સામાન્ય પ્રકારે સર્વજ્ઞને માન્ય કરે છે શુદ્ધ અંતઃકરણથી, અને તેમના વચનો પાલવાને જે તત્પર થાય છે, તેજ બુદ્ધિશાળીઓની મધ્યમાં સામાન્ય પ્રકારે સર્વજ્ઞની પ્રતિપ્રતિ-પ્રાપ્તિ સ્વીકારરૂ૫ એક અંશથી તે સર્વજ્ઞની તુલ્ય ગણાય છે. ૧૦૫
વિવેચન. જીનેશ્વરપ્રભુની આજ્ઞા માનનાર–પછી રાગહેલને જીત્યા હોય યા ન જીત્યા હોય તો પણ તે જૈન કહેવાય છે, તેવી રીતે સામાન્ય પ્રકારે સર્વજ્ઞ એક છે તે પ્રમાણે શુદ્ધ અંતઃકરણથી અંગીકાર કરનારા અને સર્વજ્ઞના વચનને માન આપનારાઓ પણ સર્વજ્ઞની તુલ્ય ગણાય છે. ૧૦પા
આ વાતને દ્રષ્ટાંતથી સમજાવે છે. यथैवैकस्य नृपते बहवो ऽपि समाश्रिताः ।। दुरासन्नादिभेदेपि तभृत्याः सर्व एव ते ॥१०६॥
અથ. જેમ કોઈ એક રાજાની ઘણા પુરૂષ સેવા કરે છે. તેમાં કોઈને દૂર રાખે છે, કોઈને પોતાની પાસે રાખે છે, કોઈને દિવાન પદવી છે કોઈને કોટવાળ પદવી છે. કોઈ ફેજદાર છે. આ પ્રમાણે જે કે ભેદે પડે છે તે પણ તે બધા રાજાના તો ચાકરોજ કહેવાય છે. ૧૦૬
વિવેચન. ગુણ પ્રમાણે જુદા જુદા હોદ્દા અપાય છે. અને તે પ્રમાણે તેઓને કામ લેંપવામાં આવે છે. તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org