________________
-સંદર્ભગ્રંથ ભાગ-૨
કર્યું. ત્યારે આશ્ચર્યચકિત બનીને અનાદિકાલીન જિનવચન સત્ય છે તેમ સૌ માનવા લાગ્યા. સોયની અણી ઉપર મૂકેલા બકાટાના એક સૂશ્ચિમ ભાગમાં અનંત જીવરાશિ ભરેલી પડી છે એમ સર્વજ્ઞાએ કહ્યું છે. આમ સર્વત્ર જીવ, જીવ અને જીવે છે ત્યાં અહિંસા કેવી રીતે પાળવી તેવો પ્રશ્ન થયા વિના રહેતો નથી. પણ તેનું એ જ્ઞાનીઓએ સંતોષકારક સમાધાન કર્યું છે. હિંસા–સંક૯૫, કપાય અથવા પ્રમાદવશ જે જે ક્રિયાઓ થાય તે બધામાં જીવ મરે કે ન મરે છતાં હિંસા છે. દરેક જીવ પિતાનું નિયત આયુ લઈને જન્મે છે તેથી પરમાથે તે કાઈથી ભરાઈ શકતા નથી. પણ તેને મારવાના ભાવ કરનારને ભાવહિંસાનું પાપ લાગ્યા વિના રહેતું નથી. દસ પ્રકારના પ્રાણુ શાસ્ત્રોમાં ગણાવ્યા છે તે પૈકી એકાદ પ્રાણુને ઘાત કરવો તેને પણ દ્રવ્યહિંસા કરી કહેવાય. એટલે તે એકેન્દ્રિય કરતાં બે ઈન્દ્રિયવાળા જીવના ઘાતમાં ને તે પછી ઉત્તરોત્તર વધુ ઇન્દ્રિયેના ધારકના ઘાતમાં વધુ ને વધુ પાપ છે. એટલે કંદમૂળ કરતાં આચાર, મુરબા અને અથાણુમાં વધુ હિંસા ને અધિક પાપ છે. આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રમાં – “ પ્રમત્ત ગાત પ્રાણુ વ્યપરાપણું હિંસા” એવી વ્યાખ્યા એટલા માટે જ કરી છે. સાવધાનીપૂર્વક ઈર્ષા સમિતિ પાળીને ચાલનારના પગતળે કેઈ જીવ દબાઈ 'મરી જાય છતાં તેને હિંસક કહ્યો નથી અને તે અબંધક જ છે.
જ્યારે અયત્નાચારપૂર્વક ગમન દ્વારા કેઈપણ જંતુનો નાશ ન થવા છતાં તેને પાપને ભાગીદાર ગણાવ્યો છે. આ છે હિંસા-અહિંસાની રુકમ પ્રરૂપણું. દાક્તર પેટ ચીરે છે ને તે ક્રિયામાં દદી કદાચ મૃત્યુને શરણે પણ જાય છે કે દાકતર ઘાતક નથી. શિકારી બંદૂક ચલાવી ગોળી છોડે તે દરમ્યાન પશુપક્ષી પલાયન થઈ જતાં મૃત્યુ ભયથી બચી જાય છે છતાં શિકારીને હિંસાનું પાપ ચેટે છે. આ છે ન્યાયની વ્યાખ્યા, જે પરમ જ્ઞાનીઓના અગાધ જ્ઞાનની પરા કાછા સૂચવે છે. દ્રવ્યપ્રાણને વિચ્છેદ થાય કે ન થાય તે પણ જયાં ભાવપ્રાણુ બગડ્યા ત્યાં સ્વહિંસા થઈ ગઈ જ, પરહિંસા કરનારા અનેક છતાં તેનું કડવું ફળ એકને ભેગવવું પડે અને હિંસાનું કૃત્ય કરનાર એક હોય છતાં તેનાં માઠાં ફળ અનેકને ભાગે આવે તેવા દાખલા ઘણું છે. તેથી તે અહિંસાના વતી માટે વાડ સમાન પાંચ ભાવનાઓની પ્રતિસેવન કરવાની આચાર્યોએ શીખ આપી છે. વચનગુપ્તિ, મને ગુપ્તિ, ઈર્ષા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને આલેકિત પાન-ભોજન આદિ ભાવના ભાવનાથી અહિંસા વ્રત સુદઢ અને સંગીન બને છે. આહાર ગ્રહણમાં ૪૬ દેષ, ૩૨ અંતરાય અને ૧૪ મલદેષ ટાળીને ઉદરપૂર્તિ કરવાની આજ્ઞા – અહિંસાને કાજે જ છે. પાંચ પ્રકારનાં પાપોમાં હિંસા એ સર્વને શિરમોર છે. તેને ત્યાગ થતાં ઇતર પાપે સ્વયં વિલયને પામે છે.
