________________
(૧૧૦) પ્રયોગ કર, આ માણસ ઉત્તર આપે છે કે ખરજ ચાલી જાય તે પછી ખણવાના વિનોદના અભાવે જીવિતવ્યનું ફળ શું? માટે ત્રિફળાની મને જરૂર નથી. પણ કય-સાંઠીઓ ક્યાં મળે છે એજ કહે. આ આશ્લોકને ગુઢાર્થ છે, શબ્દાથ બતાવે છે. જેમ આખરજ વાળાની ઈચ્છા કંડુયનમાં હતી ખણવાના સાધનમાં હતી, ખરજ દૂર કરવામાં નહતી, તેવી રીતે આ ભવાભિનંદિ જીવોની ઈચ્છા ભેગની નિવૃત્તિ માટે નથી પણ ભેગના સાધને મેળવવામાં છે, વૃધ્ધાવસ્થા થએ છતે તત્વના અજાણપણાને લઈ વાજીકરણ–વીર્યવર્ધક રસાચણ તથા પૂર્ણચંદ્રોદયની ગલીઓ વિગેરે દવાઓ ખાઈ શરીરમાંથી ગએલી તાકાદ તથા વીર્યને ફરી લાવવા વિષયભેગભેગવવા માટે પ્રયત્નો કરે છે. મૂલ સૂત્રમાં ઈચ્છા શબ્દનું ગ્રહણ કરેલ છે, તેથી ભેગક્રિયા પણ અંગીકાર કરવી.ખરજ તથા ભોગેચ્છાને દૂર કરવા તેના ઉપાય શોધવાની વાત પ્રથમની ચારદષ્ટિમાં બરાબર સમજાતી નથી, તેથી ખરજને દૂર કરવા સારૂ ખણવાનો ઈલાજ શોધે છે, પણ ખરજ ન આવે તેવો ઉપાય શોધવાનો વિચાર સમ્યા વગર તેને થતો નથી અને અનેક પ્રકારની પાપચેષ્ટા કરીને અનેક પ્રકારનું કર્મમાલિન્ય એવેદ્યસંવેદ્યપદમાં વર્તતે પ્રાણ એકઠું કરે છે, અને મનુષ્યજન્મને લાભ પરમપદ મેળવવાને બદલે સંસાર વધારી મુકે છે. એટલા
આનું ફળ જણાવે છે. आत्मानं पाशयत्येते सदाऽसच्चेष्टया भशम् ॥ पाप धूल्या जडाः काय मावचाथैव तत्त्वतः ।।८२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org