________________
(૧૦૩) અને ભવાભિનંદિ વિષયવાળું છે, અર્થાત્ ભવાનિદિ જીવે અંગિકાર કરેલું આઅવેદ્યસંવેદ્યપદ-મિથ્યાજ્ઞાન છે તેમ સમજવું છે ૭૫ છે
વિવેચન. વેદ્યસંવેદ્યપદ કરતાં આ અવેદ્ય સંવેદ્યપદ છે તે વિપરીત છે-મિથ્યાત્વ છે, અને આ મિથ્યાત્વને લઈ અવેદ્ય કહેતા નહિ જાણવા લાયક એવી પુદ્ગલીક વસ્તુમાં રાતદિવસ માથા માર્યા કરે પણ જે જાણવા લાયક આત્મકલ્યાણને કરનાર તત્ત્વાદિ સ્વરૂપ જે સત્ય છે તેને જાણવા પ્રયત્ન ન કરે તથા પ્રકારના પરિણામ નહાવાથી, અજ્ઞાનાવરણ ક્ષપશમના અનુસારે તત્ત્વ વિષય નિશ્ચય બુદ્ધિ ન થવાથી મૃગતૃષ્ણામાં પાણીની બ્રાંતિ જેમ થાય છે, તેની માફક–આ પદથી તાત્વિકબોધ થતો નથી, અને જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે એવા ભવાભિનંદિ જીવ કે જેને સંસારમાંજ આનંદ આવે છે, તેની માફક મિથ્યાત્વ દોષથી વિપરીત પ્રવૃત્તિ કરતાં નરકાદિ ગતિ તરફ પ્રયાણ કરે છે, જે કે મિત્રાદિ દષ્ટિમાંઅદ્યસંવેદ્ય પદશિથિલ છે તે પણ આદરવા લાયક તથા જાણવાલાયક વસ્તુને યથાર્થ ન જાણવાથી વિપરીત પ્રવૃત્તિ કરી ચારગતિરૂપ સંસારમાં અવેદ્યસંવિદ્યપદવાળે પરિભ્રમણ કરે છે. ૭૫
ભવાભિનંદિ જીવનું લક્ષણ કહે છે. क्षुद्रो लाभरति र्दीनो मत्सरी भयवान् शठः ।। अज्ञो भवाभिनन्दि स्यानिष्फलारंभसंगतः ॥७६॥
અર્થ. કૃપણ-ચાંચાશીલ, દીન નિરંતર અકલ્યાણને જેનાર, મત્સરી–પરના ભલામાં રાજી નહિ, ભયવા-નિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org