SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ ખ્યાલ હતા તેના નિર્દેશ કરતાં પહેલાં એ સ્પષ્ટ કરવું. આવશ્યક છે કે ગ્રીક પ્રજા કુદરત સાથે તાદાત્મ્ય કેળવવામાં માનતી હતી, અને તેથી જ ગ્રીક પ્રજા મૂળભૂત રીતે અંતઃમુખ નહોતી પણ બહિર્મુખ વધારે હતી. વળી, તેમના દૃષ્ટિકાણુ એક પ્રકારના વૈજ્ઞાનિક ઢાંચા ધરાવતા હતા. સર્વ પ્રથમ રાજાશાહી અને પછી ઉમરાવશાહીની રાજ્યપ્રથામાંથી પસાર થયા પછી ગ્રીક પ્રજામાં લેાકશાહી વિચારસરણીના ઉદય થયા અને નવજાગૃતિના જાણે એક જુવાળ આવ્યા; પરંપરાગત કે રૂઢિગત વિચારસરણી અંગે ચિંતનાત્મક કે ટીકાત્મક વલણ પણ દેખાવા લાગ્યું. ચેલીઝ–પાશ્ચાત્ય તત્ત્વચિંતનના ઇતિહાસમાં, થેલીઝ એ આદિ તત્ત્વજ્ઞ મનાય છે. આ ચિંતક સૃષ્ટિના મૂળભૂત દ્રવ્ય તરીકે પાણીને ગણાવે છે. એરિસ્ટોટલ જેવા વિદ્વાન ચેલીઝનાં ચિંતનમાં ઈશ્વરવાદ જુએ છે, કારણ કે થેલીઝનું એક મત એવું કે દેવાથી બધું સભર છે. લોહચુબક્ર માં જેમ લાખ'ડને ચલાયમાન કરવાની શક્તિ છે, તેમ ઈશ્વરમાં જગતને ગતિશીલ બનાવવાની શક્તિ છે. તે પછી અનેકઝીમેન્ડરે સૃષ્ટિના અતિમ તત્ત્વ તરીકે અસીમ તત્ત્વ ”ના એક અમૂર્ત ખ્યાલ રજૂ કર્યાં હતા. જો કે આપણે ઈશ્વરના સામાન્ય ખ્યાલ સાથે આ ખ્યાલને સરખાવી ન શકીએ. પાયથેગારસ : – આ મહાન ગણિતજ્ઞ તત્ત્વજ્ઞનાં ચિંતન પર એફિક સ’પ્રદાયની પ્રબળ અસર હતી. પાયથે ગેરસનુ' નૈતિક દૃષ્ટિબિંદુ અને તે સબ ંધી બીજી માન્યતા આને લક્ષમાં લઈએ તા આપણને ખાતરી થાય કે તેઓ ઈશ્વરમાં માનતા હતા. શરીર એ તા આત્માની જેલ છે એમ તે માનતા હતા. આપણુ' શરીર એ ઈશ્વર તરફથી સાંપવામાં આવેલ અનામત છે. તદુપરાંત ‘એકમ’ને જાણવાની તેમની બૌદ્ધિક જિજ્ઞાસા ઈશ્વરવાદને ઉંબરે આવીને ઊભી રહે છે એમ કહી શકાય. આ સિવાય, ભારતીય તરીકે આપણને જેમાં રસ પડે તેવી બીજી વાત એ છે કે પાયથેગેારિયન સ`પ્રદાય ઉપર જેની અસર વર્તાય છે તે ઑફિક ધર્મ –સ‘પ્રદાય પ્રમાણે, ધર્મનું અંતિમ ધ્યેય તે। માનવ આત્માને જન્મમરણના અનિવાર્ય લાગતા ચક્રમાંથી મુક્તિ અથવા મેાક્ષ અપાવવાનું જ છે. આ શકય બનાવવા માટે ફ્રિક ધર્મના ઉપાસ્ય દેવ ડાયેાનિસસ હતા, જ્યારે પાયથેગારિયન માટે ઉપાસ્ય દેવ એપેાલા