SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ (૨૫) દક્ષિણુભારતમાંથી મળેલા શિલાલેખો અને પ્રાચીન સાહિત્ય જોતાં આ વિભાગમાં દિગંબર ધર્મની બેલબેલા આંખે તરી આવે તેવી છે. ચામુંડરાય સ્થાપિત ગોમટેશ્વરની પ્રતિમા તેને જીવંત દાખલ છેભદ્રબાહુને વિશાળ સંઘ દક્ષિણમાં જ રહેલ. “નાલદિયાર ” ગ્રંથ ૮૦૦૦ દિગંબર સાધુઓની સંયુક્ત રચનાની દંતકથા છે. ગંગવંશી રાજા કૅગુણીને સને ૪૨૫માં જનમુનિઓ માટે ભૂમિદાન કરેલ. પલ્લવ વંશના રાજાના ગુરુ કુંદકુંદસ્વામી હતા. ૧૦૦૦ વર્ષ સુધી કન્નડમાં જનમુનિને ડંકે વાગતો હતો. મુસલમાન રાજા હૈદરઅલીએ ગામટદેવ માટે જાગીર ભેટ ધરેલી. તામિલ સાહિત્યમાં પણ દિગંબર મુનિઓના ઘણું ઉલ્લેખ છે. તાત્કાપિ – જૈનાચાર્યની જ કૃતિ છે. મદુરા તેમનું મુખ્ય કેન્દ્ર હતું. (૨૬) અશોકના શિલાલેખ, ઉદયગિરિ- ખંડગિરિના લેખો જૈનમુનિઓના અસ્તિત્વથી ભરેલા છે. મથુરા, અહિચ્છત્ર, કસુમ્બી, રાજગૃહ, અજન્ટા, ઈલેરા વગેરેના લેખે દિગંબર મુનિઓની હયાતીની શાખ પૂરે છે. (૨૭) વિદેશમાં યુનાન, રોમ, નેવેન, લંકા, મિશ્ર, એબિસિનિયા વગેરેમાં મુનિઓના વિહારના ઉલેખે સાંપડે છે. (૨૮) મુસલમાન બાદશાહએ પણ દિગંબર મુનિઓની તપશક્તિ, ને મંત્રતંત્ર વિદ્યાથી પ્રભાવિત થઈ આદર અપા યાની બેંધે છે. તે જ પ્રમાણે બ્રિટિશ સામ્રાજ્યમાં પણ દિગંબર સાધુઓને પૂર્ણ આદર થયેલ છે. આચાર્ય શાંતિ સાગરજીને મોટા સંધ સમગ્ર ભારતમાં વિચરી ચૂક્યો છે. | (૨૯) દેશના મોટા મોટા વિદ્વાનોએ દિગંબર મુનિઓની ચર્ચા અને તપસ્યાની મુક્તકંઠે પ્રશંસા કરી છે. અત્યારે મુનિ સાચાર્ય વિદ્યાનંદજીની રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ છે તે તેમનામાં જે વીતરાગતા અને નિસ્પૃહીપણું છે તેને લીધે છે. આમ જૈનધર્મના ચાર-પાંચ ફિરકાઓમાં દિગંબરત્વની છાપ અજોડ અને અનેખી છે અને તેથી દિગંબર ધર્મ વિશ્વધર્મ થવાને લાયક છે કારણ કે તે કુદરત અને પ્રકૃતિની સૌથી વધુ નિકટ છે. જનધર્મ અંગે દેશ-વિદેશના વિદ્વાનોના મંતવ્યો હું મારા દેશવાસીઓને બતાવીશ કે જૈનધર્મ અને જૈનાચાર્યોમાં કેવા ઉત્તમ નિયમ અને વિચાર છે ! જૈનેનું સાહિત્ય ઘણું ચડિયાતું છે. એને જેમ જેમ હું જૈનધર્મ અને તેનાં સાહિત્યને સમજતો જાઉં છું તેમ તેમ હું તેને વધુ પસંદ કરતો જાઉં છું.” જેનેના મહાન સંસ્કૃત સાહિત્યને સમગ્ર સાહિત્યથી અલગ કરી દેવાય તે સંસ્કૃત કવિતાની શું દશા થાય ?” –ડો. જોન્સ હટલ (જર્મની) જૈન ધર્મ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મ છે, આ ધમે બીજા કેઈપણ ધર્મનું અનુકરણ કે નકલ કર્યા નથી.” –ડે. હર્બન જેકોબી મનુષ્યોના વિકાસ-પ્રગતિ માટે જૈનધર્મનું ચરિત્ર્ય ઘણું જ લાભકારી છે. આ ધર્મ ખૂબ જ અસલી, સ્વતંત્ર, સાદે અને બહુ મૂલ્યવાન તેમ જ બ્રાહ્મણોના મતોથી ભિન્ન છે.” –ડૉ. એ. ગિરનાર (પેરીસ), જેનધર્મ હિન્દુધર્મથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ધર્મ છે.” – મેકસમૂલર. “જૈનધર્મની સ્થાપના પ્રારંભ, જન્મ ક્યારથી થયો તે શેધી કાઢવું લગભગ અસંભવિત છે. હિન્દુસ્તાનના ધર્મોમાં જૈનધર્મ સૌથી પ્રાચીન છે. –જી. જે. આર. ફલાંગ. “ધર્મના વિધ્યમાં જૈનધર્મ નિઃશંક પરમ પરાકાષ્ઠાવાન છે.” – ડે. ૫ડેલ્ટ જૈનધર્મ ખૂબ જ ઊંચી હરોળને છે. તેમાં મુખ્ય તરવો વિજ્ઞાન સ્વરૂપના આધાર પર રચાયેલાં છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ તે જૈન ધર્મના સિદ્ધાંતને સિદ્ધ કરી રહ્યું છે.” – ડો. એલ. પી. સીટોરી (ઈટાલી) જૈનધર્મના સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે, મારી આ ઈચ્છા છે કે મૃત્યુ બાદ બીજા જન્મે હું જૈનકુળમાં જન્મ પ્રાપ્ત કરું” – પેજ બર્નાર્ડ શે “જૈનધર્મ એક એ અતિય ધર્મ છે કે જે પ્રાણીમાત્રની રક્ષા કરવા માટે સક્રિય પ્રેરણા આપે છે.” – ઓડી કાજે રી (અમેરિકન વિદૂષી) “અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા.” –ગાંધીજી જે વિરોધી સજજન જૈન સાહિત્યને અભ્યાસ અને મનન કરે તે તેમને વિરોધ સમાપ્ત થઈ જશે.” – ડો. ગંગનાથ ઝા “જનધર્મને પ્રથમ પ્રચાર ઋષભદેવે કર્યો.” – શ્રી વરદીકાન્તજી, એમ. એ. સ્યાદવાદ જૈનધર્મને અભેદ કિલો છે, આ કિલ્લામાં વાદી – પ્રતિવાદીના માયાવી ગોળા(પ)ને પ્રવેશ નથી થઈ શકતે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy