SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા તે આજે પણ તે દિવસે રત્સવ થાય છે. અનેક ગ્રંથ લખીને પ્રગટ કર્યા છે. શ્રુત જ્ઞાનને પ્રચાર કરવામાં અજોડ કાર્ય કર્યું છે. આપના ભાઈ પંડિત લાલારામજીએ આપની સ્મૃતિમાં બીજી પ્રતિમાનાં વ્રત ગ્રહણ કરેલાં. તેઓ પણ મેટા ટીકાકાર તરીકે પ્રસિદ્ધ લેખક હતા. આચાર્યશ્રી બીજા ભાઈ પંડિત મખ્ખનવાલ પણ મોટા વિદ્વાન હતા. ને આર્ષમાર્ગના કટ્ટર સંરક્ષક હતા. કર્યું અને તે જ ગુરુ દ્વારા ૧૯૭૭માં મુનિદીક્ષા અંગીકાર કરી અને શાંતિસાગરજી નામે પૂજ્ય બન્યા. ત્યારબાદ આપને આચાર્ય પદ અર્પણ થયું ત્યારે આપના સંધમાં ૧૦ મુનિ ને એલક, ક્ષુલ્લક વગેરે હતા. પછી શેઠ ઘાસીલાલ પૂનમચંદની વિનંતીવશ આપે સમ્મદશિખરની યાત્રા કરી ને ઘણી પ્રભાવના કરી. વળતાં આપે દિલ્હીમાં ચાર્તુમાસ વિતાવી, વિહાર કરતાં કરતાં સંઘ સેનાગિરિ ક્ષેત્ર પર આવે જ્યાં ચંદ્રસાગર અને કુથુસાગર નામના બે મુનિ બન્યા. આપના જીવનકાળમાં લગભગ ૬૦૦-૭૦૦ શિષ્યોએ આપને ગુરુ પદે સ્થાપ્યા. આમ વર્તમાનમાં જેટલા સાધુ છે તેના આ ૫ આઘગુરુ છે. મુનિ માર્ગને પુનઃ સ્થાપિત કરવાનું તમામ શ્રેય આપને છે. મુનિ અવસ્થાનાં ૩૫ વર્ષમાં આપે જે કાર્ય કર્યા છે ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાશે. જિનવાણુને જીર્ણોદ્ધાર કરાવ્યો. સરકારી કાનૂન સામે આમરણ અનશન કર્યા ને વિજય મેળવ્યો. છેવટે ૩૬ દિવસની સલેખને ધારણ કરી કુથલગિરિ પર્વત પર હજારોની – મેદનીને મૂકીને ૨૦૧૨ના ભાદરવા વદિ ૨ ને સવારે સાત વાગે ફાની દુનિયાને આપે ત્યાગ કર્યો અને દિવંગત થયા. સામાધિ અપૂર્વ અને અજોડ હતી. જૈય અને શાંતિનું સાચું સ્વરૂપ સૌએ તેઓશ્રીમાં નિહાળ્યું. ધન્ય છે. એ આચાર્ય પ્રવરને. - . આચાર્ય કુશ્રુસાગરજી મહારાજ વિઠદ્ર વર્ય, ચારિત્ર ભૂષણ, તનિધિ, જગદદ્ધારક નિગ્રંથ મહર્ષિને બેલગામ જિલ્લાના એનાપુરમાં જન્મ થયેલ. સાતપ્પા અને સરસ્વતીના આ પતા પુત્રનું નામ રામચંદ્ર હતું. ૨૫ વર્ષ સુધી તેઓ ઘરમાં રહ્યા. તેમના સસરાએ તેમને ઘરજમાઈ રહેવા ઘણું કહ્યું પણ તેમને સાંસારિક સંપત્તિને મેહ ન હતા તેથી આ શાંતિસાગરજી પાસે બ્રહ્મચર્ય વ્રત લઈ લીધાં. ને શ્રવણ બેલગોલામાં ક્ષુલ્લકદીક્ષા લીધી ને પાર્શ્વકીર્તિ નામ ધારણ કર્યું. ત્યારબાદ કુંભાર ક્ષેત્ર પર એકપદ લીધું. ફુલ્લક જ્ઞાનસાગરજી પાસે ન્યાય અને વ્યાકરણને અભ્યાસ કર્યો ને પારંગત વિધાન બન્યા. શીઘ્ર કવિ, મધુર વકતા અને બહુશ્રુત લેખક તરીકે જૈનસમાજમાં તેઓ પ્રસિદ્ધ છે. સોનાગિરિક્ષેત્ર પર તેઓએ મુનિદીક્ષા લીધી. આપે સ્વપુરુષાર્થથી વિદ્યા પ્રાપ્ત કરીને સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથની રચના કરી છે. અને આપના નામની એક ગ્રંથમાલા સેલાપુરમાં હાલ ચાલે