________________
૩૮૪
કયુશન ' જેણે ૧૮ મહિના સુધી રગમ'ચ પર પેાતાનું સ્થાન જમાવી રાખ્યું. ૧૯૫૪ માં ‘સ્પાઈસ વે નાટક પણ સારી રીતે સફ્ળ ગયુ`. તે જ રીતે એક પછી એક નવલકથાએ પ્રગટ થતી રહી. વાચકેાને જકડી રાખતી નવલકથાઓની માંગ વધવા લાગી અને ટૂક સમયમાં જ અગાથા ક્રિસ્ટી લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે પહેાંચી ગયાં.
૧૯૫૬માં તેમણે સી.વી. આઈનું સર્જન કર્યુ. પરિણામે એકઝેટર વિશ્વ વિદ્યાલયે તેમને ડાક્ટરેટ ની ડિગ્રી આપી. મહારાણી એલિઝાબેથે એમને ‘કમાન્ડર ઑફ ધી બ્રિટિશ એમ્પાયર ‘ની ડિગ્રી અપર્ણ કરી. રાયલ સેાસાયટી આફ્ લિટરેચર' તરફથી સન્માન કરવામાં આવ્યુ. તેમની નવલકથાઓના અનુવાદ વિશ્વની ત્રણ ભાષામાં થયા છે. ૩૫ કરોડથી વધારે પ્રતાનુ વેચાણ થયું છે. તેમની વાર્ષિક રાયલ્ટી ૧૮ લાખ રૂપિયા મળે છે. તેમની ૮૦ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે. કોઈ પણ સ્ત્રી લેખિકાને આટલા બધા સાથ-સહકાર વિશ્વમાં ભાગ્યે જ મળે છે. તેમની જીવનકથાઓ રસપૂર્વક વાંચવામાં આવે છે અને તેમના ચાહક વર્ગ વધતા જ જાય છે.
તેમણે અમુક સામાજિક નવલકથા પણ લખી છે. તેમની જાસૂસી નવલકથામાં ઝેરને જ મૃત્યુનું કારણ વધારે માન્યું' છે. કાણુ ? કેમ? અને કેવી રીતે? ના પ્રશ્નોમાં પ્રારંભિક નવલકથામાં ‘ કાણુ ?’ ને મહત્ત્વ મળ્યુ છે. પછીની નવલકથામાં ‘ કેમ ?’ ને પ્રધાનતા મળી છે, પરંતુ કેવી રીતે ? ' ના પ્રત્યે લખવુ તેમણે પસંદ કર્યું" નથી. આત્મવિશ્વાસ અને પ્રતિભાના કારણે જ તેએ સફળતાના એક પછી એક સેાપાના વટાવતાં ગયાં.
ܕ
આવી અભૂતપૂર્વ લેાકપ્રિયતા ધરાવનાર વિશાળ ચાહકવર્ગ મેળવનાર અગાથાને પણ પ્રારંભમાં કઈ આછી મુશ્કેલીઓ ન હતી. સર્વ પ્રથમ તે તેમને પ્રકાશન અંગેની મુશ્કેલી પડી. કાઈ પણ પ્રકાશક તેમના પુસ્તકને છાપવાની તૈયારી બતાવે જ નહીં! તેમ છતાં તે નિરાશ કે હતાશ ન થયાં. તેમણે આત્મવિશ્વાસની સાથે પુરુષાથ ચાલુ રાખ્યા, ઈ. સ. ૧૯૨૦ માં · મિસ્ટી. રિયસ અફેયર એટ ટાઇલ્સ 'તું પ્રકાશન થયું. તે પુસ્તક બજારમાં આવ્યુ, અને જોતજોતામાં તેની નકલા ખપવા લાગી. પ્રથમ પુસ્તકે જ એમને વિશાળ ચાહકવર્ગ આપ્યા.
