________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
ભગવાન ગેમટેશ્વર
મહામસ્તકાભિષેક
પર્વત. ઉન પાવાગિરિ, મક્ષીજી, બનેડિયા, ઉજજૈન, ચંદેરી, થૌવનજી, દેવગઢ, ખજુરાહો, આહારજી, પપીટા, શૌરીપુર, કપિલજી, અહિચ્છત્ર, સાંગાનેર, હંમચ, શ્રવણબેલગેલા, મૂડબિદ્દી, કારકલ, વેણુ૨, સીવનિધિ, કુંજ, વિદનેશ્વર પાર્શ્વનાથ – મહુવા, કનેર, વારંગ, અંતરિક્ષજી, રામટેક, વરુપુરા. આ ક્ષેત્રે પણ પાવનભૂમિઓ છે, જ્યાં હજારે યાત્રાળુઓ દર વર્ષે જાય છે અને પિતાને પવિત્ર બનાવે છે. તે ઉપરાંત કેટલાંક સ્થળ છે જે વિશિષ્ટ કારણોસર પવિત્ર સ્થળે. તરીકે પ્રસિદ્ધિને પામ્યાં છે તે આ રહ્યાં ? – ગોમટગિરિ, કુંદાદિ, પિન્ફરહિલ, કુલરાપહાડ, બીનાજી, પીસનહારી, તિજારા, પાનાગંજ, રહલી, બુઢી ચંદેરી, મંદારજી, બજરગઢ, કનીજી, બહેરીબંધ, ચંબલેશ્વર, મરસલગંજ, ચાંદખેડી, બિન્નેલિયા, પરનીણી, વૈશલ્લી, ખાતમુરલીઝ - કલીકુંડ, પૈઠણ, ગોઘા, બાબાનગર, ત્રિલોકપુર, રતિપુરી, કૌશાંબી, અચલગઢ – દેલવાડા વગેરે. આ બધે પ્રવાસ કરવામાં ત્રણ – ચાર મહિના લાગે છે. આત્મા જ્યારે કષાયાદિ રહિત બને છે ત્યારે તે પોતે મહાન તીર્થ બને છે. શીલવ્રતરૂપી જળમાં સ્નાન કરવાથી દેહધારી આત્મા તીર્થરૂપ બને છે.
એકસૂત્રમાં ધર્મને સાર આત્મનઃ પ્રતિકૂલાનિ પહેલાં ન સમાચરેત (૧) જે કાર્ય અથવા વ્યવહાર બીજે કરે પણ તે આપને ગમતું ન હોય તે તેવો વ્યવહાર યા કાર્ય આપે તે શખ તરફ એ કરવું જોઈએ કારણ કે તેને તે ગમશે નહિ. થ (૨) જો આપને કેઈ શારીરિક કષ્ટ આપે નહિ, માનસિક Dષ્ટ આપે નહિ અને આપ તરફ કર વચન બેલે નહિ તેવું ચાહતા છે તે તે જ વ્યવહાર આપે બીજા સાથે કરવો જોઈએ.
(૩) આપની સાથે કઈ દગો, કપટ, બેઇમાની , વિશ્વાસઘાત ને કરે તેવું જે આપ ઈચ્છતા હે તે આપે તેવાં ખોટાં વર્તન બીજી તરફ ન કરવાં જોઈએ.
() કઈ મિલાવટવાળી વસ્તુ ન આપે, ઓછું તેલ ન આપે કે અનુચિત ન લે તેવું જે આપ ઇચ્છતા હો તે તેવું વર્તન - આપે કરવું જરૂરી છે. . (૫) જે કઈ આપની બેન-બેટી કે માતાની બેઈજ્જતી કરે છે તે તે આપને ગમતું નથી તેને ઉપાય માત્ર એ છે કે એવું યુન આપે ભૂલમાં કે સ્વપ્નમાં પણ ન કરવું. સર્વ તરફ આદર સન્માનથી વર્તવું. જે આમ આપણી પ્રવૃત્તિ-વર્તન-વ્યવહાર–આચરણને આ કસોટી પર કસીને વતીશું તો તમામ પ્રકારની હિંસા નામશેષ બની જશે અને અનેક પ્રકારની બૂરાઈઓને અંત આવશે અને આ પૃથ્વી સ્વર્ગ સમાન બની જશે. ભલા બને અને ભલાઈ છે. બુરાઈ છોડે અને છોડવાની પ્રેરણું કરે તે જ સુખ, શાંતિ અને શાતાને માર્ગ છે.
“પાવન પુણ્ય ધરા પ્રભુપદ થકી, પરમાર્થને પ્રેરતા, મંગલમૂર્તિ મહા, મહામદહરા, ખડગાસને તિકતા, વિદ્યા, વર્તન, વાણીમાં વિમલતા, વિદ્યામુનિ પ્રેરણા, સહસાબ્દી અભિષેક બાહુબલિને મંગલ કરે કામના.”
વિશ્વની અજાયબીઓમાં શિરમોર જેવી ગોમટેશ્વરની ૫૭ ફુટ ઊંચી પ્રતિમાને ૨૨-૨-૮૧ના રોજ અભિષેક થવાને છે. તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. કર્ણાટક સરકાર પણ તે કાર્યને સફળ બનાવવા માટે રૂા. ૪-૫ કરોડ ખર્ચ કરવાની છે.
એક હજાર વર્ષ પહેલાં ચામુંડરાયે આ ભવ્ય મૂર્તિની સ્થાપના કરેલી. ૧૯૮૧માં તે સ્થાપનાને હજાર વર્ષ પૂરાં થાય છે તેથી સહસ્ત્રાબ્દી વર્ષને મહાઉત્સવ થનાર છે. આમ તો દર બાર વર્ષે આ અદભૂત પ્રતિમાને અભિષેક થતા હતા પણ આ ઉત્સવને વધુ સફળ બનાવવાના હેતુથી બાર વર્ષની અવધિને જવા દઈ ૧૯૮૧માં બંને કાર્યો એક સાથે કરવાના હેતુથી મહામસ્તકાભિષેક પણ તે જ સમયે રાખે છે. દસેક લાખની જૈન–અર્જન જનતા વડે આ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. તે સમયે પ્રતિમાને પંચામૃત અભિષેક, મહાપૂજન, અનેક વિધાને થશે; સાથે સાથે ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક અધિવેશને, પરિષદ, ચર્ચા–દ્ધિઓની યોજનાઓ આકાર લઈ રહી છે. ત્યાગીઓનાં અને વિદ્વાનનાં સંમેલને થશે અને શકવતી ઘણું નિર્ણય પણ આ પુનિત અવસરે લેવાશે. આ મૂર્તિનાં દર્શન કરી ખ્યાતનામ પ્રસિદ્ધ લેખક કાકા કાલેલકરે અને ભારતના લાડીલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ખૂબ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org