SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ }} એમ મહાભારત પાકારે છે. છાં દોગ્ય ઉપનિષદ મેાક્ષ માટે તપ તથા દાન સાથે અહિંસાને પ્રથમ મૂકે છે. એમ દુનિયાભરના ધર્માં અને તમામ દર્શીનેાએ એકમતે હિ ંસાને પાપ અને અહિંસાને ધર્મ જાહેર કરેલ છે. ઇસ્લામી કુરાન અને ખ્રિસ્તી ધર્મનું બાઇબલ પણ આમાંથી બાકાત નથી. તેા પછી જૈનધર્મી કેવી રીતે તેમ કરવામાંથી બાકાત રહી શકે ? અનેક મનિષ્ઠીઓએ આ દેશના જૈનદર્શનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે કારણ કે જૈનદર્શનમાં અહિંસા અને અનેકાંત અને અપરિગ્રહની વાત અને તેની સુક્ષ્મ વિવેચના એવી સુંદર રીતે કરાયેલ છે કે આજે નહિ પણ ભવિષ્યમાં પણ તટસ્થ આંખથી જોવાવાળા કેઈપણુ માનવ આ દર્શનથી મુગ્ધ થયા વિના રહેશે નહિ. જૈન દર્શનની આ અપૂવ ત્રિપુટીને કારણે ઘણા પાશ્ચાત્ય દેશના ચિતા જનધના અનુયાયી "ન્યા અને હજીયે બને છે. શ્રી હર્મન જેકામી, હુટ વેરન, ડબલ્યુ. જી. ટાંટ, મેથ્યુ મેક, ક મેન સેલ, ઍલેકઝાંન્ડર ગાર્ડન, લુઈ, ડી. સેંટર, પ્રા. લેાથર વેનડેલ, વુડ લેન્ડ કાહલર, શ્રીમતી ઇ. એસ. ક્લીન િિમટ અને શ્રીમતી મિસ્ક્રાસ્સી ચીયની જેવા ઘણા જૈનદર્શનની અહિંસાના અતિ વીરલ પૃથ્થક્કરણથી આકર્ષાઈ જૈનધર્મના શ્રદ્ધાથી અન્યા છે. — આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને ગુરુસ્થાને સ્થાપ્યા અને અહિ સાના મંત્ર વડે રાજ્ય હાંસલ કરી આપ્યું તે હવે સ` વિદિત અદ્ભુત કહાણી છે. સંત વિનેાખાજીનું શાંતિ આંદોલન અને આચાર્ય તુલસીનું અણુવ્રત આંદાલન આ ભગવતી અહિંસાની જ એક વિસ્તૃત પ્રક્રિયા છે. અને તેથી જ તેને સર્વ રાષ્ટ્રના નેતાઓએ આશીર્વાદ આપ્યા છે. સત્ત્વેષુ મૈત્રીને પાઠ પઢાવનારી આવી અહિંસા અને તેના ભેદ–પ્રભેદા વડે ઓળખવી એક લહાવા છે. — જીવનની ધન્યતા છે. તુલસીદાસે ગાયું કે દયા ધર્માંકા મૂલ હૈ'' તા તુકારામ કહે છે કે “ ભૂતયા જ્યાંય મની... ત્યાંચે ધરી ચક્રપાણી ” યાને પ્રાણીમાત્ર પર દયા રાખનારના હૃદયમાં જ ઈશ્વરના વાસ છે. – ક્ષમા વીરસ્ય ભૂષણમ ” “ આચારા પ્રથમઃ ધઃ • વૈષ્ણવજન તા અને જ કહીએ જે પીડ પરાઈ જાણે રે. ” “ હિરના મારગ છે શૂરાના નહિ કાયરનું કામ જોને' વગેરે વાકચાવલી અહિંસાની પ્રશસ્તિ રૂપ છે. જૈનાચાર્યાએ તે અહિંસાની મહત્તાનાં ગીત એવાં ભરપેટ ગાયાં છે કે જો તે બધાં અહીં રજૂ થાય તા કદાચ આપને પણ કંટાળા આવે. તેથી સંક્ષેપમાં અહિંસાનાં અનેકવિધ પાસાંની ચર્ચા કરીને સતાષ માનીશું. માનવ એટલે અહિંસા અને દાનવ એટલે હિંસા. આજે ભૌતિકવાદના અતિશય પ્રચાર અને પ્રસારને કારણે પ્રાયઃ માનવ લુપ્ત અનતા જાય છે અને તેનું સ્થાન દાનવ લઈ રહ્યો છે. ને તેથી સત્ર દાનવતાના અભિશાપ પ્રગટ રૂપે ષ્ટિગાચર થઈ રહ્યો છે, સામ્રાજ્યવાદ, મૂડીવાદ, શાણુખારી, વ્યાજખાઉ શાહુકારી આ બધાં હિ ંસાનાં પ્રતીવ્ર છે. તે ભલે