________________
વિશ્વની અમિતા
શળને ધા સોયથી સારતા, એવા છે આ તારણહાર, આસ્થા રાખી જે ભજે તેમને, કરતા તેઓ તેને બેડો પાર. ધમ આર્ય રાજા હતા પૂર્વભવે, શુભ કર્મ દેવ જ થયા. સમકિત સાથે દેવને ! ભવ, જેથી તેમને જિનમાં ઝહ્યા. દેવની કરવી નહિ નિંદા, ઉરચ ભૂમિ છે તેમનું સ્થાન ઉચકર્મ થકીના જિનદેવ બીજા ભવે સિદ્ધ જ થાય. ઘંટાકર્ણ વીર છે જિનધની દેવ, અરિહંત દેવને લાગે પાય રાખે તે નહિ કાઈ ઉપર ૫, ધમીને તે સહાય જ થાય. ઘંટાકર્ણ વીર દેવની ભક્તિ થકી આત્માની થાતી શુભગત વિનતિ કરી કહે ચિનુભાઈ વોરા, ભક્તિ કરજ રાખી શુભમતિ, જંગલમાં પણ મંગલ થાય, જે કૃપા ઘંટાકર્ણવીરની થાય, ના જેવું હોય તે જેશ ધામ, મધુપુરી તીર્થ છે તેમનું સ્થાન,
શોધ સાહિત્ય ભલે ! શ્રી ઘંટાકર્ણ મહાવીર તણું ઉપલબ્ધ નથી શાસ્ત્રો મહીં, અપરોક્ષપણે છે તે ઘણું. અગમ નિગમ પરંપરામાં, છુપાયું રહસ્ય ઘંટાકર્ણ વીર તણું, જાણી ન શકે કોઈ એ રહસ્ય, સદ્ગુરુ ગમતા વિના સહુ. અથાક શક્તિ છે આ દેવની, જાણ થકી તેમની ભક્તિ કરી, સાક્ષાત દેવ છે એ કલિયુગમાં તેમનું સ્થાન છે તીર્થ મધુપુરી, પીત કરે સૌ થડ સાથે, ડાળને વળગશો નહીં, પૂર્વાચાર્યોને જાણ હતી શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ મહિં તણી. જૈન શાસનનાં પ્રભાવક કાર્યો, થયો શ્રી ઘંટાકર્ણ દેવ થકી, ઇતિહાસ ઉપલબ્ધ છે કે આચાર્યોને દેવની સહાયતા હતી. જૈન શાસનમાં બાવન વીરે તેમાં ત્રીશમા વીર છે , સર્વ વીરેમાં શિરેમણિ, શ્રી ઘંટાકર્ણ વીર ગ્રહ્યા. અપરંપાર લીલા છે. આ દેવની, છે કરુણાના અવતાર, આધિ – વ્યાધિ – ઉપાધિમાં, આ એક જ છે તારણહાર. મહિમા હેય જે તેને જાણવો. ભણાવી પૂજા જાણો સાર એક એક કડીનું મનન કરશો, અથાક શક્તિ અવતાર. શ્રીમદ બુદ્ધિસાગરસૂરિએ, સ્થાપના કીધી મહુડી મોઝાર, રચી રચના પૂજાઓ તણ, આ શક્તિ તણો સાર. રચના આરતી તણી કીધી, ભક્તિ કરવાની રીત દીધી, ભક્તિ થકી તેમની આરતી કરશે, થાશે તેની સર્વ સિદ્ધિ. શુદ્ધ સમકિત ધારી છે આ દેવ, દેવભૂમિ મહીં મોઝાર, પૂર્વેનાં શુભ કર્મો અનુસાર, ભુવનપતિ છે તેમનું સ્થાન. જૈન શાસનના ઉદ્ધારક છે, ભક્તોના છે દીનાનાથ, કર્મો અનુસાર સહાયતા કરતા, ધમીઓને દેતા તેઓ સાથ.
શ્રી જૈન શાસનદેવ શ્રી ઘંટાકર્ણ મહાવીર તે બાવન વીર પૈકી એક વીર છે. તેઓ જૈનશાસન રક્ષક છે. તેઓ જૈનધર્મમાં શ્રદ્ધાળુ એવા જૈનોને સહાય કરી શકે છે. શ્રી શ્રી આ. ભગવંત શ્રી બુદ્ધિ સાગરસૂરીશ્વરજી મહારાજ લખે છે કે, “શાસનદેવની સહાયની સિદ્ધિને શાસ્ત્રાધારે કહું છું કે, જૈનશાસ્ત્રોમાં પરંપરાગમનું વર્ણન છે. પૂર્વે જૈનાચાર્યોની પરંપરાએ જે માન્યતાઓ પ્રવર્તે છે તેને પરંપરાગમમાં સમાવેશ થાય છે. સર્વ જાતના હિંદુ, બૌદ્ધ, મુસલમાન વગેરે ધર્મોમાં પણ તેઓ તેઓના મહાત્માઓનાં પરંપરાગમને માને છે. જૈનશાસ્ત્રો પરંપરાગમ છે. તેને જે ન માનવામાં આવે તે જૈનધર્મની ઘણુ માન્યતાઓને નાશ થઈ જાય. પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાહ પૂર્વમાંથી અનેક મંત્રને અને વિદ્યાઓને ઉદ્ધાર કરી મંત્રકલ્પશાસ્ત્રની રચના કરી છે. પૂર્વાચાર્યોમાં શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયે પ્રતિષ્ઠાઠ૫માં ઘંટાકર્ણ મંત્રને ચહ્યો છે. પ્રતિષ્ઠિત મંત્રક૯૫માં ઘંટાકર્ણ વીરની મંત્ર-યંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રક્રિયા આજ સુધી તપગચ્છ જૈનેમાં પ્રવર્તે છે. અમારા પૂર્વાચાર્યોએ, મુનિવરેાએ પ્રતિષ્ઠા ક૫માં ઘંટાકર્ણવીરની સહાયતા – માન્યતાને સ્વીકારેલી છે.
દરેક ગરોમાં પૂર્વોચાર્યોએ અનેક શાસનદેવની મંત્રોની મદદથી જૈનશાસનની પ્રભાવના માટે અનેક ચમત્કાર બતાવ્યાના દષ્ટાંતે મેજૂદ છે, જેને ચાર પ્રકારના દેવોને જૈનશાસ્ત્રોથી માને છે. ભુવનપતિ, વ્યંતર, જતિ અને વૈજ્ઞાનિક એ ચાર પ્રકારના દેવો છે. આમાં કેટલાક સમકિતી હોય છે. અને કેટલાક મિથ્યાત્વી હોય છે. તે મિથ્યાત્વીદેવો પણ પૂર્વધર મુનિ, યોગી મહાત્માઓના ઉપદેશથી સમક્રિતી બને છે. બાવન વીરો અને ચોસઠ યોગિનીઓ પૈકી કોઈને જૈનમુનિઓ મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને જેન દેવગુરુ ધર્મની શ્રદ્ધાવાળા કરીને તેને જૈન શાસનરક્ષક તરીકે સ્થાપી શકે છે અને તેઓ સ્વધર્મ જૈન બંધુઓને પ્રસંગોપાત્ત યથાશક્તિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org