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
અગાથા ક્રિસ્ટીની રચનાઓમાં માત્ર કલ્પના જ નહીં, વાસ્તવિકતાનું પણ નિરૂપણ થયેલું છે. કલ્પનાની સાથે સાથે વાસ્તવિકતાના પશુ સુદર સમન્વય થયેા છે. • બ્લેક કૉફી' તેમની પ્રસિદ્ધ અને જ્ઞપ્રય નવલકથા છે. ધીરે ધીરે તેમની લેાકપ્રિયતા વધતી જ ગઈ. તેમની નવલકથા પરથી નાટ્ય રૂપાન્તર થયાં, ચિત્રપટ અન્યાં, ટેલિવિઝન અને રગમાઁચ પર તે પ્રસ્તુત થવા લાગ્યાં. ૧૯૩૯ માં પ્રકાશિત · ટેન લિટલ નિગસ' નામની નવલકથાનું ૧૯૪૩ માં નાટ્ય રૂપાન્તર થયું. આમ તેમની રચનાઓનું આ દૃષ્ટિએ પણ મૂલ્યાંકન વધી જાય છે. આમ અગાથા ક્રિસ્ટી એક જાસૂસી લેખિકા તરીકે વિશ્વની મહાન મહિલાઓમાં પેાતાનું સ્થાન ધરાવે છે.
અમૃતા શેરગિલ
પશ્ચિમ અને પૂર્વની કલાના સુમેળ સાધી, પ્રકૃતિના સત્ત્વા સાથે આત્મીયતા કેળવી પાતાની પીછીથી વિશ્વમાં
ક્રીતિ સંપાદન કરનાર અમૃતા શેરગિલ આંતરાષ્ટ્રીય સમન્વયનુ' પ્રતિક હતાં. તેમના જન્મ ૩૦ જાન્યુઆરી ૧૯૧૩ માં બુડાપેસ્ટમાં થયા હતા. તેમના માતા હંગેરિયન અને પિતા પંજાબી ભારતીય હતા. બાળપણથી જ તેના હાવભાવ, વન – વ્યવહાર, રહેણી કરણી અને તેજસ્વિતા જોઈને લેાકા કહેતા કે આ છે!કરી અસાધારણ પ્રતિભા વાળી બનશે. અમૃતાને તેની બહેન ઇન્દિરાથી માંડીને
જન્મજાત
પશુનાં બચ્ચાં, પ્રાકૃતિક દેશ્યા, ફળ-ફૂલ, પાંદડાં વગેરે સાથે ગાઢ સમ્બન્ધ હતા. તે પ્રકૃતિનું સૂક્ષ્મ દૃષ્ટિએ નિરીક્ષણ કરતાં હતાં. વાસ્તવમાં તે કલાકાર હતાં. તેઓ પાતે પણ જાણે અનુભવ કરતાં કે પેાતે હૈં'મેશા ચિત્ર બનાવતાં આવ્યાં છે, અને તે જ તેના જીવનનું ધ્યેય છે. પાંચ વર્ષની વયે તેઓ રમકડાંની આકૃતિ કાગળ પર દેારતાં. સાત વર્ષની ઉંમરે ઝાડ-પાન જ નહી', વાર્તાઓ પરથી ચિત્ર બનાવવા લાગ્યાં હતાં.
કાઈપણ કાર્ય માટે પ્રેરણા અને પ્રાત્સાહન ખૂબ જ મદદ રૂપ થઈ પડે છે. અમૃતાનાં માતા પણ કલાપ્રેમી તેમજ કલા પારખુ હતાં. અમૃતાને તેના તરફથી પ્રેમ, પ્રેરણા અને પ્રાત્સાહન મળતાં પુત્રીમાં કલા પાંગરવા લાગી. માતાની ઈચ્છા પુત્રીને મહાન ક્લાકાર બનાવવાની હતી. તે માટે માતા સતત પ્રયત્નશીલ રહેતાં.
એક મનેાવિશ્લેષક ડૉ. ઉઝેપી દ્વારા અમૃતાની માનસિક કસોટી લેવામાં આવી. તેમાં તેમને સફળતા
For Private & Personal Use Only
www.jainelibrary.org