________________
આ ગ્રંથ સં. ૧૯૯૧માં ખંભાત ચાતુર્માસ શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં રહેલ ત્યારે વ્યાખ્યાનમાં વાંચવામાં આવેલ હતો તે વખતે શ્રોતાઓને આ ગ્રંથ ઘણે પ્રિય લાગવાથી આને લાભ દરેક જણને મલે તે ખાતર આ ગ્રંથનું ભાષાંતર કરવા આગ્રહ થયો, આથી આ ગ્રંથનું ભાષાંતર કરવામાં આવ્યું છે અને આ ધર્મશાળામાં બેસનાર સુશ્રાવક હીરાલાલભાઈ મગનલાલ તરફથી પોતાના સાંસારીક પીતાશ્રી છત્રવિજ્યજીના સ્મારક તરીકે આ ગ્રંથ બહાર પાડવામાં આવેલ છે. આ ગ્રંથ મધ્યસ્થ દૃષ્ટિથી લખેલ હોવાથી દરેક કેમના જીવોને ઉપયોગી થાય તે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે પુરતી કાળજી રાખેલ છે પુછવા લાયક ગ્ય માહાત્માઓને પુછી તથા સુશ્રાવક પંડીત કેશવલાલ દલસુખભાઈને બતાવી બહાર પાડેલ છે. આ ગ્રંથના પ્રફ શોધવા મુનિશ્રી વિકાશવિજયજી તથા મનહરવિજયજીએ સારી મદદ આપી છે તે માટે તેઓ બધાની આ શુભ પ્રવૃત્તિની અનુમોદના કરવામાં આવે છે. લી. મહેપાધ્યાયજી મા. શ્રી વિજયજગણિ અમદાવાદ,
સં. ૧૯૯૨ માહ સુદ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org