________________
પદ
પાપી અથવા નીચ કહીને લેાકા તેને કાઈ ને કાઈ રીતે દબાવવાની કાશિશ કરે છે, જેના પરિણામ સ્વરૂપ મનુષ્યને કંઈ માનસિક ગ્રંથિ (complexes) અથવા માનસિક રાગ થાય છે. અથવા તે વિશેષ ધમપછાડા કરવા લાગે છે. આવાં પિરણામ જોઈ નિરાશ થઈ ઘણા લેાકેા સમાધિની ઇચ્છા અને આશા જ છોડી દે છે. પરંતુ વાસ્તવમાં પત જલિ વગેરે દ્વારા બતાવવામાં આવેલી સંપ્રજ્ઞાત અને અસ’પ્રજ્ઞાત સમાધિની સરખામણીમાં સ્વયં પરમાત્મા દ્વારા ખતાવવામાં આવેલી સમાધિ ઘણી જ સહજ છે. માટે તેને સહજ સમાધિ કહેવામાં આવી છે. તે સમાધિ માટે ન તા પ્રાણાયામની જરૂર છે, ન તા કાઈ વિશેષ આસનની, ન તા મનને ખાંધવાની કે ન તે તેને દબાવવાની. આ એક એવી સમાધિ છે કે એક આસન પર બેઠા રહ્યા સિવાય ભલે ને મનુષ્ય ચાલતા રહે; તે પણ તેનુ મન અવિચળ પેાતાના સ્થાન પર સ્થિત થઈ શકે ઇં. ભલે એણે ધરતી પર શરીર માટે કાઈ આસન ન જમાવ્યું હાય તા પણ તે બુદ્ધિનું આસન પરમધામમાં જમાવી શકે છે. તે અહીં ધરતી પર બેઠા હાવા છતાં મન દ્વારા પરમધામ તરફ પ્રયાણ કરી શકે છે, અને પોતાની પથારી માં સૂતેલેા હોવા છતાં તે જાગૃત (Awakened ) અને ઊઠેલે (Arisen) હોઈ શકે છે. અને ઊડીને બેઠેલા હોવા છતાં ભાવાત્મક રીતે (Emotionally) પાતાના પિતાની મધુર ગાદમાં આનંદથી સૂઈ (Lying relaxed)
:
શકે છે.
પ્રાણાયામનું શું કહેવું? તેના પ્રાણુ તા તેના પ્રિયતમ પ્રભુની સેવાથે જ ચાલતા રહે છે તે છતાં તેનું મન પ્રભુના પ્રેમમાં સ્થિર રહી શકે છે. અને પ્રાણુ સ્થિર હોવા છતાં તેના મનમાં પ્રભુની યાદ ચાલતી હોય છે. મનને રોકવા માટે અથવા કોઈ વિશેષ પ્રકારે મનન માટે તેને પ્રાણાના પૂરક-કું ભક-રેચક ( Breathing in, holding, breathing out) કરવાની આવશ્યકતા નથી, પરંતુ તેના શ્વાસ પ્રશ્વાસમાં તે પરમ પ્રિયા પ્યાર વહેતા હોય છે. તેને આખા પણ 'ધ કરવાની આવશ્યકતા નથી કારણ કે તે સંને ઇશ્વરીય સબધથી જુએ છે. અને જો તે ઇચ્છે તા જોવા છતાં પણ નથી જોતા. તેને મનના મનની આવશ્યકતા નથી. કારણ કે તે અમનમાં હાય છે. તેને દબાવવાની આવશ્યકતા નથી કારણ કે તે ચંચળ નથી પરંતુ પ્રભુના સ્નેહના રસમાં ડૂબેલું હોય છે.
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
આ સમાધિ એવી હાય છે કે જેને માટે કાઈ કુટિરની જરૂર નથી કારણ કે આત્મા અગાઉથી જ બ્રૂકુટિ રૂપી કુટિરમાં છે, તેને માટે હઠની આવશ્યકતા નથી કારણ કે આત્મા યાગમાં છે. તે રૂચા નથી. મિલનના અનુભવ કરી રહ્યો છે. તે શેાધમાં નથી, તેણે પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત કરી લીધું છે. તેમાં સંન્યાસની પણ આવશ્યકતા નથી કારણ કે તેમાં ઈશ્વરને સમ (સંગ ) હાવાથી આત્મા સ્વયંને ન્યાસી (Trustee) સમજે છે. આ હરતાં, ફરતાં, ઊઠતાં, બેસતાં, કમ કરતાં હાવા છતાં શકય એવી સમાધિ છે, જેમાં દેહ હાયા છતાં દેહ રહિત, સૌંસારને જોવા છતાં સંસારથી ઉપરામ, પ્રભુથી દૂર હાવા છતાં તેમની સાથે હાવાના અનુભવ કરી શકાય છે.
સહજ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?
આ સહુજ સમાધિ પ્રાપ્ત કરવાની રીતનું નામ ઃ સહજ રાજયાગ છે આ રાજયાગ પત’જલિએ નિર્દેશેલા રાજયોગ કરતાં ભિન્ન છે અને અતિ સહજ છે. પર`તુ લેાકાએ પતંજલિના ચાગ વિશે સાંભળ્યુ છે. તેથી તેના દ્વારા બતાવવામાં આવેલી પ્રણાલીના ઉલ્લેખ કરતાં સહેજ યાગ અને સહજ સમાધિતું વર્ણન કરવામાં આખ્યુ છે. પતજલિએ યાગની પરિભાષા કરતાં તેને ચિત્તવૃત્તિ નિયેયઃ કહ્યો છે. તેણે પાંચ પ્રકારની વૃત્તિએ ગણાવી છે. તે વૃત્તિએ આ પ્રમાણે છે. ( ૧ ) સત્ય જ્ઞાનથી યુક્ત વૃત્તિ, જેને પતંજલિએ ‘પ્રમાણુ’ નામ આપ્યું છે. (૨) મિથ્યા જ્ઞાનથી યુક્ત વૃત્તિ, જેને તેણે ‘વિપç' માની છે. (૩) મનના સકલ્પ વિકલ્પવાળી અવસ્થા જેને તેણે ‘ વિકલ્પ' નામ આપ્યુ છે. (૪) સ`કલ્પ શૂન્ય, વિકલ્પ શૂન્ય અથવા અભાત્રના જ્ઞાનની પ્રતીતિવાળી અવસ્થા જેને તેણે ‘નિદ્રા ' કહી છે. અને (૫) ‘સ્મૃતિ' જે અતીતના અનુભવ સંબધી છે. પતંજલિએ આ બધાના નિરોધનુ નામ યાગ તરીકે સ્વીકાર્યું છે. તેમના નિરોધ માટે તેણે મનને કયાંક ને કથાંક ખાંધવાના અભ્યાસ કરવા માટે કહ્યું છે, તે અભ્યાસને જ લેાકેા કઠિન માને છે, કારણ કે મનના દમન દ્વારા વૃત્તિને શૂન્ય કરવી ઘણી જ શુષ્ક, દુઃસાધ્ય અને પ્રતિક્રિયાકારી છે. હવે પરમ પિતા પરમાત્માએ વૃત્તિઓના નિરોધ કરવાને બદલે તેમના દ્વારા તેમનાં દિવ્યીકરણના માર્ગ પ્રશસ્ત કર્યો છે. જે નીચે મુજબ છે. * જુએ પરિશિષ્ટ-૧ મૂળભૂત વૃત્તિએ અને તેનું માર્ગાન્તરીકરણ,
For Private & Personal Use Only
www.jainelibrary.org