છે. આપની વકતૃત્વ શક્તિ અને ચારિત્રની શુદ્ધતાને કારણે અનેક રાજા-મહારાજા એ આપને ગુરુપદે સ્થાપ્યા હતા. આપે જે ધર્મ પ્રભાવના કરી છે તે અજોડ છે. સં. ૨૪૬૪માં આપે ઈડરમાં ચાઈમાસ કરેલો ને ત્યાંથી ગિરનારને યાત્રાસંધ કઢાવેલ. તારંગા ક્ષેત્ર પર માનથંભ આપના ઉપદેશનું જ ફળ છે. વડોદરાના દીવાન કૃષ્ણમાચાર્યના પ્રમુખપદે આપે વિશ્વધર્મ પર અદ્વિતીય પ્રવચન આપેલ ને જૈનધર્મની સારી છાપ પાડેલી. આપને સ્વર્ગવાસ નાની વયમાં થયે તે એક કમનસીબી છે. આચાર્ય શ્રી વીરસાગરજી ઔરંયાબાદના ઈરગાંવમાં શેઠ રામસ્વરૂપની પત્ની ભાગ્યવતીને પેટે આપને ૧૯૩૩ના અષાડ સુદ ૧૫ ને રોજ જન્મ થયેલ. નામ હતું હીરાલાલ. આપને એક મોટાભાઈ પણ હતા. માતાપિતાને સ્વર્ગવાસ થતાં વૈરાગ્ય જ ને સં. ૧૯૭૮ ના અષાડ સુદ-૧૧ ને રાજ આપ બાલબ્રહ્મચારી બન્યા. ૧૯૮૦ માં સુલ્લક દીક્ષા લીધી. અને ૮૧ ના આસોમાસમાં મુનિદશા ધારણ કરી. આપે પિતાના ગુરુ સાથે સમસ્ત ભારતમાં વિહાર કર્યો અને અનેકને વ્રતી બનાવ્યા. આપનું પ્રથમ ચોમાસુ ઈડરમાં થયેલું. આપને સં. ૨૦૧૨ માં આચાર્ય પદથી નવાજ્યા. ૨૦૧૯ માં જયપુરનગરીમાં સ્વર્ગવાસ થયો. સ્વ. આચાર્ય સુધર્મસાગરજી આગ્રા પાસે ચાવલીમાં સં. ૧૯૪૨માં સુગંધ દશમીને દિવસે આપે આ દુનિશામાં પ્રવેશ કર્યો. નામ નંદલાલ હતું. આપે મથુરા અને મુંબઈમાં અભ્યાસ કરી શાસ્ત્રી પદવી મેળવી. આ૫ - શ્રેષ્ઠ વકતા, ઉત્તમ લેખક અને બાહોશ ટીકાકાર હતા. ૧૯૮૪ માં સમેદશિખરજી પર આપે બ્રહ્મચર્યનાં વ્રત લીધાં. આપે ઈડરમાં અધ્યાપનનું કાર્ય કરેલું. આપનું ક્ષુલ્લક તરીકે જ્ઞાનસાગર નામ હતું. આપે ગજકંથા, દિલ્હી વગેરે જગ્યાએ પ્રતિષ્ઠા કરાવેલી. આપે સંધના સર્વ ત્યાગી ને સંસ્કૃત, ન્યાય વગેરેને અભ્યાસ કરાવેલ. પ્રતાપગઢમાં પંચકલ્યાણક સમયે આપે મુનિદીક્ષા લીધી ને નામ રાખ્યું સુધર્મસાગર. ઝાબુઆ ગામે ૧૯૯૫ માં આપને સમાધિપૂર્વક વર્ગવાસ થયે. શબની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી ને ત્યાં સમાધિછત્રા બની - સ્વ. આચાર્ય શિવસાગરજી જન્મ સવંત ૧૯૫૮ માં નેમીચંદ શેઠને ત્યાં દગડાબાઈની ફખે ઔરંગાબાદના અડગાંવમાં થયો હતો. આપનું નામ હીરાલાલ હતું. પ્રાથમિક શિક્ષણ મરાઠી સાતમી સુધી લીધેલું. આ લૌકિક શિક્ષણના ગુરુ પણ હતા હીરાલાલ ગંગવાલ; જેઓ પછી આચાર્ય વીરસાગર થયેલા ને ચરિત્રનાયકના દીક્ષા ગુરુ બનેલા. આપને બે બહેન અને બે ભાઈ હતા. માતાપિતા પ્લેગની બીમારીમાં આપને તેર વર્ષના મૂકી ફાની દુનિયા છોડી ચાલી ગયેલાં. તેથી બચપણમાં થી જ ઘરની જવાબદારી આપને માથે પડેલી. પૂર્વભવના સંસ્કારવશ નાનપણથી જ ભેજનશુદ્ધિના અતિ આગ્રહી હતા કે પિતાની ફઈના ઘેર પણ જમતા નહિ ને પરિણામે ફેઈએ શદ્રજલને ત્યાગ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy