________________
(૧૨૯) અથ. આગમપ્રમાણુથી, અનુમાનથી, અને ગાભ્યાસરસથી ત્રણ પ્રકારે બુદ્ધિને સંસ્કારવાળી બનાવવાથી ઉત્તમ તત્ત્વને મેળવે છે–જાણે છે. ૧૦૧
વિવેચન, બાલજી પ્રમાણીક પુરૂષના વચનરૂપી આગમથી, મધ્યમપુરૂષ હેતુ થકી થતું સાધ્યનું જ્ઞાનરૂપ અનુમાનથી, અને પંડીત પુરૂષ શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનાત્મક
ગાભ્યાસથી પિતાની બુદ્ધિને સંસ્કારવાળી બનાવીને ઉત્તમ તત્ત્વને મેળવે છે–જાણે છે. પાપરૂપ સંમેહની નિવૃત્તિ થવાથી બીજી રીતે જાણી શકતા નથી; મુતાદિભેદ-યુત ચિંતા,ભાવના, તર્ક. સ્વપરીત આ વિગેરેથી ઉત્તમ તત્ત્વને જાણી શકાય છે, એમ પતંજલી રૂપી કહે છે. ૧૦૧
આગમથી અતીંદ્રિય અર્થને જણાવે છે. न तत्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः ॥ मोहस्तदविमुक्तीनां तद्भेदाश्रयणं ततः ॥१०२।।
અર્થ. શાસ્ત્રમાં વાસ્તવિક રીતે જુદા જુદા અભિપ્રાય વાળા ઘણા સર્વો કહેલા નથી, યતઃ જે કારણથી અંધ શ્રદ્ધાવાળા સર્વોમાં ભેદ માને છે. તે તેઓને મેહ છે, એમ જાણવું. સામાન્યપણે સર્વજ્ઞ એકજ છે. ૧૦રા
વિવેચન. શાસ્ત્રમાં કહેલ છે કે જેટલા જેટલા સર્વો ભૂતકાળમાં થયા અને વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં થશે તે તમામ સર્વના વિચારોમાં કદિ ભેદ પડતો નથી. અનંત ધર્માત્મક જે વસ્તુ છે તેને બધા સર્વ એક રીતે જોવે છે, એવામાં ફારફેર હોતો નથી. માટે સામાન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org