________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૫૩
બીજી કોઈ વખતે કરીશું. હાલ તે આ દ્રવ્યમાં મુખ્ય નાયક એવા જીવને ઓળખવો છે - જાણુ છે ને પૂરેપૂરે પહેચાણુ છે. તે જીવ દ્રવ્યમાં દ્રવ્ય શબ્દને પ્રથમ સમજી લઈએ. ધાતુમાંથી તે બનેલ છે. જવું તેને અર્થ છે. એક પછી એક પર્યાય પ્રાપ્ત કરે તે દ્રવ્ય. આ દ્રવ્યનાં ત્રણ લક્ષણે બતાવ્યાં છે. (૧) સત્યસ્વરૂપ (૨) ગુણ પર્યાયયુક્ત અને (૩) ઉત્પાદ, વ્યય અને ધવ્ય યુક્ત એટલે કે જે કાયમ રહે તથા જેનામાં નિત્યપણાના ગુણે અને અનિત્યલક્ષણ પર્યાય હાય અને જેને ઉપાદ-જન્મ, (Birth), વ્યય-નાશ (Death) અને બ્રોવ્ય-કાયમીપણું (Permanancy) હેય તે દ્રવ્ય છે. આ ત્રણે લક્ષણે એ દ્રવ્યમાં મેજૂદ છે તેથી છવમાં પણ છે જ, મહર્ષિ પતંજલીએ પણ પોતાની રીતે જૈન દર્શનની દ્રવ્યની ઓળખાણુને સત્ય ઠેરાવી છે. મીમાંસા દર્શનના પારગામી એવા શ્રી કુમારિલે પણ વસ્તુને ઉપાદ, વ્યય અને ધ્રોવ્ય સ્વરૂપ માની છે અને તે સુવર્ણના વાસણુના દૃષ્ટાંતથી સમજાવી છે. ઇતર દર્શનકારીઓ તથા ધર્મવેત્તાઓએ બધાં દ્રવ્ય અંગે પિતાના મત સ્પષ્ટ તથા વ્યવસ્થિત પ્રદર્શિત કર્યા નથી પણ જીવ દ્રવ્ય વિશે ઠીક ઠીક લખ્યું છે. પણ સૌથી સૂક્ષ્મપણે ઊંડાણથી જીવની ઓળખાણ જૈન દર્શનમાં પ્રાપ્ત થાય છે. જેન આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીએ જીવને આ રીતે ઓળખાવે છે:
રચિત ગાથાઓમાં જીવે છે માટે જીવ, અશુભાશુભ કાર્યોને કર્તા માટે કર્તા, સત્યાસત્ય બોલે માટે વક્તા, દશ પ્રાણુવાળા માટે પ્રાણી, ચારે ગતિઓમાં જઈ પુણ્યપાપ ભેગવે માટે ભક્તા, વિધવિધ શરીર દ્વારા છ પ્રકારનાં સંસ્થાનેને પૂરે છે, ચલાવે છે માટે પુદગલ, જાણે. છે તથા સુખદુઃખનું વેદન કરે છે માટે વેદ, પ્રાપ્ત શરીરમાં વ્યાપ્ત છે માટે વિષ્ણુ, સ્વતઃ ઊપજે છે માટે સ્વયંભૂ, સંસારી છે માટે શરીરી, મનુ યાને જ્ઞાનમાં ઉતપન્ન થયો માટે માનવકુટુંબી, જનમાં આસક્ત માટે સકતા, સંસારની ચાર ગતિઓમાં ઉત્પન્ન થાય માટે જંતુ, માન-માયા કષાયવાળા માટે માની અને માયાવી, ત્રણ યોગવાળો એટલે યેગી, સૂકમ દેહમાં સંકુચિત થાય માટે સંકટ, સંપૂર્ણ કાકાશને વ્યાપી રહે માટે અસંકુટ - લોકાલોકરૂપ ક્ષેત્રને જાણે તેથી ક્ષેત્રજ્ઞ એમ આઠ કર્મોમાં રહે છે માટે અંતરાત્મા તરીકે તેને ઓળખાવ્યો છે. આમ વિશ્વના તમામ દર્શનકારોએ તેને જુદા જુદા રૂપે ઓળખાવ્યું છે. નેતિ નેતિ એ પણ એક ઓળખાણ છે. ગીતાકારની જેમ મહર્ષિ શ્રી અરવિંદે તેને નીચેના શબ્દોમાં વર્ણવ્યું છે:
એ સદ રહ્યો મુક્ત અધીરા પોતે પિતાતણ આંતર સૃષ્ટિ કેરે નકમ એને નિજ કેરે બાંધતું ન વસ્તુ બાંધે નિજની જેલવા ના પુણ્ય ના પાપ થકી નિબદ્ધ એ એ જાગતાં યે નર નીંદ સેવ ને નીંદમાં જાગૃતિ એહને સદા. તથા આવી વસ્ય મત્ય શરીર તેય તેઓ અમર્ત્ય, ના બંધન સીમ એ લહે.
છે ચેતનાગુણ, ગંધરૂપ રસશબ્દ વ્યક્તિ ન જીવને વળી લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને.
(પ્રવચનસાર - ૧૭ ) છે જીવ, ચુતયિલા, પ્રભુ ઉપયોગ ચિન, અમૂર્ત છે ર્તા અને ભક્તા, શરીર પ્રમાણુ, કર્મે યુક્ત છે, જે ચાર પ્રાણે જીવતે પૂવે, જીવે છે, જીવશે. તે જીવ છે ને પ્રાણુ ઈન્દ્રિય અયુબળ ઉછુવાસ છે.
| (પંચાસ્તીકાય – ૨૭-૩૦) આમાં છવને ચેતનાવાળા, રૂપ-રસ, ગંધ-શબ્દ વિહેણ, લિંગ યાને કઈ ચિટ્ટનરહિત તેમ જ સંસ્થાન એટલે આકાર વગરને કહ્યો છે. આગળ બીજી ગાથાઓમાં તેને ચેતનમુક્ત ઉપરાંત પ્રભુ કહ્યો છે. તેનું ચિન માત્ર ઉપગ છે તેથી અમૂત કહ્યો છે. છતાં કર્તા અને ભક્તા ગણાવ્યો છે. અને કમે મુક્ત થતે હોઈ શરીર પ્રમાણ – જે શરીરમાં જાય તે માપને થતા વર્ણવ્યું છે. અતીતમાં, વર્તમાનમાં ને અનાગત સમયમાં પણ પ્રાણુ ગણે છે. ઈન્દ્રિય, આયુ અને શ્વાસોરવાસ એમ ચાર પ્રાણુ વડે જીવે છે. જીવતા હતા અને જીવે છે. તેથી તેનું નામ જીવ છે. તેને સેલ, નજમ હંસલે, પુરુષ આત્મા આદિ નામે પણ અનેક દર્શનેમાં અને ઇતર ધર્મોમાં ઓળખાવ્ય છે. આ ઓળખ ચિદમાં નેમીચંદ સિદ્ધાંત ચક્રવતી એ બેને ઉમેરે કર્યો છે ને કહ્યું છે કે કાં તે જીવ સંસારી હોય છે યા સિદ્ધ હોય છે. ત્યારે ધવલાકાર શ્રી વીરસેન સ્વામીએ કહ્યું - સ્વ-
થિયોસોફિસ્ટ શ્રી એન. રાયે “ આત્મા સદા અસ્તિત્વ ધરાવે છે એમાં ચેતન્ય અને આનંદના ગણે છે.” વગેરે શબ્દોમાં જીવને પરિચય કરાવ્યો પણ છેવટે કહ્યું કે “આત્મા કઈ વ્યાખ્યામાં પુરાઈ શકતું નથી. પ્રવૃત્તિના સર્વ આકારોની વ્યાખ્યા કરી શકાય પરંતુ આત્મા તે વ્યાખ્યાથી પર છે.” સાચી વાત છે. અને તેથી તે “નિયમસારમાં ” તેને
નિર્દડ ને નિહંધ, નિર્મમ, નિઃશરીર, નિરાગ છે નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આત્મા નિર્મૂઢ છે, નિર્મથ છે, નિષ્કામ છે, નિઃ ક્રોધ છે, જીવ નિર્માન છે નિશલ્ય તેમનિરોગ, નિર્મદ સવ દેશ વિમુક્ત છે—
એમ વર્ણવ્યું છે. પણ આ તે કર્મ જાળથી છૂટેલા આત્માની કે જેને પરમાત્મા કહે છે તેવાની વાત થઈ; પણ સંસારી જીવોને ઓળખવા હોય તે તેને વંશવેલો લાંબેલચ અને ભારે વિસ્તારવાળે છે. તેનું વર્ણન એક કવિએ નીચેના શબ્દોમાં કહ્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org