________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
કાર્ય કર્યું છે. સળગતા અને વિવાદાસ્ત મુદ્દાઓ ઉપર આપે સવિસ્તારપૂર્વક લખી સમાજને જાગૃત કર્યો છે અને સિદ્ધાંત ગ્રંથની આપે વિવેચના કરી છે. આપે સપ્તમ પ્રતિમાનાં વ્રત પણ ગ્રહણ કરેલાં. આપ અનુભવવૃદ્ધ હતા સાથે જ્ઞાનવૃદ્ધ પણ હતી. આપે જૈનપત્ર આદિ પત્રોનું સંપાદન પણ કરેલું. મહાસભા જેવી સંસ્થાઓને દઢ કરવામાં આપે અથાક પ્રયત્ન કર્યા છે. પર્યુષણામાં અનેક સ્થળે પ્રવચન આપી ધર્મ જાગૃતિનું કાર્ય આપે કરેલ છે તે ચિરસ્મરણીય રહેશે.
શ્રાવિકાશ્રમ આ૫નું કેન્દ્ર છે. આ સંસ્થા આજે અર્થ અને વ્યવસ્થાની દૃષ્ટિએ નમૂનેદાર છે. હાલ તેમાં ૩૦૦૦ છાત્રે અધ્યયન કરી રહેલ છે. આપની આવી બેનમૂન સેવાઓના ઉપલક્ષમાં ભારત સરકારે આપને પદ્મશ્રીને ઈલ્કાબ આપ્યો છે. આપે અહિંસાના પ્રચાર માટે પરદેશને પ્રવાસ પણ કર્યો છે. આપ વતી હોવાં છતાં કર્મઠ કાર્યકર્તા છે. જીવનનાં બધાં અંગોમાં આપ રસ લે છે અને અનેક બહેનને માર્ગદર્શન આપે છે. આપની પ્રવૃત્તિઓમાં સૌથી વધુ સહકાર આપનાર વિદ્યુલ્લતા દેવી છે જેની મદદથી આપ અનેક સંસ્થાઓનું સુચારુરૂપે સંચાલન કરી રહેલ છે. જૂના ઇન્દોરમાં આપે અભ્યાસ કરેલે, આપ ન્યાયતીર્થ-કાવ્યતીર્થ છે. ષડખડાગળ જેવા ગ્રંથોનું આપે સંપાદન કરેલ છે, મહિલાદર્શનનું પણ આપે સંપાદન કર્યું છે. રાજકારણ, સહકારી ક્ષેત્ર, મહિલા પ્રવૃત્તિ આદિમાં પણ આપે અગ્રતા ભાવે કાર્ય કર્યા છે. આજે સમગ્ર મહારાષ્ટ્રમાં સેવાભાવી મહિલા તરીકે આપનું નામ પ્રસિદ્ધ છે. આપના પિતાશ્રી નેમચંદ શાહના દાદા મૂળ ગુજરાતના વતની હતા. આજે આપનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર છે.
શ્રીમતી ચંપાબેન કપિલભાઈ કેટડિયા
પપ વર્ષ પહેલાં અલુવા ગામે કચરાલાલ શેઠને ત્યાં નાલીમાઈની કુખે જન્મ પામેલી અને સાદર ગામે પ્રાથમિક શિક્ષણ મેળવેલી કન્યા નામે ચંપાબેન બેરણ ગામના એમ. એ. એલ. એલ. મી. જેટલું ભણેલા કપિલભાઈ જોડે લગ્નગ્રંથિથી જોડાઈ. આજે તેમને ત્રણ બાળકે છે. પતિસેવા અને પ્રભુસેવા તેમને ધંધે છે. પતિની સાથે આપે હિંદભરનાં તમામ તીર્થોની ત્રણ ચાર વાર યાત્રાઓ કરી છે. દાન દેવામાં હંમેશાં પતિને પ્રોત્સાહન આપે છે. શ્રી વર્ધમાન ઉત્કર્ષ ફંડને રૂ. ૫૧ હજારનું દાન આપના નામથી તેથી જ અપાયું છે. પોતાની સાસુ રતનબેન અને સસરા તલકચંદના નામે પણ ઘણી સંસ્થાઓમાં આપે દન કાર્યા કરાવ્યાં છે. તબિયતે અતિ નાજુક હોવા છતાં યાત્રાઓમાં કદી થાકતાં નથી. ન ભણેલા હોવા છતાં અતિ વ્યવહાર કુશળ મહિલા તરીકે આપને સો આદર કરે છે. પુત્ર બિપીન અને પુત્રવધુ રંજન આપને ચાલે ચાલે તેવાં ચિહ્નો દેખાય છે. વિદ્વાને અને વિશિષ્ટ વ્યક્તિઓ
મમ્મનલાલ શાસ્ત્રી વૈદ્ય (તારામ અને માતા મેવારાનીને ઘેર ચાવલી ગામે જન્મ થયો. પંડિત લાલારામે ૧૦૦ ગ્રંથની ટીકાઓ લખી છે. (પંડિત નંદલાલ આચાર્ય સુધર્મસાગર થયા. શ્રી લાલજી જયપુરમાં ઝવેરી થયા. આપ એક મૂર્ધન્ય વિદ્વાન બન્યા. આગમરક્ષા આપને પ્રિય વિષય. મેરેના આ૫નું પ્રવૃત્તિકેન્દ્ર બન્યું. છેલ્લા શ્વાસ સુધી આપે શ્રી ગોપાલ દિગંબર જૈન વિદ્યાલયનું સંચાલન કર્યું અને અનેક વિદ્વાને તૈયાર કર્યા. સાહિત્ય સૂજનમાં પણ આપે અદ્વિતીય
પંડિત રતનચંદ મેરવતાર ' બ્રહ્મચારી રતનચંદ હાલમાં વિદ્વાનોની વિભૂતિ જેવા છે. આગમનું આપને અતિ ઊંડું જ્ઞાન છે. કરણીનુયોગ પર આપને વિશેષ કાબૂ છે. ૧૯૨માં મેટ્રિક થયા ને પછી વકીલાતનો અભ્યાસ કર્યો, ને ધંધે પણ કર્યો. પણ પૂર્વ સંસ્કારને કારણે સ્વાધ્યાયને મોહ હતા. બાબા ભાગીરથી, બડે વણજી આદિની પ્રેરણાથી તેમાં વૃદ્ધિ થઈ ને આપે મુનિરાજોન સંધમાં જઈ અનેકને અધ્યયન કરાવ્યાં. શ્રેથેના સંપાદનમાં મદદ કરી. શંકાનાં સમાધાન કર્યા; આપ શાસ્ત્રીપરિષદના અધ્યક્ષ પણ ઘણાં વર્ષો રહ્યા. આપના નાનાભાઈ નેમચંદ્રજી વકીલ પણ સ્વાધ્યાયાત છે.
પંડિત વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી
૨૭-૩-૧૯૦૯ માં મુડબિકીમાં આપને જન્મ થયો. મોરેના વિદ્યાલયમાં અધ્યયન કર્યું. કાવ્યતીર્થ શાસ્ત્રી બન્યા. અજમેર મહાવીર વિદ્યાલયમાં પ્રધાન અધ્યાપક બન્યા. જૈન બેધક આદિ પત્રોનું સંપાદન કરી રહેલ છે. પરીક્ષાલય અને ગ્રંથમાલાના આ૫ મંત્રી છો. આપે અનેક ગ્રંથનું સંપાદન કર્યું છે. ઉગ્રાદિયાચાર્યનું કલ્યાણકારક વૈદકમંથનું પ્રકાશને આપે કરાવ્યું છે. દક્ષિણુના આપ સ્તંભ છે. તમામ ભટ્ટારકોના આ૫ માર્ગદર્શક છે. આપને ૧૦ કરતાં વધુ પદવી પ્રાપ્ત થઈ છે. મૃદુ મિષ્ટભાષી પંડિત મોટા પ્રતિષ્ટાચાર્ય છે.
વિદ્વભૂષણ ડે. લાલબહાદુર શાસ્ત્રી પંજાબના લાલરૂ ગામે આપને જન્મ થયો. બાળપણમાં જ માતાપિતાને વિયોગ થયે. બાવર અને મોરેના વિદ્યાલયોમાં મેધાવી છાત્ર તરીકે અધ્યયન કર્યું. સૌ પહેલાં સર શેઠ હકમચંદને ત્યાં આપ પારિવારિક શિક્ષક બન્યા. દિલ્હીની કેન્દ્રિય સંસ્કૃત વિદ્યાપીઠમાં પણ પ્રવક્તા તરીકે કામ કર્યું છે. આપ એમ. એ. સાહિત્યાચાર્ય છે. કુંદકુંદ પર નિબંધ લખી આપ ડોકટર પણ થયા છે. હાલ આપ શાસ્ત્રી પરિષદના અધ્યક્ષ છે. આપની તર્કબદ્ધ પ્રવચન શૈલીથી આપ અતિ પ્રસિદ્ધ વક્તા છે. જૈન દર્શનના આપ ઘણું વર્ષોથી સંપાદક છે અને સંસ્થા સમાજનાં કાર્ય કરી રહ્યા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org