SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા વિદુષીરત્ન આર્થિક શ્રી જ્ઞાનમતીજી ૧૯૩૪ ના આસો સુદિ ૧૫ ને દિવસે રાતનગરમાં અગ્રવાલ છોટેલાલજીને ત્યાં “ના” નામક બાળકને જન્મ થયેલ. મોહનીદેવીની આ લાડલી પુત્રીએ બાળપણમાં “અકલંક- નિષ્કલંક” નાટક જોયું અને બ્રહ્મચારી બની રહેવાને નિર્ણય કર્યો. અને બારાબંકીમાં આચાર્ય દેશભૂષણથી સપ્તમ પ્રતિમાનાં વ્રત લીધાં ને પછી મહાવીરજી ક્ષેત્ર પર સંવત ૨૦૦૯ ના ચૈત્ર વદિ ૧ ને દિવસે ક્ષુલ્લક દીક્ષા લઈ “વીરમતી' નામ પામ્યાં. ૨૦૧૩ નાં વિશાખ વદિ ૨ ને રોજ તેઓ જ્ઞાનમતી આર્થિકા બન્યાં. દીક્ષા ગુરુશ્રી વીરસાગરના અવસાનને કારણે આચાર્ય શિવસાગરજી સાથે છ વર્ષ રહી ધ્યાનધ્યયન કરી વિશિષ્ટ નિપુણતા અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાં કોલેજ વિદ્યાથી યશવંતકુમાર અને શ્રી મોતીચંદ શરાફને પ્રભાવિત કરી સંઘમાં પ્રવેશ કરાવ્ય જે પૈકી એક આજે વર્ધમાનસાગર નામે મુનિરાજ છે. પ્રતાપગઢમાં વર્ષાગ પૂર્ણ કરી આચાર્ય શિવસાગરજી સસંઘ મહાવીરજી આવ્યા ત્યારે સંધમાં હર સાધુઓ હતા. અચાનક આચાર્યશ્રીએ નશ્વર દેહને પરિત્યાગ કર્યો એટલે બાલબ્રહ્મચારી મુનિશ્રી ધર્મસાગરજીને આચાર્ય પદવી અપાઈ ને અનેક દીક્ષાઓ સંપન્ન કરાવી તે દિવસ ફાગણ સુદિ ૮, ૨૦૨૫ સ.ને હતો. માતાજીની અપૂર્વ સૂઝથી દિગંબર જૈન ત્રિલેકરોધ સંસ્થાનની સ્થાપના કરી છે ને તે દ્વારા “ સમ્યજ્ઞાન” માસિક પ્રગટ થાય છે ને “અષ્ટ સહસ્ત્રી ” જેવા અનેક ગ્રંથ પ્રકાશિત થયા છે. અને સંસારમાં અદ્વિતીય એવા જંબુદ્વીપની રચના થઈ રહી છે જેનું આયોજન ૨૦–૨૫ લાખનું છે. આજે જ્ઞાનની ગંગાને પ્રવાહિત કરવામાં આ માતાજીને પ્રથમ નંબર છે. ફુલ્લિકા રાજમજીતી મોટાભાગે દિલ્હીમાં ચાર્તુમાસ કરનાર શ્રી રાજમતીજીએ એક વખત હિંમતનગરમાં સને ૧૯૭૧ માં ચાતુર્માસ કરેલું. મધુર કંઠ અને સર્વ અનુયોગેના ગહન અભ્યાસ વડે તેમનું વિશિષ્ટ વ્યક્તિત્વ સહે છે. આર્થિક જ્ઞાનમતી (પોશીના-ઈડર) રામદેશના દશા હુમડ શેઠ સાંકળચંદની દીકરી નામે કંચને ગુજરાતનું નામ રાખ્યું. આચાર્ય સુમતિસાગરજીને સંઘ પિશીના ગામે આવ્યો ત્યાં કંચનબેને શુલિકાનાં વ્રત અંગીકાર કર્યા. ને તે પછી આર્થિકાપદ ધારણ કરી આજે સાચી સાથ્વીનું કઠેર જીવન વિતાવી રહ્યાં છે. ઈતર ગુજરાતી બહેને માટે તેઓ આદર્શરૂપ છે. મહિલારત્ન મગનબેન જૈનકુલભૂષણ શેઠ માણેકચંદ હીરાચંદ ભીંડર સુરત નિવાસીને ત્યાં તેમની પત્ની ચતુરબાઈની કુખે ૧૯૩૬ના પોષ વદિ ૧૦ના રોજ આ વીર મહિલાને જન્મ થયેલ. તે પહેલાં કુલકર નામની પુત્રી થયેલી તે પરલોકવાસી થયેલી. શેઠે પુત્રીને સામાન્ય શિક્ષણ આપી પરણાવી દીધી પણ પતિ ખેમચંદ અ૮૫ આયુષ્યવાળા હાઈ કુમળી કળીને વૈધવ્યનાં અસહ્ય દુઃખમાં મૂકી પરલેક ચાલ્યા ગયા. શેઠ પર વાપાત