SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા તેમના સંસ્કાર વારસામાં પુત્રને મળ્યા. મોરેના અને બનારસમાં ધાર્મિક પઢાઈ કરીને બી. એ., એલ એલ બી. પણ સાથે થયા. પણું વકીલાત કે નોકરી કરી નથી. બાળબ્રહ્મચારી છે. બોલવું ને લખવું બંને સુંદર છે. હિંદીમાં તથા અંગ્રેજીમાં અનેક વિષયો ઉપર પુસ્તકો લખ્યાં છે. કાષાયયાકુડનું પણ સંપાદન કર્યું છે. હાલના વિવાદના પ્રશ્નો પર પણ કલમ ચલાવી છે. જૈન ગજરના સંપાદક પણ હતા, જૈનધર્મના પ્રતિનિધિ તરીકે જાપાન પણ ગયેલા. નિસ્પૃહી અને મેધાવી વિદ્વાન તરીકે તેમનું નામ મોખરે છે. શિખરચંદ્રજી પ્રતિષ્ટાચાર્ય ૧૯૭૪ની કૃષ્ણાષ્ટમીના દિવસે જન્મ થયેલો. મોરેનામાં વિશારદ . થયા. માતાપિતા વતી હતાં તેથી આપ પણ વ્રતી છે. કપડાં અને ઘીના વેપારી પણ હતા. પછી પ્રતિષ્ઠા અંગે જ્ઞાન પ્રાપ્ત કરી આજે તે જ કામ કરી રહ્યા છે. સંગીત સાથે પૂજા ભણાવીને આપે પ્રતિષ્ઠામાં વિશિષ્ટતા લાવી છે. આજે અનેક વિધાને અને પ્રતિષ્ઠા કરાવી છે. આપની વકતૃત્વ શક્તિની છટાને કારણે આપને વાણીભૂષણને કાબ મળે છે. સમાજમાં જે એકાંતનું વિષ ફેલાયું છે તેનું ઉમૂલન કરાવવામાં આપ સર્વ શક્તિ લગાવી રહ્યા છે. આપની ભાષા વેધક, ચોટદાર અને વજનદાર હોઈ શ્રોતાને તરત જ સ્પર્શ કરે છે ને તે જાગૃત બની જાય છે. પંડિતરત્ન બાબુલાલ જમાદાર ૨૨-૪–૨૨ ના રોજ લલિતપુરમાં જન્મ લઈ આપે ઇન્દૌરમાં અભ્યાસ કર્યો. આપને સાત પુત્ર છે. બડૌતની જૈન સ્કૂલ અને કોલેજોમાં અધ્યાપનનું કામ ઘણાં વર્ષે કર્યું. શાસ્ત્રી પરિષદના મંત્રી તરીકે ધર્મરક્ષાનું અપૂર્વ કામ આપે કર્યું છે. જમાદાર યથા નામ તથા ગુણ પ્રમાણે અતિ હિંમતવાન, કર્તવ્યનિષ્ઠ, દિલદાર અને આજનકાર પુરુષ છો. સરાક જાતિના કામમાં પણ આપે ખૂબ જહેમત ઉઠાવી છે. કોઈ પણ નવું કામ આપને આમંત્રે છે અને આપ તેને તન, મન અને ધનથી સફળ બનાવે છે. આજે દિગંબરત્વને સાચા ચોકીદાર કઈ હોય તો તે આપ છો, આપ લેખક અને કુશળ વકતા છે. પંડિત તેજપાલ કાલા સંવત ૧૯૬૯ માં અષાડ સુદિ ૮ ને રાજ રમકાબાઈના પેટે આપને જન્મ થયો. પિતાશ્રીનું નામ છે મૂળચંદજી કાલા. ૨૦ વર્ષની ઉંમર સુધી અમરાવતીમાં અભ્યાસ કર્યો. જાનકીદેવી સાથે લગ્ન થયાં જૈન દર્શનના સહસંપાદક છે. દિગંબર જૈન પંચાયતના સભાપતિ છે. મલેલીસાગર ગ્રંથમાલાના મંત્રી છે. ખાનપાન શુદ્ધિની નાનપણની ટેવને કારણે આજ વતી જીવન જીવી રહ્યા છો. આપને પગલે આપના પુત્ર ભરતકુમાર કોલી સમાજ અને ધર્મની સેવાનું