________________
નથી. કદાચ કમસંયોગને લઈ પ્રવૃત્તિ થઈ જાય તો તે લેઢાના તપાવેલા ગળા ઉપર જેમ પગ મુકવા તેના જેવી હોય. અર્થાત્ પાપ પ્રવૃત્તિ કરતા ઘણજ ડરે છે, ચાલતા સુધિ તો કરતો નથી, અને કદાચ પ્રવૃત્તિ કરે તે હદપારને પશ્ચાતાપ તેને હોય છે. પાછલા
આમ હેવાનું કારણ બતાવે છે. वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति ॥ चरमैव भवत्येषा पुनर्गत्ययोगतः ॥७॥
અર્થે. વેદ્યસંવેદ્યપદને લઈ આજીવને અતિશય વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને આ વૈરાગ્યને લઈ આ પાપપ્રવૃત્તિ છેટલી છે,કારણ કે હવે પછી તેની ફરીથી દુર્ગતિ થવાની નથી. ૭૧ - વિવેચન. વેદ્યસંવેદ્યપદ, કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે. આ પદને લઈ આદષ્ટિવાળા જીવને અતિશય વૈરાગ્ય થાય છે, અને આ વૈરાગ્યને લઈ હવે આ જીવની આ છેલ્લીજ પાપપ્રવૃત્તિ છે, કારણ કે હવે ફરી દુર્ગતિ તેની થવાની નથી, અહિં વાદિ શંકા કરે છે કે, આ તમારૂ કહેવું ઠીક નથી, કારણકે શ્રેણિકાદિના ઉદાહરણથી તથા જેએ સમ્યકત્વથી પતિત થઈ ગયા છે; એવા અનંતાજી અનેક વાર દુગતિમાં ગયા છે, તો પછી છેલ્લી વારની દુર્ગતિ છે તે કેમ કહેવાય. આને ઉત્તર આપતાં કહે છે કે, આ તમારૂં કહેવું ઠીક નથી. અમારો અભિપ્રાય તમે જાણતા નથી. અહિં જે વેદ્યસંવેદ્યપદ કહેલ છે તે ક્ષાયિકસમ્યકત્વને આશ્રિ કહેલ છે, નિશ્ચયથી વેદ્યસંવેદ્યપદ તેજ કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org