અહિંસાની આરાધના કરતાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિ. ‘ગ્રહ આપમેળે સધાય છે. અહિંસાની સાધનાને સંપૂર્ણપણે સફળ અનાવવી હોય તો સાધક તેના વધ, બંધ, છેદ, અતિભારારે પણ અને અન્નપાન નિષ એ પાંચ અતિરા પણ આચરાય નહિ
તેની સાવચેતી રાખવી જરૂરી છે. દિલ દુભાવવું, ઊંચા સાદે બેલવું, કટુ વચન કહેવું, હાસ્ય કે મશ્કરીમાં પણ અઘટિત આચરણ થઈ જવું તેને પણ સુરોએ હિંસા કહી છે ને તેના મંદ કે તીવ્રપણુ સાથે કર્મનો સ્થિતિબંધ કે અનુભાગ બંધની મંદતા કે તીવ્રતા જોડાયેલી છે એટલે હરેક પળે છે એ સાવધાની પૂર્વક, નિયમબદ્ધ રીતે વર્તવું તે તેના હિતની વાત છે. કારણ કે હિંસા ન કરવા છતાં જે હિંસાથી વિરક્ત થઈ હિંસાને ત્યાગ ન કરે, વૃતાદિ, નિયમાદિ ન ગ્રહણ કરે છે તે રાતેલી બિલાડીની સમાન સદાકાળ હિંસક જ છે.
શાસ્ત્રકારોએ પરિણામ યાને ભાવ ઉપર હિંસા-અહિંસાને મદાર બાંગે તેથી મિથ્યાતકવાદી દલીલ કરવાનું કે પરદ્રવ્યના નિમિત્તથી નથી તે બાહ્ય વસ્તુઓને ત્યાગ – વ્રતનિયમ યમ – સંયમ શા માટે ? શ્રી અમૃતચંદ્રસૂરિ જેવા જ્ઞાનીઓએ આનું સમાધાન કર્યું છે કે “જે કે હિંસક પરિણામ થતાં જ હિંસા થાય છે પણ હિંસાનાં સ્થાનમાં પ્રવતે, હિંસાનાં ઉપકરણો કરે - કરાવે - વાપરે - વપરાવે– અનુમાદિત કરે તો ત્યાં હિસાનાં પરિણામની હયાતી માનવી જ રહી, - તેથી પરિણામોની વિશુદ્ધિ અર્થે જરાક પણ હિંસાની સંભાવના હોય તેવાં ખાન, પાન, ગ્રહણ, આસન, વચન અને ચિંતવન આદિન ત્યાગ કરવાને ઉપદેશ છે. “પોતાનાં કદ અને કક્ષા મુજબ તેનું ગ્રહણ કરવું જરૂરી છે. ગૃહસ્થને અણુવ્રત હોય છે ને મુનિને મહાવ્રત હોય છે. તેથી મહાવ્રતી દયાના ભાવે પરબ બેસાડે તે એ પાપભાગી બને છે. ને અણુવ્રતી કરુણુ- દયાના પ્રસંગે ઉપેક્ષા સેવે તે યે અશુભ કર્મોને બંધક બને છે. કર્મ કેઈની શેહ-શરમ રાખતાં નથી. તે તે ભાવાનુસારી છે. તેથી તો ચાર પ્રકારનાં દાનમાં અભયદાનનું પણ મહત્ત્વનું સ્થાન છે. કેઈનાયે પ્રાણની રક્ષા કરનાર મહાભાગ્યશાળી ગણાય છે. ભૌતિકવાદમાં મસ્ત તેવી સરકાર પણ આવા અભયદાની વીરેને બિરદાવે છે – સન્માનિત કરે છે, તે અહિંસાને જ જાદુ છે.
ભારતીય વિચારધારામાં અહિંસાવાદ અથવા પરમ સહિષ્ણુતા અથવા સમન્વયાત્મક ભાવના રૂપ જૈન વિચારધારા સમજ્યા વિના ભારતીય સંસ્કૃતિના વિકાસને સમજી શકાતો નથી. એટલે ઇતર દર્શન નના અભ્યાસ જેડે સીએ જનદર્શનનાં તત્તવોને અભ્યાસ કરવો જરૂરી છે. જિનદર્શનમાં અહિંસાના ચાર પ્રકાર ગણાવ્યા છે. આરંભી, ઉદ્યોગી, વિરાધી અને સંક૯પી. છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિરાજને તે ચારેને મન, વચન, કાયાએ કરીને ત્યાગ છે. જ્યારે પાંચમ ગુણસ્થાનવાળા ગૃહસ્થ આ પૈકી એકને જ ત્યાગ કરી શકે છે. પાંચ પ્રકારનાં નિત્ય કર્મો – છ પ્રકારનાં આજીવિકાનાં કાર્યો – વેપાર, ખેતી વગેરે તેને કરવો પડે છે. પણ તેમાંય તે અનર્થદંડ ન થાય તે રીતે વતી સાચું શ્રાવકપણું સાચવે છે. સૂકમ જંતુઓની રક્ષા કાજે તેને જલગાલનને નિયમ છે. રાત્રીજન ત્યાગની આખડી પણ છે. આમ તે “આચાર પ્રથમઃ ધર્મઃ 'ના સિદ્ધાંતને નજર સમક્ષ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org