________________
(૧૩) विशेषस्तु पुनस्तस्य कात्स्न्यनासर्वदर्शिभिः ॥ सन ज्ञायते तेन तमापन्नो न कश्चनः ॥१०४॥
અર્થ સર્વજ્ઞ સામાન્ય પ્રકારે એક છે, પણ વિશેષની અપેક્ષાએ જુદા જુદા પણ છે, તમામ અસર્વદશિ એવા પ્રમાતાઓની અપેક્ષાએ આ તમામ પ્રમાતાએ સર્વજ્ઞને જાણતા નથી કારણકે સર્વસને જેએલ ન હોવાથી, કદાચ માને કે સર્વજ્ઞને જોયા પણ હોય. તોપણ સર્વજ્ઞના જ્ઞાનને જાણ શકતા નથી, સર્વજ્ઞના જ્ઞાનને જાણે છે એમ માને તો પિતેજ સર્વરૂપણને પામે છે, અને એમ થશે તે પછી જગતમાં કોઈ પણ અસર્વજ્ઞ રહી શકશે નહિ. ૧૦૪
ચિન. દરેક વસ્તુ સામાન્ય તથા વિશેષરૂપ છે. દરેક ઘટમાં ઘટત્વરૂપ સામાન્ય ધમ રહેલ છે અને આ સામાન્ય ધર્મને લઈ દરેક ઘટને એક ઘટ તરીકે ઓળખાવાય છે. પણ પટાદિ તમામ વસ્તુથી વ્યાવૃત્ત હોવાથી અનેકરૂપ વિશેષ પણ છે. આ પ્રમાણે સામાન્ય ધર્મ સર્વસત્ત્વપણાને લઈ બધા એકરૂપ સર્વજ્ઞ છે, પણ સર્વ - સર્વદશિ પ્રમાતૃઓથી વ્યાવૃત્ત હોવાથી અનેક રૂપ વિશેષ વિભિન્નરૂપ પણ છે, કારણ કે આ તમામ પ્રમાતાઓએ સર્વને જેએલ ન હોવાથી જાણતા નથી. કદાચ સર્વસને જોયા હોય તો પણ સર્વજ્ઞવું જ્ઞાન અરૂપી હોવાથી તેઓ જાણી શકતા નથી કે જોઈ શકતા નથી. અને જોઈ શકે તે પોતેજ સર્વજ્ઞ બની જાય. આથી એ બીના જણાવી કે અનેક સર્વજ્ઞ છે તો પણ સામાન્ય પ્રકારે એકજ છે તેમ માનવું. ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org