SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ મેંહેજો– દડોના ખોદકામમાં જે મૂર્તિઓ મળી છે તે નગ્ન મૂર્તિઓ છે. અને તે ૫૦૦૦ વર્ષ પૂર્વની કહેવાય છે. પાણિનીના શાકટાયનમાં કુમારશ્રમણ શબ્દ આવે છે તે તે સમયે નગ્ન મુનિઓને સૂચક છે. વાલ્મીકિએ જનકરાજાને ત્યાં શ્રમણ મુનિ અહાર માટે આવતા તેવો ઉલ્લેખ કર્યો છે. શબરીને શ્રમણી કહી છે તે સાધવીરૂપ નારીને સંકેત છે. શ્રમણમુનિ અચેલક ચેલા –ચેલી શબ્દ આવ્યા છે જેને અર્થ છે શિલ્પ – શિલપા – જે વસ્ત્રધારી હોય છે. નગ્નમુનિ ને શિપ - પ્રતી શ્રાવકે -સુલક – ચેલક – આર્થિક તે બધાં વસ્ત્રધારી હોય છે પણ તે બધાના ગુરુ તો અચેલક – પૂર્ણ દિગંબર સાવ નગ્ન હોય છે. પ્રાગઐતિહાસિક કાળના માનવો નગ્નરૂપે રહેતા હતા તે વાત હવે સે ઇતિહાસકારોએ પણ સ્વીકારી છે. આજે જે ન્યુડીઝમ – નગ્નવાદને વા વાઈ રહ્યો છે તે પણ કુદરત તરફ જવાને માર્ગ છે. માનવને કૃત્રિમતા સદી નથી - સદતી નથી તેથી તે પિતાના અસલ રૂપમાં ફરી પાછા જવા તલસે છે – તફડે છે. સભ્યતા તેને રોકે છે છતાં પણ ક્રાંતિના નામે, હઠવાદની ગાળ ખાઈને પણ તે કુદરતને એળે જવા મથી રહ્યો છે. વસ્ત્રોમાં જેટલો વિકાર છુપાયે છે તેટલે નગ્નતામાં તે હાઈ શકતા નથી. દુનિયામાં એબને ઢાંકવા માટે જ વસ્ત્રોને ઉપગ થઈ રહ્યો છે. બાળકમાં એબ – વિકાર વિભાગ – હેત નથી તેથી તેનું નગ્નપણું સોહે છે પણ જ્યાં વિકાર જન્મે છે કે તરત જ કપડું ત્યાં આવી જાય છે. આવરણ – સજાવટ – ઢાંકણું તે બધું કૃત્રિમ છે – કુદરતી નથી. જે ઉછીનું છે, પાછળથી ગ્રહણ કરેલું છે તે ત્યા વિના જીવને સુખ, શાતા અને શાંતિ મળવાની નથી તેથી પૂર્ણ નગ્નતા વિના મુક્તિ નથી તેમ દિગંબર–આચાર્યો કહે છે. મોક્ષને દરવાજે એટલો સાંકડો છે કે શુદ્ધ જીવ સિવાય ત્યાં કોઈપણ પ્રકારના સક્રિમ આવરણવાળો આત્મા પણ પ્રવેશી શકતો નથી. એટલે કે સર્વસ્વને મન, વચન અને કામથી ત્યાગ કરેલ જીવાત્મા જ પરમધામ એવા મોક્ષપદ વાને આત્યંતિક સુખદશાને પ્રાપ્ત કરી શકે છે તેથી જ દિગંબરત્વની અનિવાર્યતા જ્ઞાનીઓએ જણાવી છે. પણ કોઈ નગ્નતા પૂજ્ય નથી. જિનભાવના મુક્ત દિગંબરદશા વંદનીય છે એટલે કે જેણે રાગદ્વેષ જીત્યા છે તેવા નિર્ગથ દિગંબર મુનિ જ નમસ્કારને એગ્ય છે. વ્યવહારમાં પણ નાગાની કોઈ કિંમત નથી તે પરમાર્થમાં તે કયાંથી હોય ? મન, મન અને ધનથી જે. ના બને છે તે જ લોકપૂજ્ય બની શકે છે. જેટલા જિન થયા, તીર્થકર અને કેવળી થયા તે બધાએ મન અને ઇન્દ્રિયને વશ કરી, સર્વ કષાયોને કાબુમાં લઈ – નાશ કરીને...