SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૬ વતનમાં પાછા ફર્યાં. ઈ.સ. ૧૫૩૪માં નવા પાપે એને આગ્રહભેર સિસ્ટાઈન ચેપલનું ચિત્રકામ સાંખ્યું. આ ચેપલની પૂર્વ દિશાએ આખીય ભીંત રોકી લેતું ધ લાસ્ટ જજમેન્ટ' – ‘ અંતિમ ન્યાય’ નામનું માઇકલનું અમર સજ્જન છે, જેમાં ખીચાખીચ પાત્રો અને ખાઇબલમાં આવેલી અનેક ખાખતાને સમાવેશ થાય છે. ૧૫૩૬ થી ૧૫૪૧ સુધીની જિંદગી તેણે આ ચિત્ર પર ખચી. આ ચિત્રખડાના સિમીલ' ‘ આદમના જન્મ ' વગેરે પણ જાણીતાં છે. ૧૫૪૫માં તેણે જુ લયન સમાધિનું કામ પૂરુ કર્યુ. પછી પાપે રામના વિશાળ ચ સેન્ટ પીટર્સ'ને પૂર્ણ કરવા મુખ્ય સ્થપતિ તરીકે નિમણૂક કરી, જો કે આ કાર્ય પૂરું થાય તે પહેલાં આ મહાન કલાકાર ૧૫૬૪ માં મૃત્યુ પામ્યા. લૉરેન્સમાં સેટ લોરેન્સના ચમાં દિવસ-રાત ઉષા-સધ્યા નામક ચાર મૂર્તિએ માઇકલ એન્જેલેાએ તૈયાર કરી છે. તેમાં રાત્રિની પ્રતિમા ~~~ ‘ મેડિસી ચેપલ ’ પણ અદ્વિતીય અને અવનીય ગણાય છે. માઇકલ એન્જેલા આરસની કાતરણીમાં એટલા બધા પ્રવીણ હતા કે તે પાંદડાની ઝીણી ઝીણી નસાને પણ ખારીકાઈથી શિલ્પમાં ઉતારી શકતા. વિવિધ જ્ઞાનસપુત્ત્ત આ કલાકાર ની કાવ્યકૃતિઓની ગણના પણ ઇટાલિયન કાવ્યરત્નામાં થાય છે. માઇકલે તેલ રંગામાં ચિત્રકાર્ય કરેલુ છે. જોકે તેનાં ચિત્રો જુઓ કે શિલ્પા જુએ તેમાંથી માનવ દેહને એન્જેલાએ કરેલા સૂક્ષ્મ અભ્યાસ નજરે તરી આવે છે. ચિત્રકળામાં છાયા-પ્રકાશનું પણ સફળતા પૂર્ણાંક આયાજન કરનાર આ શિલ્પી-સ્થપતિ ને ચિત્રકારની ત્રિમુખી પ્રતિભા ધરાવતા માઇકેલ દુનિયાના કડવા અનુમા, હરીફ઼ાની કનડગતને કડવાશથી પેાતાના પર અસર થવા દીધા સિવાય કઈ રીન આગળ વધી શકાય એના જવલંત ઉદાહરણ સમાન છે. ટીશિયન− (ઇ.સ. ૧૪૭૭–૧૫૭૬ ) ઇ.સ. ૧૪૫૩માં કોન્સ્ટેન્ટીનેપલ (ઈસ્ત ભૂલ ) તુર્કીના હાથમાં ગયુ' જેથી ત્યાંના ગ્રીક કલાકારા, વિદ્વાના, સાહિત્યકારા, તત્ત્વજ્ઞાનીઓ વગેરે ત્યાંથી નાસી છૂટથા ને કેટલાક ઈટાલીમાં આવ્યા ને વેનિસ, ફ્લોરેન્સ વગેરે સ્થળાએ વસ્યા ને જુદાં જુદાં ક્ષેત્રોમાં જાગૃતિ આણી તે પુનરુત્થાનકાળના એક કલાકાર તરીકે ટીશિયનની ગણના થાય