________________
( ૮૮ )
વિવેચન. બાહ્ય ભાવના ત્યાગરૂપ ભાવરેચક પ્રાણાયામ પ્રાપ્ત થવાથી આ દીપ્રા દૃષ્ટિમાં રહેલ પેગિ મહાત્માને ધર્મ ઉપર એટલી બધી પ્રીતિ ઉત્પન્ન થાય છે કે જે પિતાના પ્રાણ કરતાં પણ ધર્મને અધિક ગણે છે, તેમજ ધર્મને માટે પ્રાણ છેડે પણ ધર્મને ત્યાગ કરતો નથી. ગમે તેવા સંકટમાં આવે છે, તેમજ કેઈ તેના પ્રાણ લે તે તે કબુલ કરે પણ ધર્મ છોડવાની અથવા ધર્મના નિયમે તેડવાની હા પાડે નહિ, આ દષ્ટિવાળાનું આવું દઢ વર્તન થાય છે તેનું મુખ્ય કારણ કે તેને વ્યવહારના તમામ કાર્ય તરફ અરૂચિ ઘણી થઈ છે તેજ છે. પદા
આજ કારણ બતાવે છે. एक एव सुहृद्धर्मो मृतमप्पनुयाति यः॥ शरीरेण समं नाशं सर्वं मन्यत्तु गच्छति ॥५९॥
અર્થ. આ દીપ્રા દૃષ્ટિમાં બધ સારો હોવાથી આ દીપ્રા દૃષ્ટિવાળે જીવ બધ-જ્ઞાનને લઈ વિચાર કરે છે કે મરી ગએલા જીવની પાછળ માત્ર એક ધર્મજ મિત્રની માફક પાછળ જાય છે. બાકી પુત્ર, સ્ત્રી, ધનધાન્ય, રાજ્યાદિ તમામ વસ્તુ શરીરની સાથેજ નાશ પામે છે. અગર પાછળ આવતી નથી અહિંજ પડી રહે છે. પલા
વિવેચન. આ દીપ્રા દષ્ટિમાં રહેવા જીવને અમુક અંશે વિવેકજ્ઞાન પ્રગટ થાય છે, આથી તે સમજે છે કે પ્રાણ જશે તો પણ ભવાંતરમાં મિત્રની માફક ધર્મ સાથે આવે છે, પરંતુ ધર્મ જશે તો શરીર કાંઈ કામ આવવાનું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org