કાર્ય ખૂબ લગથી કરે છે ને પિતા કરતાં પુત્ર ચઢે તેવું સાબિત થાય તે નવાઈ નહિ. આપની સેવાઓનાની કદરરૂપે હવે સમાજે અને ધર્મ સભાઓએ આપને અનેક પદવીઓથી નવાજ્યા છે. ડે. પન્નાલાલ સાહિત્યાચાર્ય ૪-૫-૧૧ના રોજ પારણુંવા ગામે આપને જન્મ થયો. આ૫ સંસ્કૃતના સારા જ્ઞાતા છે. સાહિત્યનાં સર્વ અંગે ઉપર આપનો અધિકાર છે એટલે ચારે અનુગાનાં શાસ્ત્રનું સંપાદન, અનુવાદ, વિવેચન આદિ કરેલ છે. સાગર અને બનારસમાં આપે અધ્યયન કર્યું. પૂજ્ય વણીની આપ ઉપર મહદ્ કૃપા વરસેલી. ૧૯૩૧ માં સ્થપાયેલ મહાવિદ્યાલયના આપ પ્રધાનાચાર્ય છો, દિગંબર જૈન વિદ્વત પરિષદના આપ ૨૨ વર્ષથી મંત્રી છે. આપ સરસ્વતીના સાચા સાધક છે. મૃદુ ભાષાને કારણે આપનાં ભાષણો હૃદય હરે છે. વિવાદથી પર રહી તટસ્થતા જાળવવામાં આપ ખૂબ સાવચેત છે. ચર્ચામાં વતી જેવા છે. આપે જે સજન કર્યું છે તે ગુણ અને સંખ્યાની દષ્ટિએ ગમે તેવાને નતમસ્તક બનાવે એવું છે. શાંત પ્રકૃતિ અને અપભાષીને કારણે સૌના પ્રેમભાજના રહ્યા છે. વયોવૃદ્ધ દિવાકરજી સાદું જીવન, ઉચ્ચ વિચારની મૂર્તિરૂપ દિવાકરછ ૮-૧૦-૧૯૦૫ માં જન્મેલા. પિતા કુંવરસેનજી ધર્મ અને જાતિના સરંક્ષક હતા. ડે. બાબુ કામતાપ્રસાદજી પાકિસ્તાનને કૅપપુર ગામે જન્મ ૧૯૦૧માં થયેલો. સિંધ હૈદરાબાદમાં અભ્યાસ કર્યો. બ. શીતલપ્રસાદના સંપર્કથી સાહિત્ય સાધના શરૂ કરી. આસિ. કલેકટર પદે રહેલા. અનેક સંસ્થાઓના મંત્રી અને અધ્યક્ષ રહ્યા. “ઈતિહાસ અને શોધ” પ્રિય વિષયે હતાં. અંગ્રેજીમાં ઘણું લખ્યું છે. “ૉઇસ ઓફ અહિંસા” નામક અંગ્રેજી માસિક પણ શરૂ કરેલું. વિશ્વ જન મિશને જે દ્વારા વિદેશોમાં સત સાહિત્ય મોકલાય છે, અહિંસા ધર્મના પ્રચાર માટે અને મૂક પ્રાણીએના રક્ષણ માટે જીવનભર કાર્ય કર્યું છે. ૪૦ વર્ષ સુધી સાહિત્યની સેવા કરી છે. પત્રકાર પણ બન્યા. શાકાહારને પ્રચાર કર્યો ને ઘણાને જૈન બનાવ્યા. તેમની સેવાઓ અજોડ છે. બૅરિસ્ટર સંપતરાયજી પિતા ચંદ્રમલજી હતા પણ સહનલાલને ત્યાં દત્તક બન્યા. કોલેજ શિક્ષણ પૂર્ણ કરી ઈગ્લેંડ ગયા ને ત્યાંથી ૧૮૯૭માં બૅરિસ્ટર થઈ આવ્યા. ૧૯૨૨માં મહાસભાના પ્રમુખ બનેલા. વકીલાતમાં સંપૂર્ણ સફળ રહ્યા. ઋષભ જૈન લાઈબ્રેરીની લંડનમાં આપે સ્થાપના કરી છે. જૈન હૈ ઉપર પુસ્તક લખ્યું. વિદેશમાં જૈનધર્મ ઉપર પ્રભાવકારી પ્રવચને આપ્યાં. તીર્થરક્ષા માટે ખાસ જહેમત કરી. તુલનાત્મક સાહિત્ય રચ્યું છે, આપે મોટા ભાગે અંગ્રેજી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy