SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભ ગ્રંથ ભાગ–૨ નળ, નભ, પુ'ડરિક, ક્ષેમધન્વા, દૈવાનિક, અહિનગુ, પારિયાત્ર, શીલ, ઉન્નાભ, વજાનાભ, શ'ખણુ, બુષિતાશ્વ, વિશ્વસહે, હરિણ્યનાભ, કૌશલ્ય, અદ્ઘિષ્ઠ પુત્ર, પુષ્પ, ધ્રુવધિ અને સુદર્શન એમ કુલ વીસ રાજાએ થાય છે. ધ્રુવસંધિને સિંહ ફાડી ખાય છે એ વખતે સુદર્શન નામના તેના પુત્ર માત્ર છ વર્ષના હોય છે. પ્રધાના તેને રાજ્યગાદીએ બેસાડે છે. યુવાન બનતાં તેનું લગ્ન કરવામાં આવે છે. સગ ૧૯ મા :- સુદર્શનને અગ્નિવર્ણ નામના પુત્ર થાય છે. વૃદ્ધાવસ્થામાં સુદર્શન પેાતાના પુત્રને ગાદી સાંપી નૈમિષારણ્યમાં જાય છે. સુદર્શને તમામ શત્રુઓના નાશ કર્યા હતા અને અત્યંત વિપુલ સમૃદ્ધિ હાવાથી અગ્નિવણું ને હવે કશું જ કરવાનું ન હતુ. અગ્નિવર્ણે સૌ પ્રથમ તા રાજ્યવહીવટમાં થાડા સમય ધ્યાન આપ્યું. આ પછી તે વિલાસી અને મેાજીલા બની ગયા. હવે રાજ્યના ભાર પાતાના પ્રધાના પર નાખી તે વિષયાપભાગ કરવા લાગ્યા. રાત-દિવસ અંતઃપુરમાં જ રાણીઓ સાથે વિહાર કરતા હતા. પ્રજાની તેને કશી ચિંતા ન હતી. જ્યારે રાજાના ઘણા દિવસેા સુધી દર્શન ન થયાં ત્યારે અયાયાની પ્રજા અત્યંત દુ:ખી બની ગઈ. તે દુરાગ્રહી અને લપટ રાજાએ મત્રીઓના અત્યંત આગ્રહને વશ થઈ પ્રજાને પાતાનાં દન માટે પેાતાના એક પગ અંતઃપુરની બારીમાંથી ખહાર કાઢયો. અગ્નિવર્ણ કલાના ભારે શેખીન હતા. નતકીએ જ્યારે નૃત્ય કરતી ત્યારે તે સ્વયં મૃદંગ વગાડતા. નત કીઓની ભૂલ થતાં તેમને તે ભૂલ દર્શાવતા. આમ તે ઉત્તમ કોટીના કલાકાર હતા. ભારે ભાગિવલાસાથી જ્યારે તેને તૃપ્તિ ન થઇ ત્યારે તેની નજર વારાંગનાઓ અને દાસીએ પર આખરે પડી, આખરે અત્યંત સ્રીસ`ગ અને સુરાપાનના કારણે તેનુ શરીર રોગિષ્ઠ બન્યું, વૈદ્યોએ તેના રાગ વિષે તેને ચેતવણી આપી; છતાં તેણે ખરાખ વ્યસનાના ત્યાગ ન કર્યો. સમય જતાં તેને ક્ષય રોગ થયા અને અત્યંત કપૂર્વક મૃત્યુને તે ભેટયો. તેની ગમિણી રાણીને પ્રધાનાએ આ સમયે સિંહાસન પર એસાડી. કાલિદાસના રઘુવંશના ૧૯મા સના આમ એકા એક અંત આવે છે. વિષ્ણુપુરાણમાં અગ્નિવર્ણ પછી બીજા આઠ રાજાએ રાજ્ય કરે છે તેમ જણાવ્યુ છે. Jain Education Intemational ૭૪૫ એવુ જણાય છે કે કવિની આ અંતિમ રચના હાઈ મરણુના કારણે રઘુવ'શ'ને સમાપ્ત ન કરી શકયા હાય. કેટલાક એવા અભિપ્રાય આપે છે કે સગ અઢાર અને આગણીસ કાલિદાસે લખ્યા નથી. આ ઉપરાંત કેટલાક એમ માને છે કે રઘુવંરાના ૨૬ સર્ગો હતા; પરંતુ વર્તમાન સમયમાં આપણી પાસે આ મતમતાંતરોના સમન માટે કોઈ પુરાવા નથી. તે સની સંખ્યા વિષે આપણે કશું જ કહી શકીએ નહિં, કુમાર્સ'ભવ મહાકાવ્યની સમીક્ષા : સમગ્ર મહાકાવ્યને અભ્યાસ કરતાં લાગે છે કે સાચે જ કુમારસ’ભવ એ કાલિદાસનું અનુપમ કાવ્ય છે અને તેમાં કાવ્યનાં લગભગ બધાં જ તવા જેવાં કે રસ, ગુણુ, અલંકાર, રીતિ, ધ્વનિ સુંદર રીતે વિકસ્યાં છે. ટૂંકમાં કહીએ તેા લગભગ અલંકારશાસ્ત્રના કેટલાક આલ કારિકાએ જે મહાકાવ્યનાં લક્ષણા દર્શાવ્યાં છે તે તમામ લક્ષણા પ્રસ્તુત કાવ્યમાં વિદ્યમાન છે. પ્રસ્તુત કાવ્યના ૧૭ સગે છે અને તેમાં જગતના માતાપિતા, પાવતી અને પરમેશ્વરના જીવનની કથા જોવા મળે છે. જો કે આ મહાકાવ્યના સર્ગોની સંખ્યા પરવે હજી વિદ્વાનેામાં વાદવિવાદ પ્રવર્તે છે. ડાં. કીથ જેવા વિદ્વાના આ કાવ્યના સાત સને કવિ કાલિદાસે રચ્યા છે એમ માને છે. જ્યારે જીવાનનું નામના વિદ્વાને ૯ થી ૧૭ સ સુધી ટીકા લખી છે. શ્રી જીવાનન્દના મતે કુમારસ ભવ શબ્દના સંભવના અથ જન્મ અથવા મહિમા છે. કાવ્યમાં કાલિદાસે શિવ-પાર્વતીના સભેગશૃંગારનું વર્ણન કર્યું. છે. તેથી એમ દંતકથા છે કે પાર્વતીએ કાવિદાસને શ્રાપ આપ્યા. ગમે તે હો પરંતુ આપણે એટલું જરૂર કહી શકીએ કે સભાગશૃંગારના વધુ પડતા વણું નથી કકિંગના કાવ્યની ટીકા થઈ હશે. પરિણામે કાલિદાસ હતાશ થયા હશે. વળી કાવ્યનું શીર્ષીક ઘણું જ સૂચક છે. સભવને અથ આપણે શકયતા કરી શકીએ. કાવ્યમાં કુમારની (કાતિ કૅયની ) શકયતા છે તે આપણને કાવ્ય વાંચતાં જ જણાય છે. કાલિદાસ વ્ય‘જનાના કિવ હોઈ તે ન્યૂ જનામાં ઘણું બધું કહી જાય છે. તેથી કાવ્યના શીર્ષીક ઉપરથી આપણે તેના આઠ સર્ગો છે એમ કહીશુ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy