________________
વિશ્વની અસ્મિતા.
સ્વર્ગવાસ થયેલ. પિતાનું નામ કાલિદાસ–માતા ઉજમબાઈ – રાજકોટના વતની. શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાય છોડી તેઓ દિગં- બર બનેલા. સ્વાધ્યાયના બળ ઉપર આપે અનેક ગ્રંથનું સંપાદન કર્યું અને સ્વતંત્ર ગ્રંથની રચના પણ કરી છે. એક વખત આપ સોનગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા પણ સૈદ્ધાંતિક મતભેદ થતાં આપે સોનગઢના એકાંતને ખૂબ વિરોધ કરેલ. આપની પ્રવચન શલી ઘણું જ આકર્ષક અને વ્યવસ્થિત હતી.
દીક્ષાઓ આપી ધર્મ પ્રચારના કામમાં ઘણે વેગ આપ્યો છે. આપની પ્રતિભાથી પ્રેરિત થઈ ઘણાએ નાનાં મોટાં વિધવિધ વ્રતો અંગીકાર કરી સ્વજીવન ધન્ય બનાવ્યું છે. સન્માર્ગ દિવાકર કરુણામૂર્તિ આચાર્ય વિમલસાગરજી
આચાર્ય શિરોમણિ પૂજ્ય ધર્મસાગરજી
શ્રી ચિરંજીલાલને જન્મ ટાંક પાસે ગંભીર ગામે ૧૯૭૦ ના પોષ સુદ ૧૫ને રેજ, શ્રી બખ્તાવર લાલજીનાં પત્ની ઉમરાવબાઈની કુખે થયેલો. તેઓ ખંડેલવાલ છાવડા છે. લૌકિક શિક્ષા સામાન્ય છે. શાસ્ત્રીય જ્ઞાન ચારે અનુયોગોનું છે. આચાર્ય ચંદ્રસાગરજીના ધર્મઉપદેશથી આપે ફુરામાં ૨૦૦૮માં આચાર્ય વીરસાગરજીથી મુનિદીક્ષા લીધી. મહાવીરમાં પંચકલ્યાણકના પ્રસંગે સંવત ૨૦૨૫માં આપને આચાર્યપદ પ્રાપ્ત થયું. આપે અત્યાર સુધી ૨૬ મુનદિક્ષાઓ આપી છે અને મુલક – એલક અને આર્થિકાઓની સેંધણી દીક્ષા આપને વરદ હસ્તે થઈ છે, આપ શાંત પરિણમી સાચા સાધુ છે, મૌન અને માળા તે આપના પ્રિય વિષયો છે. સૌથી ઓછો આદેશ આપનાર આચાર્ય આપ જ છો. આ. શિવસાગરના બહ૬ સંધને આ૫ આજ સંભાળી રહ્યા છે. દિલ્હીમાં ચાતુર્માસ વખતે ૬૦ કરતાં વધુ પીંછી હતી જે સર્વ સંધ આપની શીખાને નેતૃત્વને માનતા હતા તેવી આપની પવિત્ર છાપ છે. ભોળાના ભગવાનના ન્યાયે આપની સાધુચર્યા શુદ્ધ અને આત્મલક્ષી હોઈ તે આપને ઉત્તમ સદ્દગતિ અપાવશે જ. ઋજુતાની મૂતિ આપને નમસ્કાર હો.