છે. Jain Education Intemational વિશ્વની અસ્મિતા ટીશિયને તેની પેાતાની મૌલિક ર‘ગપદ્ધતિ અમલી બનાવી. તેના રંગે ખૂબ આકર્ષીક રહેતા, વળી તેણે અંત સુધી જાળવી રાખેલી રંગપદ્ધતિમાં તે કેન્વાસ ઉપર પ્રારંભમાં રંગનાં આછાં ટપકાંએ ઉપસાવીને હળવે હળવે રંગના પડને ઘટ્ટ બનાવતા, આથી ચિત્રોમાં છાયા પ્રકાશ લાવવાની સગવડ ઉત્પન્ન થતી. પશ્ચાદ્ભને ઘેરા રંગે રંગી માત્ર વ્યક્તિત્વને મહત્ત્વ આપીને તેનેા ઉઠાવ લાવવામાં તે વિખ્યાત હતા. તેનાં વ્યક્તિચિત્રો ખૂબ જ પ્રસિદ્ધિ પામેલાં છે. ધ્રાંત તરીકે ‘ચૂક ઓફ નારફાક' તથા ‘ઈસાબેલાએ ક્ પોર્ટુગાલ' ને ગણાવી શકાય, વળી વિનસ એન્ડ ધિ ફ્લ્યુટ પ્લેયર ' પશુ તેનું જાણીતુ' ચિત્ર છે. ચિત્રકલાના ક્ષેત્રે પુનરુત્થાનની કેડીએ પગ મૂકવામાં ટીશિયનને અગ્રેસર ગણાવી શકાય. રાફેલ ( રફાયેલ ) ( ઈ.સ. ૧૪૮૩-૧૫૨૦ ) રાફેલ, યુરોપના કલાના પુનજાગરણુના મહાન પ્રતિનિધિ હતા. તે માઇકલ અને લિયાનાની ખરાખરીમાં ઊતરે તેવા ચિત્રકાર હતા, જો કે તેના પિતા પશુ અચ્છા કલાકાર હતા એટલે પુત્રને પણ પ્રેરણા અને વારસા મળી જ રહેતે ? સાળ-સત્તર વર્ષની વયે તે સિદ્ધિપ્રસિદ્ધિને વરેલા રાફેલનાં ચિત્રો વખણાયાં. જનતા તેને દૈવી ચિતારા ' તરીકે ઓળખતી પણ આ મહાન ચિત્રકારને તેનુ અભિમાન નહેતુ, રાફેલના સમય સુધીના ચિત્રકારો ફક્ત પરંપરાગત રીતે આગળ ધપતા હતા, માત્ર ધાર્મિ ક વિષયાનાં ચિત્રાનું જ સર્જન કરતા હતા પણ આ ચીલેા બદલવાનું શ્રેય રાફેલના ફાળે જાય છે. ‘સ્કૂલ ઑફ એથેન્સ' નામનું ચિત્ર જ્યારે રાલે પેપ જુલિયસને ખતાવ્યુ. ત્યારે તેઓ આન વિભાર ખની ગયા અને વેટિકન પેલેસની ભીતા પર અન્ય વિખ્યાત કલાકારાનાં ચિત્રો દોરેલાં હતા, તેમને રદ કરાવી બધે જ રાફેલનાં ચિત્રો દેરાવ્યાં. આ જ રીતે તેણે વેટિકન મહેલમાં પણ અનુપમ ચિત્રો તૈયાર કરેલાં છે તેા શાન્તામેરીયાના ચેપલમાં રાફેલનાં ચિત્રો તેની શક્તિ અને પ્રીતિનાં પ્રતીક સમા છે. આમાં રાફેલે વડા પાપની કચેરીને પેાતાનુ` કલાકેન્દ્ર બનાવ્યુ, જો કે તે ચિત્રકાર ઉપરાંત સ્થપતિ પણ હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy