________________
( ૫ ) સ્થિર દૃષ્ટિમાં સૂમ જે બંધ થાય છે તે બધ પ્રથમની ચાર દૃષ્ટિમાં નથી. હજી પુદ્ગલીક વસ્તુ તરફ એવા એવા પ્રસંગે પ્રવૃત્તિ થઈ જાય છે, તેમજ સંસાર સમુદ્રથી મુક્ત થવાની તથા કમને ક્ષય કરવાની ભાવના થતી નથી, વળી દરેક પદાર્થોમાં અનંતા ધર્મો રહેલા છે, તેમજ નય નિક્ષેપ સપ્તભંગી, અને પ્રમાણ આ ચારથી વસ્તુતત્વને નિર્ણય થાય છે, આ બે પ્રથમની ચાર દૃષ્ટિમાં ન હોવાથી તે સૂક્ષ્મબોધ કહેવાય નહિ, પણ આ જણાવેલ તમામ બીના સિથરાદિ ચાર દષ્ટિમાં છે, લોકોત્તર પ્રવૃત્તિથી સંસાર સમુદ્ર તરવાને સમર્થ બને છે, તથા કર્મક્ષય પણ સારી રીતે કરી શકે છે, તથા દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે તથા નય નિક્ષેપાદિથી વ્યાપ્ત છે.--યુક્ત છે આવો સૂમ બંધ સ્થિરાદિ દૃષ્ટિમાં છે. સૂક્ષ્મત્વ એટલે નિપૂણપણું બંધનું, તે આ દીપ્રાષ્ટિમાં નથી, કારણકે પ્રથમની ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થતા નથીઆ કારણથી સૂક્ષમ બોધ પ્રથમની ચાર દૃષ્ટિમાં નથી પણ સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં છે. ! દદ પ્રથમની ચાર દષ્ટિમાં જે પદ છે તે કહે છે अवेद्यसंवेद्यपदं यस्मादासु तथाल्वणम् ॥ पक्षिच्छाया जलचर प्रवृत्याभमतः परम् ।।६७॥
અર્થ. પ્રથમની મિત્રાદિ ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્ય પદ ઉત્કટ છે હજી સૂક્ષમ બોધના અભાવે સત્યવસ્તુ યથાર્થ સમજાણી ન હોવાથી, આજ વાતને દષ્ટાંત આપી સમજાવે છે કે જેમ નદી સમુદ્ર કે તલાવમાં આકાશમાં ઉડતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org