________________
( ૯૮). તેને જોઈ બીચારા બાહ્યદષ્ટિવાળા છે તેમાં ફસાઈ જાય છે, અને માને છે કે આ માહાત્મા ખરેખર ચોથા આરાની વાનકી રૂપ છે, ભલે એકવાર એવા ભેળા જીવોને છેતરી પિતાની વાહવાહ બેલાવે, આવા બાહ્ય આડંબરી જી તાત્વિક દષ્ટિથી પિતામાં રહેલા દોષોને શ્રુતજ્ઞાનરૂપ પ્રદીપથી જોઈ શકતા નથી, પરંતુ ભ્રાંતિથી પરમાર્થના જેવી ક્રિયા કરવાને ડેળ કરે છે. આ પ્રમાણે પિતામાં રહેલા દોષોને નહિ જેવાથી આના ઉપયોગથી પાપમાં પ્રવૃત્તિ કરે છે. સારાંશ એ છે કે સૂક્ષમ બંધ ન હોવાથી આ દૃષ્ટિવાળે જીવ હજી પિતામાં રહેલા દોષને જોતા શીખ્યો નથી. દલા
अतोऽन्यदुत्तरास्वस्मा त्पापे कर्मागसो ऽपि हि ॥ तप्तलोहपदन्यासतुल्पा वृत्तिः क्वचिद्यदि ॥७॥
અર્થ “અarsa” અવેદ્ય સંવેદ્ય પદથી અન્ય જે વેદ્યસંવેદ્યપદ “સત્તાણુ” સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં હોય છે, આવેદ્યસંવેદ્યપદથી કદાચ કમસંગને લઈ પાપની અંદર પ્રવૃત્તિ કરે તો પણ તે પ્રવૃત્તિ તપાવેલા લેઢાના ગોળા ઉપર પગના મુકવા જેવી કરે છે, વાસ્તવિક રીતે તો તે અસત્ પ્રવૃત્તિ કરતોજ નથી પણ કદાચ કરે તે અત્યંત પાપથી ડરતાં ડરતો કરે છે. ૭૦
વિવેચન. અદ્યસંવેદ્યપદ–એટલે મિથ્યાત્વ. વેદ્ય સંવેદ્યપદ એટલે સમ્યકત્વ. આ સમ્યકત્વ ગુણ સ્થિરાદિ ચાર દષ્ટિમાં હોય છે, આ ગુણને લઈ આ દૃષ્ટિવાળો જીવ પાપના કોઈપણ કામમાં-હિંસાદિ વિગેરેમાં પ્રવૃત્તિ કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org