________________
( ૮૯ ) તેમજ ભવાંતરમાં સાથે પણ આવનાર નથી. આમ સમજી શરીર કરતાં પણ ધર્મની આ દૃષ્ટિવાળે વિશેષ કરી કદર કરે છે–લાગણી રાખે છે, તેમજ પુદ્ગલીક તમામ વસ્તુ તથા સ્વજનાદિ કુટુંબ પણ શરીરના નાશ થવા સાથે તમામ નાશ થઈ જાય છે, અથવા તમામ વસ્તુ પારકી થઈ જાય છે, આમ સમજીને ધર્મને કદિ છોડતો નથી. પલા
આજ બીનાને સ્પષ્ટ કરે છે. इत्थं सदाशयोपेत स्तत्वश्रवण तत्परः ॥ प्राणेभ्यः परमं धर्म बलादेव प्रपद्यते ॥६०॥
અર્થ. આ પ્રમાણે આ દીપ્રા દષ્ટિવાળે જીવાત્મા આત્માના શુદ્ધ આશય યુક્ત નિરંતર તત્વજ્ઞાન સાંભળવામાં તત્પર રહે છે. તેમજ પિતાના પ્રાણ થકી અધિક પ્રધાન મને બલાત્ સારી પેઠે માને છે–સ્વીકારે છે. દવા
- વિવેચન. આ દીપ્રા દૃષ્ટિવાળા જીવનમાં અમુક અંશે વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી સત્ય સ્વરૂપ કાંઈક અંશે સમજવાથી પુગલીક વસ્તુ તરફની આશકિત ઘટતાં ધર્મ તરફ પ્રીતિ ઘણી વધે છે, અને આ પ્રમાણે આત્માના શુદ્ધ આશયથી-શુદ્ધ અંતઃકરણથી તત્વજ્ઞાન સાંભળવામાં તત્પર રહે છે, તેમજ આ તત્વજ્ઞાનના પ્રતાપે પોતાના પ્રાણ કરતાં–જીવ કરતાં પણ ધમને ઉત્કૃષ્ટ-પ્રધાન બલાત્ સારી પેઠે માને છે, આ તેને સ્વભાવ છે, વળી આ દૃષ્ટિમાં રહેલા જીવને ધ્યાન કરતાં યોગોથાન-મન-વચન અને કાયાના ચેગની અંદર થતી ચપળતા રૂપી દોષ તે આ દીપ્રા દૃષ્ટિવાળાને હેતે નથી ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org