હતા. “Demeter # નામથી જાણીતી દેવીની પશુ આરાધના થતી હતી. Jain Education Intemational વિશ્વની અસ્મિતા હેરક્લાયટઝ હેરલાયટ» અગ્નિને સૃષ્ટિના મૂળભૂત તત્ત્વ તરીકે ગણાવતા હતા અને જગત સતત પરિવર્તનશીલ છે એમ તેઓ માનતા હતા. સ' જ બધી વસ્તુઓની ઉત્પત્તિ અને અસ્તિત્વ માટે અનિવાય છે. અગ્નિ, જળ અને પૃથ્વી એ મુખ્ય તત્ત્વા છે. હેરક્લાયટઝના મત પ્રમાણે, દેવા અને મનુષ્ય વચ્ચે કાઈ તાત્ત્વિક ભેદ નથી. ઊધ્વ ગમનને અનુસરનારા દેવા છે, અને અધઃપતન અથવા અવગમનને પચે જનારા મનુષ્ય અને છે. પરસ્પર વિરાધી માખતાના સમન્વય ખાખતના ઉલ્લેખ કરતી વખતે, ‘ઈશ્વર’. ના ઉલ્લેખ કરે છે, અને કહે છે કે રાત્રી અને દિવસ, યુદ્ધ અને શાંતિ એ બધાં ઈશ્વરનાં જ રૂપા છે. શુદ્ધ અગ્નિને માટે તે ‘ ઝીયસ’ શબ્દના પ્રયાગ કરે છે અને દૃષ્ટિએ જોઈ એ તા ઈશ્વર કોઈ માનવીય આકાર ધરાવનાર તત્ત્વ છે એવું આપણુને લાગે છે. લેાકેા ઘણુ ખરુ, ઈશ્વર એ નિરાકાર, એક અને અદ્વિતીય તત્ત્વ છે, જે તે આ જગતથી પર છે એવી માન્યતા હેરકલાયટઝ વિશેષ ધરાવે છે. મૂર્તિ પૂજાના તેઓ વિરાધી હતા. બધુ જ ઈશ્વરમય છે એવા સર્વેશ્વરવાદ પણ તેમનાં સૂત્રામાં જોવા મળે છે, ઝેનેનિઝઃ-બધા જ માણસા અને બધા જ દેવાથી શ્રેષ્ઠ, સર્વોચ્ચ એવા ઈશ્વર છે એમ આ ચિંતક માને છે. અને આવું તત્ત્વ એક જ હાઈ શકે. હેામર કવિના બહુદેવવાદની તે આકરી ટીકા કરે છે. પામેનિઝ ઃ- હેરક્લાયટઝથી તદ્દન વિરુદ્ધ મંતવ્ય ધરાવનાર આ પ્રતિભાશાળી ગ્રીક ચિંતકની દૃષ્ટિએ, જગત અપરિવર્તનશીલ છે. સત્ તત્ત્વ અનાદિ અને શાશ્વત છે. સત્ તત્ત્વ અંગેનુ તેમનુ વર્ણન ઉપનિષદોપષ્ટિ બ્રહ્મ તત્ત્વનાં વર્ણન જેવું છે. દા. ત. સત્ તત્ત્વ અહીં પણ નથી તેમ ત્યાં પણ નથી; તે દૂર પણ નથી તેમ નજીક પણ નથી. પાર્મેનિØને ખરેખર ભૌતિકવાદી ગણવા કે વિજ્ઞાનવાદી એ બાબતમાં મતભેદ પ્રવર્તે છે. પરંતુ મહદંશે સત્ તત્ત્વને તે પ્રત્યયરૂપ અથવા અમૃત ગણાવે છે. આમ, નિર્ગુણુ તત્ત્વના ખ્યાલ છે. એપેડાકલીઝઃ- પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર મુખ્ય તત્ત્વાના રજકણાનાં મિશ્રણ રૂપ ગેાળાકાર તત્ત્વમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy