________________
-સંદર્ભગ્રંથ ભાગ-૨
ભાષામાં જ કલમ ચલાવી છે. “કી ઓફ નોલેજ' આપનું પ્રસિદ્ધ પુસ્તક છે. જૈનધર્મદિવાકરની પદવીથી વિભૂષિત થયેલા, જૈન ધર્મને વિશ્વ ધર્મ સાબિત કરવા અને ઇતર ધર્મે જૈન ધર્મ અને તેના સિદ્ધાંતથી પ્રભાવિત છે તે વાત તેમણે ગ્રંથમાં સિદ્ધ કરી છે.
પંડિત જુગલકિશોરજી “ભગવીર” ૧૯૩૪ ના માગશર સુદ ૧૧ ને રોજ ચૌધરી નથુમલને ત્યાં જન્મ. બાળપણમાં જ તર્કણ અને બુદ્ધિમતાથી સૌને આશ્ચર્યમાં મૂકેલા. - સરસાવામાં જ અભ્યાસ કર્યો. ઉપદેશકની નોકરી સ્વીકારી પણ તે
ચી નહિ એટલે વકીલાતનું ભણ્યા અને ધંધે ન્યાયપૂર્વક કર્યો. ૧૦ વર્ષ ધન અને યશ કમાયા. તે દરમ્યાન અધ્યાપન, સાહિત્ય, કલા અને પુરાતત્ત્વનું ચાલતું હતું જ. સાહિત્યિક ચેરી પકડવા ઘણા ગ્રંથની છાનબીન કરી સમીક્ષાઓ પ્રગટ કરી. બે છોકરાઓને પત્ની ને વિયેગ થયો એટલે બમણુ ધ્યાનથી સાહિત્યિક સાધના શરૂ કરી. ગાંધીપ્રેમી અને ખાદીપ્રેમી પંડિતે અનેક કુરીતિ સામે યુદ્ધ ખેલ્યું. - વીર સેવા મંદિર દ્વારા પ્રકાશને અને વિવેચને પ્રગટ કર્યા. સમનીભદ્ર પર આ૫ આફ્રીન છે. યુગભારતીના ચયિતાની “મેરી ભાવના ' જ કીર્તિ પતાકા માટે પર્યાપ્ત છે. આપે કવિ, ભાષ્યકાર, નિબંધકાર, પરીક્ષક, ઇતિહાસકાર, પત્રકાર, સંપાદક, પ્રસ્તાવના લેખક તરીકે એક નિષ્ઠાવાન, નિભીક જ્ઞાની તપસ્વીનું કામ કર્યું છે.
નિબંધ લખ્યા અને ૬૦ જેટલાં પુસ્તકની તલસ્પર્શી સમીક્ષા કરી છે. પૂર્વ અને પશ્ચિમનું અદ્ભુત મિશ્રણ હતા. જૈનસાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં તેમને ફાળે અદ્વિતીય છે જે સુવર્ણ અક્ષરેએ અંક્તિ છે.
ડો. હીરાલાલ જૈન મધ્યપ્રદેશના ગાગઈમાં ૧૮૯૮ના એપ્રિલમાં જન્મ. ૧૯૨૨ સુધીમાં તે અલ્હાબાદમાં એમ. એ. થઈ ગયેલા. વકીલાતને પણ અભ્યાસ કર્યો. ઉત્તર પ્રદેશની સરકારે શોધ વિભાગમાં તેમને નોકરી આપી. અપ્રભ્રંશ ભાષાના વિશેષજ્ઞ હતા. શિલાલેખે અને હસ્તલિખિત ગ્રંથની સૂચિઓ તૈયાર કરી અને પ્રકાશિત કરાવી. અમરાવતી કોલેજમાં પ્રાધ્યાપક પણ હતા, ડોકટર ઑફ લીની પદવી મળેલી. જૈન પરિષદના પ્રમુખ પણ થયેલા. ધવલાના બધા ભાગોનું સંપાદન કરી અનુપમ કાર્ય કરી બતાવ્યું છે. દિગંબર સાથે વેતાંબર સાહિત્યના પણ જ્ઞાતા હતા. દેહાવસાન ૧૫-૨-૭૩ના રોજ થયું.
વયોવૃદ્ધ પત્રકાર કાપડ્યિાજી શતાયુને પહેાંચવાની તૈયારી કરતા કાપડિયા વીસા હુમડ જાતિમાં હીરાબાઈના પેટે ૧૮૩૩માં જન્મ્યા હતા. ઑલર હતા. કપડાને વેપાર કર્યો. સાથે સાથે “દિગંબર જૈન' માસિક ચલાવતા. પ્રાંતિક સભાના મુખપત્ર “જૈનમિત્ર'ના આદ્ય સ્થાપકોમાંના એક અને આજે તેના સંપાદક પણ છે. પ્રેસ તેમનો વ્યવસાય છે. જૈન પુસ્તકાલયનું સંચાલન પણ કરે છે. પુત્ર બાબુભાઈના સ્વર્ગવાસથી ડાહ્યાભાઈને દત્તક લીધા જે આજે તેમનાં બધાં કાર્યો સુચારૂપણે સંભાળે છે. અનેક ઉપહારગ્રંથે સમાજમાં વહેંચ્યા, અનેક ગ્રંથમાલાઓ શરૂ કરી અને ઘણું ધાર્મિક સાહિત્ય પ્રગટ કરી સર્વત્ર ધર્મ પ્રભાવના અને જાગૃતિ કરી. “મહિલા દેશ” પણ ચલાવ્યું. પુત્રની સ્મૃતિમાં દાન આપી સુરતમાં છાત્રાલય શરૂ કરાવ્યું છે.
સર શેઠ હુકમચંદ રાવરાજા
ગુરુઓના ગુરુ સ્વ. બરૈયાજી
જન્મ આગ્રામાં સં. ૧૯૨૩ માં થયો, પિતાનું નામ લકમણ‘દાસ, શરૂઆતને અભ્યાસ અજમેરમાં કર્યો. શાસ્ત્રીય પરીક્ષા ઉત્તીર્ણ કરેલ નથી. છતાં સ્વપુરુષાર્થ અને સ્વાધ્યાયને કારણે અનેક સ્યાદવાદ વારિધિ, વાદિગજકેસરી, ન્યાયવાચસ્પતિ જેવી પદવી પ્રાપ્ત થયેલી - છે. મુંબઈ પ્રાંતિક સભા, દિગંબર જૈન મહાસભા, તીર્થક્ષેત્ર કમિટિ, માણેકચંદ પરીક્ષાલય વગેરેની સ્થાપનામાં ઘણો ભાગ લીધેલ, મોરેનાનું વિદ્યાલય તેમની જ દેણુ છે જેમાંથી અનેક મહાપંડિત પ્રાપ્ત - થયા છે. ઘેડું લખ્યું છે પણ જે કાંઈ લખ્યું છે તે ચિરંજીવી છે.
જૈન સિદ્ધાંત દર્પણ, પ્રવેશિકા આદિ તેમની અનુપમ કૃતિઓ છે, તેમના જેવા પ્રખર પ્રચારક બીજા થયા નથી. ગોપાલદાસ બરિયાનું -નામ પંડિતોમાં અમર છે.
ડે. આદિનાથ નેમિનાથ ઉપાધ્યાય
પ્રતિષ્ઠા અને પ્રદર્શનથી દૂર રહી સંપાદનકલાની ચરમસીમા - સાહિત્યકાર સમક્ષ મૂકી છે. પ્રાકૃત, પાલી, સંસ્કૃતના, અપભ્રંશના
અધિકારી વિદ્વાન, કન્નડ, મરાઠી, અંગ્રેજી અને હિંદીના હસ્તસિદ્ધ - લેખક છે. સદ્દગલામાં ૧૯૦૬માં જન્મેલા આદિનાથે બી. એ; એમ. -એ. અને ડી. લિટ. સુધીની ઉપાધિઓ મેળવી હતી. છેલ્લાપુરની કૅલેજમાં ૩૨ વર્ષ પ્રોફેસર રહ્યા. આપે ૧૦૦ કરતાં વધુ શેધ-
સમગ્ર ભારતમાં જેની હાક વાગતી હતી તે શેઠશ્રી ઈદરના વતની હતા. જીવનભર ધર્મરક્ષા માટે સતત જાગૃત રહ્યા. કરોડો કમાયા અને લાખોનું દાન કર્યું. સ્વાધ્યાય વડે આત્માને ભાવિત કર્યો અને છેલ્લાં વર્ષોમાં બ્રહ્મચારી બની ત્યાગને અપનાવ્યું. સમાજ અને ધર્મના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેક સંસ્થાઓ રચી અને તેના મુખ્ય સંચાલક રહી તેમને પરિપૃષ્ઠ કરી. હોલ્કરના રાજ્યમાં તેઓ રાજમાન્ય શેઠ હતા. કોટનના કિંગ તરીકે દુનિયાભરમાં તેમનું નામ પ્રસિદ્ધ હતું. પુણ્યાત્માને સૂર્ય ઉદયાચળે હતા ત્યારે તેમને પડ્યો બોલ ઝીલી લેવાતું હતું. જૈન ધર્મ અને જૈન સમાજ માટે તેમના કાર્યો સદા સર્વદા ચિરંજીવી રહેશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org