આચાર્યરતિ શ્રી દેશભૂષણજી મૈસૂર પ્રાંતમાં આપનો જન્મ સં. ૧૯૬૦માં કોથલી ગામે થયેલ. માતાનું નામ અાવતી અને પિતાનું નામ શ્રી સત્યગૌડ. આપનું નામ બાલગૌડ હતું. ત્રણ માસના થયા ત્યાં માતાને ચિર વિયોગ થયો અને પિતાજી પણ તેમને બારમા વધે છોડીને ચાલ્યા ગયા. આપે આચાર્ય પાપસાગરથી પાક્ષિક શ્રાવકનાં વ્રત લીધાં ને પછીથી શ્રી જયતિ મુનિરાજ પાસે સપ્તમ પ્રતિમા ગ્રહણ કરી. થોડા જ સમય બાદ રામટેક ક્ષેત્રપદ એલપદ ધારણ કરી દેશભૂષણ નામથી વિચરવા લાગ્યા. અંતે કંથલગિરિ ક્ષેત્રે નગ્ન દિગંબરી દીક્ષા લઈ લીધી. સુરત- માં આ૫ આચાર્ય બન્યા ને દિલ્હી સમાજે આચાર્યરતનની પદવી અર્પણ કરી, આપે અનેક નિર્માણકામ કરાવ્યાં છે. – આયોધ્યાની પ્રતિષ્ઠા, ખાનપાની ચૂલિકા, કેથલીની શાંતિગિરિ અને ગુરુકુળ વગેરે તેનાં પ્રતીકે છે. ગ્રંથરચનામાં આપ અજોડ છે. કર્ણાટકી હોવા છતાં આપને હિંદીભાષા પર કાબૂ અદ્ભુત છે. આપે અનેક શિલ્પને
એટા જિલ્લાના કેસમા ગામે ૧૯૭૩ના આસો વદિ ૭ ના રેજ કટોરીબાઈને પેટે ચરિત્રનાયકને જન્મ થયેલ. પિતાનું નામ બિહારીલાલ. નામ પાડયું નેમીચંદ. મોટેચા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. અધ્યાપનનું કામ કર્યું. સાધના ને તપાચરણથી કેટલીક વિશિષ્ટ શક્તિઓ કેળવી. વૈદ્યવિદ્યા પણ પ્રાપ્ત કરી. સાહસવીર હેઈ સાઈકલ પર શિખરની યાત્રા કરી. આ. વીરસાગરજી પાસે ૭મી પ્રતિમાનાં વ્રત લીધાં. ૨૦૦૭માં આચાર્ય મહાવીરકીર્તિ એ ભુલક ઋષભ સાગર બનાવ્યા. ઘેડા જ સમયમાં સુધર્મ સાગર એલક થયા. અને ૨૦૦૯માં સમાગિરિ પર મુનિદીક્ષા લીધી. ૨૦૧૮ માં ટૂંડલા ચાતુર્માસ વખતે આચાર્યપદથી વિભૂષિત બન્યા. ઘી, નમક, તેલ અને દંહીના આજીવન ત્યાગી છે. અનેક ઉપવાસ દ્વારા ઘણાંખરાં વત કરી લીધાં છે. રોજની ૨૦૦ જેટલી માળા ફેરવે છે. વાત્સલ્યમૂતિ હાઈ કરુણાસાગર સમું વર્તન છે. વયોવૃત્તમાં પાકા છે. ૧૯૬૭માં ઈડરમાં ચાર્તુમાસ કરેલું આ વર્ષ નીરામાં બિરાજે છે. દૂરદર્શનનું જ્ઞાન છે. નિમિત્તજ્ઞાની હોઈ અને મંત્રતંત્રના જ્ઞાતા હોઈ ભકતને અને રોગીઓનાં ઝુંડ તેમને વળગેલાં દેખાય છે. ૨૦૦૭થી અત્યાર સુધીમાં ૩૧ ચોમાસા વિતાવી સર્વત્ર ધર્મપ્રભાવના કરી છે. તેમણે ૨૨ મુનિ દીક્ષા, ૧૬ આર્થિક દીક્ષા, બે એલક દીક્ષા, ૧૦ શુલ્લક દીક્ષા અને ૧૦ મુલ્લિકા દીક્ષાઓ આપી છે. સન્માર્ગ દિવાકર જેવી અનેક પદવીઓથી સમાજે તેમને નવાજ્યા છે. પરેપકાર તેમને જીવનમંત્ર છે. વીસપંથી આજ્ઞાથના પાકા પક્ષપાતી છે. ગંદકને પ્રાણધાર માને છે.
આચાર્ય સુમતિસાગરજી
મુરના વિભાગમાં શ્યામપુર ગામે ૧૯૭૪ અષાડના સુદિ ૪ ને. રોજ જન્મ થયેલ. ૨૦૨૫માં મહાવીર જયંતીના દિવસે આપે એલકદીક્ષા લીધી. ૨૦૩૦માં આચાર્ય વિમલસાગરજીની આજ્ઞાથી આચાર્ય બન્યા. આપ છિદ્ભુલાલ તથા વિરાંજાદેવીના લાડલા પુત્ર નથીલાલ હતા. આપને ચાર ભાઈ તથા એક બેન છે. આપની પત્નીનું નામ રામશ્રીદેવી હતું તેમનાથી આપને બારેલાલ અને ભાગચંદ એમ બે પુત્ર પ્રાપ્ત થયા ને બે પુત્રીઓ પણ થઈ. આપને બચપણમાં ડાકુ ઉપાડી ગયેલ પણ ત્યાંથી ચાલાકીથી આપ ભાગી આવેલ જે આપની હિંમત અને નિર્ભીકતા દર્શાવે છે. વિના આહાર લેતા સાધુને જોઈ આપે શકિજલને ત્યાગ કરેલો અને પછી તે વૈરાગ્ય વધતાં આપે મુનિદીક્ષા લીધી, આપે ઘણાને વ્રતાદિ દીધાં અને દીક્ષિત શિલ્પની સંખ્યા પણ મોટી છે. વીર સંવત
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org