________________
( ૮૬) ઉત્થાન નામને જે દોષ છે ચિત્તની અશાંતિરૂપ તેને આ દષ્ટિમાં અભાવ થાય છે, અને તવ શ્રવણ નામને ગુણ આ દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. તારા દષ્ટિમાં તત્ત્વ સાંભળવાની ઈચ્છારૂપ શુશ્રુષા હતી, હવે તત્ત્વને ગુરૂ પાસે રહી સાંભળે છે, આથી તેનામાં પ્રથમની ત્રણ દષ્ટિ કરતા બંધ વધે છે, આ દીપ્રદ દાષ્ટિમાં બોધ દીવાની પ્રભા જેવો ઘણો જ સારો હોય છે, અવસરે સમૃતિ પણ પ્રાપ્ત થાય છે, છતાં સૂક્ષ્મ બાધ તે હજી આ દૃષ્ટિમાં પણ નથી, પાંચમી સ્થિર દષ્ટિ પ્રાપ્ત થવાથી સૂમ બંધ થાય છે. પછા
વિવેચન. આ દીપ્રા નામની ચોથી દષ્ટિ છે. આ દરિટમાં બે દીવાની પ્રભા જેવો ઘણો વખત રહેનાર તથા પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં ઘણું સારો તેમજ અવસરે બરબર સ્મૃતિને આપનારો હોય છે. આ દૃષ્ટિમાં અષ્ટાંગ ચગોમાં ચતુર્થ ભેગાંગ પ્રાણાયામ નામનું પ્રાપ્ત થાય છે, પ્રાણાયામ ત્રણ પ્રકારના છે, પ્રાણવાયુનું અંદર લાવવું તે પુરક પ્રાણાયામ છે. પ્રાણવાયુનું બહાર કાઢવું તે રેચક પ્રાણાયામ છે, અને વાયુનું અંદર રોકલું તે કુંભક પ્રાણાયામ છે આ પ્રમાણે ત્રણ પ્રકારના આ દ્રવ્ય પ્રાણાયામ કરવાથી શરીરની અંદરની નાડીઓ શુદ્ધ થાય છે, અને ધ્યાનમાં પણ મદદગાર થાય છે. છતાં અહીં ભાવ પ્રાણાયામ કરવા જણાવે છે. બાહાભાવ-પુદ્ગલીક વસ્તુ તરફ પ્રેમ તેને આ દષ્ટિમાં રેચક કરે, એટલે બાહ્યભાવ કાઢી નાખવો, રેચક ભાવ પ્રાણાયામ અંતર ભાવને પુરક કરવો, આત્મીક ગુણેજ્ઞાનદશનાદિને પુરવા–એકઠા કરવા તે પુરક ભાવ પ્રાણાયામ અને સ્થિરતા ભાવને કુંભક થાય છે. આત્મસ્વરૂપમાં રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org