________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
-ડાકુઓ એકદમ તૂટી પડયા અને તલવારથી તેમના શરીરના ત્રણ ભાગ કર્યા. શુભ ચિંતનના લીધે તેઓ મૃત્યુ પામીને માણિભદ્રદેવ ચેસઠમાં ઈન્દ્ર તરીકે દેવ થયા. એ પ્રમાણે માણેકશા શેઠ શુભ ધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા અને એક ભવ પછી દેવગતિથી પાછા મનુષ્યગતિમાં આવી શુદ્ધ આરિત્ર પાળી, કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.
આ બાજુ માણેકશા કામતી ધર્મ છોડીને પાછા તપાગચ્છમાં ગયા તે જાણીને કડવામતીના આચાર્યના હૈયામાં પૂ. આચાર્ય હેમવિમલસૂરિ પ્રત્યે તેઢષ ઉત્પન્ન થયા. તેમણે ભેરવદેવની સાધના કરીને આજ્ઞા કરી કે હેમવિમલસૂરિ સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરીને ભટકતા કરી ધો. ભરવદેવ પણ મંત્ર શક્તિથી બંધાયેલા હોઈ દરેક સાધુઓને હેરાન કરવા લાગ્યા. આ ઉપદ્રવના નાશ માટે પૂ. આચાર્ય મહારાજ ભેગમાં બેઠા-તેમને જણાયું કે ગુજરાતમાં પ્રવેશ થતાં ઉપદ્રવ મટી જશે - તેઓએ ગુજરાતમાં પ્રવેશ કરતાં પાલનપુર પાસે મગરવાડા ગામે કાઉસગ્ગ ધ્યાને રહી અટ્ઠમ તપની આરાધના કરી. આ તપની પ્રભાવનાથી શ્રી માણીભદ્રદેવનું આસન ચલાયમાન થયું. તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પિતાના ગુરુ ઉપર ઉપદ્રવ થાય છે. જે ગુરુના ઉપદેશથી પોતે ઈન્દ્રની રિદ્ધિ સિદ્ધિ પામ્યા તે ગુરુનું રક્ષણ કરવું જોઈએ એમ સમજી મદદે આવ્યા અને ભૈરવદેવ ઉપદ્રવ કરતા હતા તેમને ઉપદ્રવ બંધ કરવા આજ્ઞા કરી પણ ભૈરવ મંત્રબળે બંધાયેલા હોઈ ઉપદ્રવ કરવાનું ચાલુ રાખ્યું. આથી ભૈર જોડે યુદ્ધ કરીને તેમને વશ કર્યા અને ઉપદ્રવ બંધ કરાવ્યો. પછી ત્યાં પગની પિંડીની સ્થાપના આચાર્ય મહારાજના હસ્તે કરાવી અને દેવ-ગુરુની રક્ષા કરવાની પોતાની ઇરછા વ્યક્ત કરી. ત્યારબાદ પૂ. આચાર્ય શાંતિ સમસૂરિજી મહારાજ સાહેબે ૧૨૧ ઉપવાસ કરીને શ્રી માણીભદ્રવીરને પ્રત્યક્ષ કર્યો અને તેમની આજ્ઞાનુસાર મગરવાડાથી એક પિંડી લઈ આગલોડ ગામની બહાર હાલ જ્યાં મંદિર છે ત્યાં સ્થાપન કર્યું. ત્યારથી તે સ્થળ તેમના સ્થાનક તરીકે પૂજાય છે. ઉજજૈનમાં મસ્તક પૂજાય છે.
માણીભદ્રવીર તીર્થે આસો સુદ ૫ના રોજ મહાપૂજન (હોમ) થાય છે કારણ કે શત્રુંજયની યાત્રાએ જવાની પ્રતિજ્ઞા આ શુદ ૫ ના દિવસે લીધી હતી.
શ્રી માણીભદ્રવીરની ભક્તિ પૂજા અને જાપથી અનેક લેકે સંકટોમાંથી બચી જાય છે. રોગ શેક, દુઃખ દારિદ્ર ટળે છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
શ્રી માણીભદ્રદેવ નિયમ સમકિતધારી દેવ છે. માટે જૈન ધર્મનું વિધિયુક્ત પાલન કરનારના દુઃખો ટાળવા માટે સંપુર્ણ રીતે સહાયક થાય છે.
છે. શાન્તિ-શાન્તિ-શાન્તિ સુબંધુ ટ્રેડર્સને
સૌજન્યથી
ફોનઃ ૩૩૩૦૫૮ ૩૩૫૮૧૧ ૧૨૩, શયદા માર્ગ, ડુંગરી સ્ટ્રીટ, મુંબઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org