થયે પણ વૈર્યથી સહન કરી પુત્રીને પંડિતા બનાવી, ને તે જ્ઞાનનો ઉપયોગ બેને સ્વહિત અને પરહિત માટે એવો કર્યો કે એવી નારીની જોડ મળવી મુશ્કેલ છે. મગનબેનને કેશરબેન નામની પુત્રી છે તે પરીસમાં રહે છે. બેને ૧૯૦૯માં શ્રાવિકાશ્રમની સ્થાપના કરી ને તેનું સંરક્ષણ જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યું. સ્ત્રી જાતિના ઉધ્ધાર માટે તેમણે હિંદભરને પ્રવાસ કરેલો, અનેક મિટિંગોમાં, પરિષદમાં, અધિવેશનમાં પ્રવચને કરેલાં. અનેક લેખો લખ્યા, ઘણી પુસ્તિકાઓ પ્રગટ કરી વહેંચી, દેશભરનાં ઘણું અગત્યનાં સ્થળોએ પાઠશાળાઓ, કન્યાશાળાઓ, વિદ્યાલયે છાત્રાલયે ખેલ્યાં–ખેલાવ્યાં. બેને ચંપકરાય, મહાત્મા ગાંધીજી જેવા પુરુષોને પણ સંપર્ક સાધ્યો અને પ્રેરણું મેળવી. ૧૬-૭-૧૪માં શેઠશ્રી તેમના છત્ર સમાન હતા તેમને સ્વર્ગવાસ થયે છતાં તેઓ હિંમત હાર્યા નહિ અને ૭-૨-૩૦ના રોજ પરધાન ગયા ત્યાં સુધી નારીઉધ્ધારનાં કાર્યો કરતાં રહ્યાં. બ્રહ્મચારી શીતલપ્રસાદની ઘણી દૂફ તેમને મળેલી તેથી તેઓ બેવડી શક્તિ બતાવી શક્યાં. લલિતાબાઈ, કંકુબાઈ જેવી બીજી બેનેને પણ તેમણે પ્રેરણા આપી આ પુનિત કામમાં જોડેલાં. આ બધાં કાર્યોને કારણે મુંબઈ સરકારે તેમને જે. પી. બનાવેલ અને કાશીમાં જેનસમાજે તેમને “મહિલારત્નની પદવી અપેલી તેવાં મગનબેન તેમના પિતાની જેમ જૈન ઇતિહાસમાં અમર જેવાં છે. પંડિતા પદ્મશ્રી સુમતિબેન સહી આસવીળાં ચંદાબાઈ અને મહાવીરજીવાળાં કૃષ્ણાબાઈને પગલે આપે પણ વિદ્યાપ્રચારના કાર્યને જીવનનું ધ્યેય બનાવ્યું છે. સેલાપુર વિદુષી આર્થિક શ્રી વિશુદ્ધમતિજી વિક્રમ વર્ષ ૧૯૮૬માં જબલપુર શહેરમાં સિંધઈ લછમનલાલજીને ઘેર માતા મથુરાબાઈના ઉદરથી સુમિત્રા નામ ધારણ કરનાર એક બાળકીને જન્મ થયેલ. પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં લઈ સાસરીએ ગયાં પણ બે વર્ષમાં વૈધવ્યનું અસહ્ય દુઃખ પ્રાપ્ત થયું. માતા પણ ચાલી ગયાં પણ આફતમાંથી નૂતન માર્ગ મળે અને શિક્ષાને પાલવ પકડ્યો ને શાસ્ત્રી, સાહિત્યરત્ન આદિ પરીક્ષાઓ પાસ કરી અને સુગ્ય અધ્યાપિકા બની સાગર વિદ્યાલયમાં છેવટે અધિષ્ઠાતા બન્યાં. પિતાના મોટાભાઈ નીરજની ગુરુભક્તિને કારણે પૂ. બડે વણું છને સંપર્ક પ્રાપ્ત થયો અને વૈરાગ્યનાં બીજ રોપાયાં. ૧૯૬૨માં સન્મતિ સાગરછથી સાતમી પ્રતિમાનાં વ્રત લીધાં. ૨૦૨૧ ના શ્રાવણ સુદ ૭ ને દિને આર્થિકાદીક્ષા આચાર્ય શિવસાગરથી પપરાક્ષેત્ર પર લીધી ને વિશુદ્ધમતિ નામ પ્રાપ્ત કર્યું, જે આજે સાર્થક પુરવાર થયું છે. કુશાગ્ર બુદ્ધિ વડે આપે સંધમાં રહીને પણ અધ્યયનનું કાર્ય ચાલુ રાખ્યું છે અને ત્રિલેકસાગર” જેવા ગ્રંથનું સંપાદન કર્યું છે. આપની પ્રવચનશૈલી પણ હૃદયગ્રાહી છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy