________________
૫૧૦
દિવ્યતત્ત્વ કે વસ્તુઓના અતિમ સત્ત્ને ગ્રહણ કરવા મનના પ્રયત્ન તરીકે, ચિ'તનાત્મક બુદ્ધિ પર આધાર રાખીને, સમજની દુન્યવી શ્રેણીનુ પરિવતર્યંન કરતા આંતરજ્ઞાનના પ્રતિપાદન તરીકે અને વસ્તુઓને વિભાગેામાં વહેંચવાને બદલે તેનુ એકીકરણ કરીને, વસ્તુઓને નવી ભાતમાં એકત્ર કરતાં સમન્વયયાત્મક વિચાર તરીકે રજૂ કરવાના પ્રયત્ન કર્યો છે.
આત્મ રહસ્યવાદ; ઈશ્વર રહસ્યવાદ અને પ્રકૃતિ રહેયવાદ :
રહસ્યવાદને આપણે એ પ્રકાશમાં જોયા : પ્રેમ અને ઐકયના તથા જ્ઞાન અને સમજને. હવે આપણે જુદા દૃષ્ટિકાણુથી તેને બીજી રીતે વિચારીએ તેા તેનાં ત્રણ પાસાં છેઃ ૧. આત્મ રહસ્યવાદ ૨. ઈશ્વર રહસ્યવાદ ૩.
પ્રકૃતિ રહસ્યવાદ. આ ત્રણેયને એકદમ જુદાં પાડી શકાય નહી'. ઘણીવાર તે એકખીજામાં મળી જતા પણ જોવા મળે છે.
૧. આત્મ-૨હેસ્યવાદ.
આ પ્રકારના રહસ્યવાદની અનુભૂતિ અદ્વૈત 'માં થાય છે. વેદ અને ઉપનિષદોમાં આત્મ-રહસ્યવાદનાં દર્શન થાય છે, જેમકે, ફેરશાવાસ્યમિત્ સવ" । સવ" વિક્ ત્રા અદ' વ્રહ્માસ્મિ । વગેરે. આત્મ રહસ્યવાદમાં, જગતમાં સર્વત્ર આત્માનાં દર્શન થાય છે અને જગત આત્માના જ આવિ કાર લાગે છે. જગત આત્મામાં અનુભવાય છે. આ વિવિથતામાં ‘એકતા 'ની ભાવના અને ‘એક’ માં વિવિધતા અનુભવાય છે. નરસિંહના શબ્દોમાં કહીએ તેા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનત ભાસે', કે ઉપનિષદની વાણી પામ્વદુસ્થામ્ । તથા પળ મૃત્ વિા મહુધા વન્તિ '। માં આ આત્મરહસ્યવાદ જોવા મળે છે. શકરાચાયના દેવલાદ્વૈતમાં પશુ ઓ જ રહેસ્યવાદ રહ્યો છે. એકહાર્ટ પણ આવા જ વિચારા ધરાવે છે. શકર અને એકહાટ માને છે કે આત્મરહસ્યવાદ, ઈશ્વર રહસ્યવાદ સાથે સ'કળાયેલા છે. અને આત્માની ગૂઢતા, અનતતા, દિવ્યતા પર ભાર મૂકે છે. ખ'ને આત્માને ‘હું. અને જગતથી ભિન્ન માને છે અને ‘સ્વ-જ્ઞાન”માં તેના સાક્ષાત્કારને માને છે. તે આત્માને જાણુવામાં અને પરમતત્ત્વ સાથે એકતા પામવામાં માને છે, ૫૦
Jain Education International
"
વિશ્વની અસ્મિતા
ર. ઈધર રહસ્યવાદ
માનવી પરમતત્ત્વને પામવા ઝંખે છે ત્યારે તે નિવિ શેષને પામે છે. પરંતુ ઘણીવાર તે તેને મૂર્ત સ્વરૂપે પણ અખે છે, અને પામે છે. ઈશ્વરરહસ્યવાદના મૂળમાં જીવને અમરલ કે જે ઈશ્વર છે ત્યાં પાછા ફરવાનુ હોય છે. મનાવૈજ્ઞાનિક જીંગ પણ જણાવે છે; “ આત્મા, ઈશ્વર સાથે સબંધ ધરાવવાની કાઈ શકયતા ધરાવે જ છે, કંઈક એવું છે જે દિવ્ય તત્ત્વ સાથે સકળાયેલું છે, જે એમ ન હાય તા બીજા સબધા આવી શકયા ન હત. આ સંબધિત વ્યવહારને મનેોવૈજ્ઞાનિક અર્થાંમાં · દિવ્ય કલ્પનાનાં મૂળતત્ત્વા’ તરીકે વણુ બ્યા છે. ” ૫૧
આત્મરહસ્યવાદમાં નિરાકારની અનુભૂતિ મુખ્ય છે જ્યારે અહી સાકારની ભાવના મુખ્ય છે. મીરાં, સુરદાસ, નરસિંહ, તુલસી તથા અનેક સતા, ભક્તોના જીવનમાં આ સાકાર સ્વરૂપના રહસ્યવાદી અનુભવે જોવા મળે છે. રામકૃષ્ણ પરમહ`સની કાલીની ‘મા” તરીકેની પૂજા અને તેની સાથેના માનવીય વ્યવહાર, અરવિંદ ઘાષને જેલમાં કૃષ્ણનાં દર્શન થવાં, ચેાગી કૃષ્ણપ્રેમ અને યશેદામાના કૃષ્ણનાં દન વિષેના સાક્ષાત્કારાપર આમાં ગણાવી શકાય.
આ રહસ્યવાદમાં પણ વિભિન્ન વિચારસરણીઓ જેવા મળે છે. એક મત પ્રમાણે, અજન્મા આત્મા ઈશ્વરમાં મળી જાય છે. ત્યાં વ્યક્તિત્વ કે ખાહ્ય જગત સંપૂર્ણ ઓગળી જાય છે. બીજા મત પ્રમાણે, જીવ કે આત્મા ઈશ્વરથી સાય છે અને તે સહેલાઇથી વશ કરી શકાય છે, જેથી
તે ઈશ્વર મને છે; છતાં તે પોતાનું વ્યક્તિત્વ છોડતા નથી. તે ‘એકથ’ અને ‘પરિવર્તન' દ્વારા નવુ' જ અસ્તિત્વ અને છે.
૩. પ્રકૃતિ-રહસ્યવાદ
આત્મા કે ઈશ્વર પ્રકૃતિમાં સર્વાંવ્યાપી છે એવી ભાવનામાં આ રહસ્યવાદ રહેલા છે. પ્રકૃતિમાં રહેલુ સૌદય એક વ્ય અનુભૂતિ કરાવીને ‘આન'' જન્માવે છે. આ આનંદ સ્થૂળ આનંદ કરતાં સૂક્ષ્મ હોય છે. આ દનમાં પ્રકૃતિ એક સમગ્ર અસ્તિત્વ તરીકે અનુભવાય છે. હિન્દી કવિતામાં છાયાવાદ અને રહસ્યવાદની સીમા એકબીજામાં ભળેલી જોવા મળે છે. નંદદુલારે વાજપેચી છાયાવાદની વ્યાખ્યા આપતાં કહે છે;
For Private & Personal Use Only
www.jainelibrary.org