SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ વિશ્વની અસિમતા પણ ખૂબ લાંબાં હોય છે. અલૌકિક ગણિતમાં જેને સાગર કહે છે. તેવાં તેત્રીશ સાગરનાં આયુ સ્વયં સિદ્ધના દેવોને અને સાતમાં નરકના નારકને હોય છે. આમ જન દર્શન જીવબહુત્વવાદી છે. તે દરેક જીવની સ્વતંત્ર સત્તા સ્વીકારે છે. એક બ્રહ્મના જે બધા અંશ હોય છે કે સુખી બધા સુખી ને એકે દુખી બધા દુઃખી થાય તે પણું તર્કસંગત વાત નથી. તેથી અનેક વિધવિધ જીવોની અવસ્થાઓને પ્રત્યક્ષ જોઈને સાંખ્ય દર્શને પણ જીવોની અનેકતાને સ્વીકાર કર્યો છે. પ્રકારની પર્યાપ્તિ પૂરી થઈ નથી એ અપર્યાપ્ત છ કહેવાય છે. પંચેન્દ્રિયના પણ જલચર, થલચર, નભચર એવા ત્રણ ભેદ પડે છે. આ ત્રણેમાં સંજ્ઞી અને અસંશો ભેદ ભેદ હોય છે. આમ આ છ પ્રકારનાં તિર્યંચ બધા જ ગર્ભ – ગર્ભ હોય છે. તે કેટલાક સમૂર્ણન એટલે કે પિતાના શરીરને યોગ્ય પુગલ દ્વારા માતાપિતાના રજ અને વીર્ય વિના જ શરીરે બને તે – હોય છે. ત્રીજે જન્મને પ્રકાર છે ઉપપાદ તે નારકી તથા દેવોને હોય છે. ગર્ભજન સોળ પ્રકાર છે. અને સંમ્મરનના ૬૯ ભેદ છે. આ બધા તિર્યંચના ભેદ છે. ભૂમિની દષ્ટિએ આર્ય- ખંડના ને પ્લેચ્છ ખંડના બે બે પ્રકારે માનવને છે. આર્યોમાં પણ ક્ષેત્ર – આર્ય વગેરે પાંચ ભેદ છે. તે ઉપરાંત કેટલાક છ દજ, ઉદ્વિજ, રસજ પણ હોય છે. ગર્ભથી જન્મનારા છમાં પણ પિત, અંડજ અને જરાપુજ એવા ત્રણ પ્રકાર છે. આ બધા પ્રકારના જીવોને પાંચ પ્રકારનાં શરીરે પૈકી કેઈ ને કોઈ પ્રાપ્ત હોય છે. વક્રિયિક શરીર દેવે તથા નારકીઓને મળે છે. આહારક શરીર–સંયમધારી છઠ્ઠા ગુણસ્થાનવાળા જીવને બને છે અને સિદ્ધ ભગવાન સિવાય બાકીના બધા જીવોને તેજસ અને કામણ શરીર હોય છે. તેજસ શરીરના પણ બે ભેદ છે. શુભ અને અશુભ. નારકી અને સંમૂર્ણન જન્મવાળા નપુંસક હોય છે. દેવો અને શ્લેષ્ઠ ખંડના માનવો સ્ત્રીવેદી યા પુરુષવેદી હોય છે. ને બાકીના ગર્ભજ મનુષ્યો તથા તિર્યને ત્રણે વેદ હોય છે. આ બધા પ્રકારના છે કર્મ – આહાર, નૌ કર્મ આહાર, કવલાહાર, લેપાહાર, ઓજ-આહાર, માનસાહાર, એમ છ પ્રકારના આહાર પૈકી એકાદને લઈ પિતાનું જીવન રસ્થાપન કરે છે. જીવ પોતે પાંચ પ્રકારના ભાવો કરે છે. દયિક, પથમિક, ઔપથમિક, ક્ષાયિક અને છેલ્લે પરિણામિક. કમના ઉદયને કારણે પશમિક ને ક્ષયના કારણે ક્ષાયિક થાય છે. અને ઉપશમ તથા ક્ષયનાં મિશ્ર કારણોએ ક્ષયપશમિક થાય છે. ને કેઈપણ કારણ વિના જે ભાવ થાય છે તે પારિમિક કહેવાય છે. જેના ત્રણ ભેદ છે. છેવત્વ, ભવ્યત્વ અને અભયત્વ. આ પૈકી જીવવને ગીતાકારે નીચે મુજબ વર્ણવ્યું છે.: “આ જીવત્વને કઈ હથિયારો છેદી શકતાં નથી, કે અમિ બાળી શકતું નથી, કે પાણીથી પલાળી શકતા નથી. કારણ કે તે અમૂર્ત છે છતાં શાશ્વત અને નિત્ય છે. જે કોઈ પણ કાળે મોક્ષને પામશે, તે જીવને ભવ્ય કહે છે. ને જે કદી મુકત