વંદનીય બન્યા છે. એવી દશા તે જ પ્રાકૃતિક – સહજ - સ્વાભાવિક દશા છે તેની પ્રશંસા સર્વત્ર થાય છે અને થતી રહેશે. ધર્મ વસ્તુને સ્વાભવ છે. એટલે દિગંબરવ પણ નિજરૂપ છે – સ્વાભાવિક સ્થિતિ છે. તેથી તે સૌ માટે પરમપાદેય ધર્મ છે. પણ આજે જીવાત્માઓ મિથ્યાત્વને કારણે પોતાને સ્વધર્મ ખાઈ બેઠા છે અને માયા–મમતામાં પડીને રાગદ્વેષના ચક્કરમાં ફસાઈ ચોરાસી લાખ યોનીમાં ઘૂમી રહ્યા છે. નવાં નવાં કર્મનાં જાળાં તેને વીંટળાઈ રહ્યાં છે અને તેઓ પોતાની જ ઊભી કરેલી જેલમાં કાયમ માટે કેદી બની રહ્યાં છે. આ સંસારમાં હાલમાં નાગા અને જાગાનું સામ્રાજ્ય ચાલે છે. દુનિયા આ બે જણાથી ત્રાહી ત્રાહી પિકારે છે છતાં તેમને જયકારે પણ આ જ દુનિયા કરી રહી છે તે જ પંચમકાલની મેહરાજાની બલિહારી છે. પણ ધર્મવિજ્ઞાન તે કહે છે કે આત્મા સ્વાધીન અને સુખી ત્યારે જ બનશે કે જ્યારે તે સર્વ પ્રકારના ૫ર સંબંધ – પુદ્ગલના સંસર્ગમાંથી મુક્ત બનશે. તેથી જ્ઞાનીઓએ તો કહ્યું છે કે તુલમાત્રને પરિમહ સાધુને નરક – નિગોદગામી બનાવે છે. હવે આપણે પ્રાન્ - અતિહાસિક અને ઐતિહાસિક કાળમાં દિગંબર દશામાં રહેનારા અંગે જે ઉલ્લેખ મળે છે તે જોઈ લઈએ. (૧) જૈન ધર્મ અનુસાર અંનત સિદ્ધ થયા. બિહારના મેદશિખરના પવિત્ર પહાડ પરથી અસંખ્ય જીવો મેક્ષે ગયાની વાત પુરાણોમાં નોંધાયેલી છે. પૂર્ણ દિગંબર દશા વિના મોક્ષ સંભવિત નથી તેથી આ બધા દિગંબર થયેલા ત્યારે જ પરમ ધામને પ્રાપ્ત કરી શક્યા એટલે અતીતમાં ને અતિતમ પ્રાચીન સમયમાં દિગબર હતું તે સિદ્ધ થાય છે. (૨) વીસ તીર્થકરમાં ૨૦ મા તીર્થ કર મુનિ ત્રિત થયા. તેમના સમયમાં રામચંદ્ર બલભદ્ર હતા અને લક્ષમણ નારાયણ હતા અને રાવણ પ્રતિનારાયણ હતા. તેમાં રામચંદ્ર દિગબર મુનિ બનીને તપ કરી મોક્ષે પધાર્યા છે તે વાત પદ્મપુરાણમાં – ઉત્તરપુરાણમાં નોંધાયેલી છે. આ પુરાણના આધારે આજથી ૧૨ લાખ વર્ષ પહેલાં રામાયણના પ્રસંગે બનેલા તે સમયે પણ દિગંબરત્વ હતું તેમ સિદ્ધ થાય છે. (૩) ત્યારબાદ ૨૨ માં તીર્થકર નેમીનાથ કે જેઓ શ્રી કૃષ્ણ નારાયણના કાકાના દીકરી છે કે જેમના સમયમાં મહાભારતનું યુદ્ધ થયેલું તે આજથી ૮૪ હજાર વર્ષ પહેલાંની વાત છે. તે નેમીનાથ અને શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન વગેરે અનેક જણ દિગંબર મુનિ થઈ – તપ કરી મેલે પધારેલા તેમ પુરાણોમાં લખેલું છે. ભગવાન પાર્શ્વનાથ કાશીનરેશના દીકરા હતા ને તે અતિહાસિક પુરુષ તરીકે માન્ય છે, તેમણે નગ્નદશા અંગીકાર કરી તપ કરી કર્મ ખપાવી પંચમગતિ પ્રાપ્ત કરેલી તે વાત બૌદ્ધગ્રંથમાં નોંધાયેલી છે. (૬) આ દેશમાં કાપાલિક સંપ્રદાયમાં નગ્નને મુખ્ય અંગ મનાતું તે સૌ કોઈને વિદિત છે. યજુવેદ, અથર્વવેદ, ભાગવત, હઠયોગ પ્રદીપિકા, જાબાલોપનિષદ, સન્યાસોપનિષદ, નારદપરિવ્રાજકેપનિષદ, વિષ્ણુપુરાણ, લિંગપુરાણ અને સ્કંદપુરાણ વગેરે અનેક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy