________________
જાય છે તેમજ ચરમ પુદગલ પરાવર્તન તથા તથા ભવ્યત્વતાને પરિપાક થાય છે, ત્યારેજ આ જીવને મિત્રાદિ દષ્ટિએ પ્રાપ્ત થાય છે. અને વાસ્તવિક ગુણઠાણાની ગણત્રી પણ અહીથીજ થાય છે. મિત્રા દૃષ્ટિથી પ્રથમ ગુણ સ્થાનકની શરૂઆત થાય છે, અને એથી દીપ્રાસંધિ ઉત્કૃષ્ટ પ્રથમ ગુણ સ્થાનક હોય છે. અહીં સુધી હજી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. સૂક્ષ્મજોધ પણ હજી અહીં થતું નથી. પણ જ્યારે પાંચમી સ્થિર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે આજીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને સૂક્ષ્મ બેધ–અનુભવ પૂર્વક આત્માનું સત્ય સ્વરૂપ સમજાય છે. ત્યાર પછી છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ્રાપ્ત થતાં દેશ વિરતિપણું તથા સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે. આ વખતે આ છઠ્ઠી દષ્ટિવાળા જીવને પુદ્ગલીક વસ્તુ તરફની ઘણું લાગણું ચાલી જાય છે, અને નિરતીચાર ચારિત્ર પાળે છે, સાતમી પ્રભા દૃષ્ટિ પ્રાપ્ત થતા સામર્થ્ય યોગને પ્રથમ ભેદ ધર્મસંન્યાસ નામને વેગ અહીં પ્રાપ્ત થાય છે. અને ક્ષેપક શ્રેણિ અહીંથી માંડે છે અહીં બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. અને આઠમાં ગુણઠાણાથી આગળ વધતા તેરમાં ગુણઠાણુ સુધી પહોંચે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આઠમી પરદષ્ટિ પ્રાપ્ત થતાં સામર્થ્યોગને બીજે ભેદ યોગ સંન્યાસ નામને પ્રાપ્ત થાય છે અને ચઉદમાં ગુણઠાણે મન વચન અને કાયાના કેગનો નિષેધ કરી પરમપદ મેળવે છે, અહીં ઇચ્છા યોગ તથા શાસ્ત્રોગનું સ્વરૂપ તથા આધદષ્ટિઓ કયા યેગમાંથી નીકળી છે, વિગેરે બતાવેલ છે. તેમજ ગાવંચક, ક્રિયાવંચય, અને ફલાવંચક, ત્રણનું સ્વરૂપ તથા ગેત્રયોગિકુલગિ, પ્રવૃત્તચક્ર યોગિ અને નિષ્પન્ન ગિઓનું સ્વરૂપ તથા આ ગ્રંથના અધિકારી યોગિઓ, ભવાભિનંદિનું સ્વરૂપ, દિક્ષાના અધિકારી કેવા ગુણવાલા હાય વિગેરે અનેક બાબતો આમાં જણાવવામાં આવેલા છે, ટુંકમાં આ ગ્રંથ એક આરીસાનું કામ સારે છે, આપણે આગળ વધીએ છીએ કે પાછલ પડીએ છીએ તે આ ગ્રંથ બરોબર બતાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org