થનાર નથી તે અભવ્ય જીવ છે. કેયડુ મગ જે કે જેને હજાર મણ લાકડાં પણ પામ્ય બનાવી શકતાં નથી. આ જીવોનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ પણ જાણવા જેવાં છે. સામાન્ય રીતે મનુષ્ય તથા તિર્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમાં અને જધન્ય સ્થિતિ અંત મુદ્દતની એટલે કે ૪૮ મિનિટથી ઓછી હોય છે. પૃથ્વીકાય જીવની ૨૨૦૦૦ વર્ષ, અપકાયની ૭૦૦૦ વર્ષ, વાયુકાયની ૩૦૦૦ વર્ષ તેમજ અગ્નિકાયની ત્રણ રાતદિવસ, વનસ્પતિની ૧૦૦૦૦ વર્ષ, બે ઇન્દ્રિયની બાર વર્ષ, તે ઇન્દ્રિયની ૪૯ દિવસ, પરિદયની છ માસની ઉત્કૃષ્ટ મર્યાદા છે. દેવ નારાકીનાં આયુષ્ય આ બધું વર્ણન કર્યું તે છે જીવદ્રવ્યું. પણ આ છવદ્રવ્ય બહુ તો પૈકીનું પહેલું તત્ત્વ છવ તત્વથી જુદું છે. આત્માને અનાદિ અનંત સ્વભાવ કે જેને જ્ઞાનધન, જ્ઞાપક, ચૈતન્ય, પિંડ વગેરે નામેથી પકારાય છે. અને જેમાં બીજો આઠ તો, અજીવ, આશ્રવ, પુણ્ય, પાપ, બંધ, સર્વ૨, નિર્જરા અને મોક્ષ તત્વને અભાવ છે. તેનાથી છવદ્રય અલગ છે. આ ભેદ અતિ સૂક્ષ્મ છે, પણ ધ્યાનમાં રાખવા જેવો છે. નહિતર દ્રવ્ય ને તત્વ એક થઈ જાય. જીવતત્ત્વ સિવાયનાં તરોને કારણે જીવનમાં કોઈ વિકાર ઉત્પન્ન થતા નથી. તેથી જે કંઈ વિકાર ઉત્પન્ન થાય છે તે બધા દેહાશ્રિત છે તેમ શાસ્ત્રકારોએ કહ્યું છે. ગીતાકારે ગીતાના બીજા અધ્યાયમાં આત્મા જન્મતો નથી વગેરે જે વાત કરી છે તે સાચી છે તેથી જન્મવું, વૃદ્ધિ પામવું, વૃદ્ધ થવું ને મરવું તે બધાને દેહના વિકાર કહ્યા છે ને જીવને નિર્વિકાર કહ્યો છે. છતાં આજે પણ દેહ અને આત્માને એક માનનારા દર્શન કરે છે. તેમને સંબોધીને શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું કે - ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનાર ને માન નહીં, કહીએ કેવું જ્ઞાન ? આત્માની શંકા કરે, આમા પોતે આપ, શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ, પ્રત્યક્ષ દેખાય તેટલાને જ માનવું અને અદષ્ટને માનવું નહિ તે ક્યાંને ન્યાય ? દાદાના દાદાને જોયા હોતા નથી છતાં કેમ માનીએ છીએ? આ છે ને આ નથી જ એવી શંકા કરનાર જે તત્ત્વ છે તે જ આત્મા છે છતાં તેને ન માને, તેના જેવું બીજું કયું આશ્ચર્ય હાઈ શકે ! આમ આત્મા છે અને તે નિત્ય છે તે ઉપરાંત તે કર્તા છે અને ભોક્તાય છે ને તેથી કર્મોથી મુક્ત છતાં મેક્ષ છે ને મોક્ષને ઉપાય પણ છે. આવાં છ ખાનામાં છ પ્રકારનાં દર્શન સમાઈ જાય છે તેમ શ્રી રાજચંદ્ર કહ્યું છે તે બરાબર જ કહ્યું છે. આ રીતે જીવના પરિવાર સંબંધી સંક્ષિપ્તમાં શક્ય તેટલી સામગ્રી આપી છે. હવે જે જીવને જંતુ જેવું મુદ્ર નામ મળ્યું છે તે જીવમાં અનંત શક્તિ પણ હોય છે. તેનાં શેડાં દષ્ટાંતે રજુ કરી આ નિબંધ પૂરો કરીશું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy