________________
(૧૦૦) આ અભિપ્રાયથી અમોએ વ્યવહાર કરેલ છે, વળી આ ક્ષાયિક સમ્યકત્વ હેતે છતે દુર્ગતિ ફરી મળતી નથી, બાકી ઉપશમ કે ક્ષપશમ સમ્યકત્વપતનસ્વભાવવાળા હોવાથી દુગતિ મળી શકે છે, પણ ક્ષાયિક સમ્યકત્વ પતન સ્વભાવ વાળું ન હોવાથી તે પ્રાપ્ત થયા પછી ફરી દુર્ગતિ મળતી નથી, વાદિ; તે પછી શ્રેણિક રાજાને ક્ષાયિકસમ્યકત્વ છતાં
ગતિ કેમ મળી ? ઉત્તર-સમ્યકત્વ પામ્યા પહેલા આયુષ્યનામ કર્મને બંધ પડી જવાથી દુર્ગતિ મલી છે, અથવા નરક ગતિમાં ગયા છતાં માનસીક દુઃખ નહાવાથી તે દુર્ગતિજ ન કહેવાય. જેમવાના તંદુલને પકાવવાથી તે કદિપાકતા નથી, અંદર જરાપણ વિકાર થતું નથી, તે પ્રમાણે અંતઃકરણમાં શ્રેણિક રાજાને જરા પણ દુઃખ સંબંધી વિકાર ન થવાથી તે દુગતિજ નથી અથવા, આ વાત એકાંતથી પકડવી તે સારી નહિ. પ્રાયિક તે વાત જાણવી, આથી શ્રેણિક રાજાને છેડી બીજા માટે આ વાત સમજવી કે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ફરી દુર્ગતિ મળતી નથી. આ વેદ્યસંવેદ્યપદથી જુદું અવેદ્યસંવેદ્યપદ છે તેનું સ્વરૂપ હવે બતાવે છે. પાછલા
પરમાર્થપદ બતાવે છે, अवेद्यसंवेद्यपद मपदंपरमार्थतः ।। पदं तु वेद्यसंवेद्य पदमेवहि योगिनाम् ॥७२॥
અર્થ. અવેદ્ય સંવેદ્યપદ છે તે પરમાર્થથી અપદ છે. પરંતુ વિદ્યસંવેદ્ય પદ છે તેજ ચેગિમહાત્માઓનું ખરૂં પદ છે ૭૨
વિવેચન. અવેદ્ય સંવેદ્યપદ એટલે મિથ્યાષ્ટિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org