ભલાઈના નામે પેાતાના પંજો અબુધ જનતા Jain Education International વિશ્વની અસ્મિત . ઉપર ફેલાવતાં હાય પણ તેનાં ફળ અતિતમ કટુ અને વિનાશકારી Û જ. માનવ આજે સ્વાથી બન્યો છે. તે પોતે માત્ર જીવવા માગે છે ખીન્ન સના ભાગે, મૃગયા, શિકાર, કસાઈખાનાં વગેરે આ દાનવ બની ખેઠેલા માનવનાં હથિયાર છે, જે વડે તે સદાયે જીવંત રહેવા માગતી હરિયાળી જીવÍષ્ટને વિલીન કરી દેવા મથે છે, માંસાહાર પ્રાકૃતિક ભોજન નથી તેવુ વૈજ્ઞાનિક પાકારે છે. અધિક માંસની ઉત્પત્તિ ફળદ્રુપ જમીનના સરાસર દુરૂપયોગ છે તેવું યુના સ ંમત અનેક અર્થ શાસ્ત્રીએ કહી ચૂકયા છે. છતાં ભલેાલુપી જીવા આધુનિકાને નામે અંધ અનુકરણના ચારાએ અને દેહલાલિત્યના બહાને દેખાદેખીથી કે શાખને ખાતર પેાતાની પ્રાણપ્યારી આર્ષ અને અહિંસક સંસ્કૃતિના ભાગે હિંસાનું તાંડવ નૃત્ય કરી રહ્યો છે – કરાવી રહ્યો છે, ને તેમાં અતિ કટુ અને ખૂમ માઠાં ફળ ભાગવે છે ને ઇતર માનવજાતિને ફરજિયાત ભાગવવાની દશામાં ઊડી રહ્યો છે. દિવંગત મહાપુરુષે। આજના આ માનવ પર દયા ખાય છે. બિયાર અબુધ અને અક્કરમી કહીને !! જૈન સતાએ પાંચ પાપાને ત્યજીવા પાંચ વ્રતા અંગૌકાર કરવાની ભલામણુ કરી છે. તેમાં પહેલુ વ્રત છે અહિં ́સાનું. શ્રી કુંદકુંદ સ્વામીએ નિયમસારની પ૬ મી ગાથામાં “ જીવસ્થાન, માગણુાસ્થાન, યાની કુલાદિ જીવનાં ાણીને આરંભથી નિવૃત્ત રૂપ, પરિણામ તે વ્રત પ્રથમ છે.” એમ અહિઔંસા વ્રતની વ્યાખ્યા કરી છે. એટલે જેને જેને આ પ્રથમ વ્રતનું પાલન કરવું છે તેને ૧૪ જીવસ્થાના ૧૪ માગણુાસ્થાને, ૮૪ લાખ ચેાનિસ્થાના અને લક્ષ કાર્ટિક્રાતિ કુલ સ્થાને ને જાણી લેવાં જરૂરી છે, આ પ્રકારના વિસ્તૃત અને ઊંડા જ્ઞાન વિના અહિંસાનું સ ંપૂ આચરણ શકય નથી. એક શ્વાસમાં આઠ-દસ વાર જન્મ-મરણુ કરનાર લબ્ધ પર્યાપ્ત જીવથી માંડીને ૩૩ સાગરામના આયુષ્યવાળા સ્વર્ગનરકના જીવાને આળખવા પડશે. એક પાપભી કવિએ સ્વાભાવિકપણે પ્રશ્ન કર્યાં છે કે : “ જલે જંતુ સ્થલે જંતુ રાકાશે જંતુ રેવચ, જન્તુ માલાકુલે લેÈ કથ, ભિન્નુર હિંસક” ત્રણે લોક જ્યાં જીવજ ંતુએથી સાઠસ ભરેલા પડયા હાય તા સંયમી ભિક્ષુ–સાધુ કેવી રીતે અહિંસક રહી શકે? વાત તા સાચી છે. એક આંગ્લ સશોધનકાર શ્રી એક્ સાઇકસે પૃથ્વીના એક ક્યુબિક ઇંચના ટુકડામાં પાંચ મિલિયન જીવંત કીટાણુ છે તેવુ" સાબિત કર્યું છે. જળના એક બિંદુમાં સમદર્શક યંત્રથી જોઈ શકાય તેવાં ૩૬૪૫૦ જંતુએ હાય છે તેવું વૈજ્ઞાનિકા કહે છે, તેા ન જોઈ શકાય તેવા તા કેટલા હશે? પાંચ સ્થાવરકાય પૈકી એક માત્ર વનસ્પતિ જ દસ લાખ પ્રકારની હાય છે, આવી વનસ્પતિને વિજ્ઞાન નિર્જીવ માનતું હતું પણ હિંદના મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બાઝે પ્રયાગ દ્વારા વનસ્પતિમાં પણ જીવ છે તે તે હસે છે રડે છે, તેવું સાબિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy