SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા મુનિ પાર્થસાગરજી રહેલ છે. સંક્ષિપ્ત, મધુર, ચોટદાર, તર્કબદ્ધ વાણી વડે આપે સૌને મુગ્ધ કરી મંત્રિત કરી દીધા છે જે આપને વાશ્મિ સાબિત કરે છે. જૈનધર્મને વિશ્વવ્યાપી બનાવવામાં આપની પાસે જે આયોજન છે તે અપૂર્વ છે, અદ્વિતીય છે અને તે સફળ થઈને જ રહેશે. શ્રી ઉપાધ્યાયમાં અજિતસાગરજી આટા નજીક ભીંરા ગામે પલાવતી પુરવાલ ગોત્રમાં જયચંદ અને રૂપાબાઈને ત્યાં આ ભવ્ય આત્માને ૧૯૪૨માં જન્મ થયેલ. નામ પડયું રાજમલ. સં. ૨૦૦૦માં પ્રથમ મુનિદર્શન થયાં ને ૧૭ વર્ષની ઉંમરે સંધમાં શામિલ થઈ ગયા. ૨૦૦૨માં બ્રહ્મચારી બન્યા. અભ્યાસ વડે પંડિત, વિદ્વાન અને પ્રતિષ્ટાચાર્યની લાયકાત મેળવી લીધી. અનેક ત્યાગીઓને અધ્યયન કરાવ્યું અને કરાવે છે. ૨૦૧૮માં આ. શિવસાગરથી દીક્ષા લીધી અને અજિતસાગર નામ પામ્યા. અભીણુ જ્ઞાનારાધના વડે તેઓ પોતાની એક અનુપમ છાપ ઊભી કરી શક્યા છે ને આજે સાચા ઉપાધ્યાયનું કામ કરી રહ્યા છે. ફિરોઝાબાદ શહેરમાં ૧૯૭રને કારતક સુદિ ૨ ને રોજ રામગોપાલ અને દ્રોપદીબાઈને ત્યાં જન્મ થયેલો. ૧૯૪રમાં માતાને સ્વર્ગવાસ થયે. મુન્નાલાલને દત્તક લીધેલ છે. ૨૦૨૬ માં વતી બન્યા. ' ૨૮ માં એલક બન્યા. નામ પાડયું શીતલસાગર. વીર સવંત ૨૦૩૧ માં ડેડ મુકામે આચાર્ય સુમતિસાગરથી મુનિદીક્ષા લીધી. ઈડર અને અમદાવાદમાં ચાતુર્માસ કરી ગુજરાતને ઘણે લાભ આ. શાહપુરનું મંદિર ને જેનભવન આપની જ પ્રેરણાનું ફળ છે. આપે ઘઉંને આજન્મ ત્યાગ કર્યો છે. ૨૩-૮-૮૭ સુધીમાં દેહ છોડવાનું વ્રત પણ લીધું છે. મુનિ કુશ્રુસાગરજી (ગુજરાત) વીર સવંત ૧૯૬૪ ના ફાગણ સુદિ ૧૨ ને રોજ કડિયાદરા ગામે જન્મ થયે. હેમચંદ શેઠનાં દિવાળીબાઈ પત્નીથી થોડું અંગ્રેજી ભણ્યા, ગુજરાતી ૭ નો અભ્યાસ. આપે કડિયાદરા અને વિજયનગરમાં પાઠશાળા સ્થાપી તેને આર્થિક રીતે સધ્ધર બનાવી છે. ગામની હાઈસ્કૂલ-દવાખાના વગેરે સંસ્થાઓમાં તન, ધન અને મનથી સેવાઓ આપી. ઘણું ત્યાગીઓના સંપર્કમાં રહ્યા. તીર્થરાજની છ વાર યાત્રા કરી. બધાં જ વ્રત કરી ચૂક્યા છે, ઘરડી ઉંમરે પણ ઉદ્યાપન પણ કરાવ્યાં. ૨૦૩૨ માં સંપત્તિ અને કુટુંબને તજી કુલ્લક દીક્ષા પિતાને ગામ લીધી. ઋષભદેવમાં અલેક થયા અને તારંગા ક્ષેત્ર પર કારતક સુદિ ૧૫ ના રોજ મુનિ બન્યા. વિદ્યારત વ્યવહારકુશળ આચાર્ય સમનીભદ્રજી યુવાયોગી ઉપાધ્યાયશ્રી ભરતસાગરજી ૨૦૦૬માં જન્મેલા છોટેલાલના પિતાજીનું નામ છે કિસનલાલ ને માતા છે ગુલાબીબાઈ. ગામ લેહારિયા. ૧૯૬૮માં ગૃહત્યાગ કર્યો. ૬૯માં ક્ષુલ્લક દીક્ષા થતાં શાંતિસાગર નામ મળ્યું. ૧૯૭૨માં મુનિ થતાં ભરતસાગરજી બન્યા. અભ્યાસ કર્યો. આગમજ્ઞ બનતાં ૧૯૭૯માં આચાર્ય તથા સકલસંઘે ઉપાધ્યાયની પદવી અર્પિત કરી. સાધુ થતાં જ ઉપસર્ગ આવેલે પણ તેના તેઓ અજબ રીતે વિજેતા બનેલા તે તેમની બૈર્ય અને સહિષ્ણુતાના ગુણોની સાબિતી છે. સારા વકતા, શાંત સ્વભાવી અને એકાંતમાં જ્ઞાનારાધના કરનાર કુમાર ભેગી તરીકે સંગતિ કરવા જેવા છે. કરોડપતિમાંથી અકિંચન સુબુદ્ધિસાગરજી જન્મ પ્રતાપગઢમાં સંવત ૧૯૫૭માં થયેલ. સંઘપતિ ઘાસીલાલ પૂનમચંદને ત્યાં જેમણે આચાર્ય શાંતિસાગરજીને સસંધ સમ્મદ શિખરજીની યાત્રા કરાવી ને અપૂર્વ ધર્મ પ્રભાવના કરી હતી. તે સંઘમાં આપ પણ સાથે હતા. માતાનું નામ નાનીબાઈ. લૌકિક શિક્ષા દસમી સુધી કરી છે પણ આપ ખૂબ મોટા વેપારી હતા. લાખની સાહ્યબી ને વૈભવ છોડી આપે સં. ૨૦૨૪માં ક્ષુલ્લક દીક્ષા લીધી ત્યારે જે જુલુસ ઉદેપુરમાં નીકળેલું ને અપૂર્વ હતું. બીજે જ વષે આચાર્ય શિવસાગરજી દ્વારા આપે સલુમ્બરમાં મુનિદીક્ષા લઈ લીધી. આપે નમક, તેલ, દહીંને જીવનભર ત્યાગ કર્યો છે. ભારે શ્રીમંત કુટુંબના નબીરા હોવા છતાં આપ ચરિત્રમાં પકકો છો અને ધ્યાન અધ્યયન સિવાય બીજી લપસપમાં પડતા નથી. સ્વાધ્યાય વડે શ્રતજ્ઞાનની સારી પકડ પ્રાપ્ત કરી છે. ભેગી લેકે માટે આપ આદર્શ દૃષ્ટાંતરૂપ છે, તા. ૨૭-૧૨-૧૮૯૧ માં કરમાલી ગામે આપને જન્મ થયેલ. પિતા કસ્તુરચંદ અને માતા કંકુબાઈએ આપને સોલાપુરમાં પ્રાથમિક શિક્ષા અપાવી. પછી તે આપ બી. એ. થયા. ધાર્મિક શિક્ષણ જયપુરમાં લીધું અને ૧૯૫૨ માં વર્ધમાનસાગરથી મુનિદીક્ષા લીધી. સાધનાસ્થળ કુંભોજ છે, જ્યાં ગુરુકુળમાં ૬૦૦ છાત્રો અભ્યાસ કરે છે. આ જગ્યા નવીન તીર્થ બની ગયેલ છે. તે ઉપરાંત બીજા ૧૫ જેટલાં વિદ્યાધામો ઊભાં કર્યા છે. દક્ષિણને જૈન ધર્મમાં દઢ રાખવાનું ભગીરથ કાર્ય આપે કર્યું છે. મૂળ તે આપ ઈડર સ્ટેટના વતની પણ મહારાષ્ટ્રમાં આપના દાદાએ ગયેલા તેથી ગુજરાતી મટી ગયા જેવા છે. આપ પંડિત દેવચંદ નામે ખ્યાત હતા. આજે આપની પ્રેરણાથી લાખના ફંડવાળી ઘણી સંસ્થાઓ ચાલે છે. હાલના તીર્થક્ષેત્ર કબિરને સધ્ધર કરવામાં આપને વરદ હાથ કામ કરી રહ્યો છે. મુનિશ્રી આર્યનંદીજી આપના શિલ્પ છે. તેમણે ૧ કરોડનું ફંડ એકત્ર કરવાની પ્રેરણું આપી તેમાં આપને જ ફાળે મુખ્ય છે. આપે અપૂર્વ કામ કરી ઘણાને જીવતદાન આપ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy