SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ કરતાં જૂની હાવી જોઈએ એમ માની શકાય. અને એ વિત્તિ’દેવાની માતા તરીકે મનાએલી છે. ‘ઉષા'નાં વણું નેામાં સ્ત્રીની મૂર્તિની જ કલ્પના છે. યજ્ઞમાં સ્ત્રી અને પુરુષ સાથે ભાગ લેતાં. સ્રી અને પુરુષ બંને ઘરનાં એકઠાં માલિક (કૃમ્પતીમ: Domus, a house-પતિLord) ગણાતાં. પતિ-પત્નીના સ્નેહની ભાવના પણ ખૂબ ઊચી હતી. આ અંગે ઘણાં વચને જોવા મળે છે. • સ' મન્તુ વિષે દેવાઃ સમાવેશ હત્યાનિ નૌ। सं मातरिश्वा स धाता समु देष्ट्री दधातु नौ ॥ પરસ્પર હૃદય જોડવાની વરવહુ દેવતાઓને પ્રાથના કરે છે તેના ખ્યાલ આ વચન પરથી આવે છે. તે પાણિ ગ્રહણ વખતે • गृहणामि ते सौभगत्वाय हस्त मया पत्या जरदष्टिर्यथास: । भगो अर्यमा सविता पुरिन्धर्म ह्य' वा दुर्गार्हपत्याय देवा ॥ સૌભાગ્ય માટે હું તારા હાથ પકડું છું; મારી સાથે તું ઘરડી થા; ભંગ, અમા, સવિતા અને પુરધિ એ દેવાએ ગૃહસ્થાશ્રમ ભાગવવા માટે તને મને આપી છે. વિશ્વની અસ્મિતા કરતી રાણી તરીકે વવી છે. સ્ત્રી માટે લગ્ન ફરજિયાત ન હતું. સ્ત્રી જીવનસાથીની પસ’દાગીમાં સ્વાતંત્ર્ય ભાગવતી. બાળલગ્ન પ્રચલિત ન હતાં. પ્રેમલગ્નાને પશુ માબાપના આશીર્વાદ મળતા. વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરી શકતી. આ સમયમાં એકસાથીલગ્ન એ સામાન્ય નિયમ હતા. લગ્નક્ષેત્રે સ્ત્રી અને પુરુષ સમાન સ્થાન ધરાવતાં, Jain Education International વૈદિક યુગમાં સ્ત્રીના ઉપનયન સ’સ્કાર પણ કરવામાં આવતા. સામવેદની ઋચાઓ સ્ત્રીઓ ગાતી, સ્ત્રી ધાર્મિક વિધિ અને યજ્ઞકા પણ કરી શકતી. લાપામુદ્રા, ગાગી મૈત્રેયી જેવી સ્રીએ ઉચ્ચ ધાર્મિક અને આધ્યાત્મિાક જ્ઞાન ધરાવતી અને ચર્ચાઓમાં મુક્ત ભાગ લેતી. વિશ્વવારા જેવી શ્રી તા પુરાહિત તરીકે પણ કાય કરતી. ધાર્મિકક્ષેત્રે આત્માભિવ્યક્તિના સ્ત્રીને સપૂર્ણ અધિકાર હતા. આ સમયમાં સ્ત્રીને પુરુષની જેમ જ શિક્ષણ અપાતું. સ્ત્રીને સ્વવિકાસ માટે પૂર્ણ છૂટ હતી. જાહેર જીવનમાં પણ સ્ત્રીએ મહત્ત્વનું સ્થાન ધરાવતી. ઘરની ચાર દીવાલા પૂરતું સ્ત્રીનુ‘ જીવન મર્યાદિત ન હતુ. સામાજિક અને રાજકીય જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં પૂરતું સ્વાતંત્ર્ય ભાગવતી અને સમગ્ર સમુદાય સ્ત્રી પ્રત્યે માનથી જોતા. આ સમયમાં સ્ત્રીને વારસામાં મિલકત મેળવવાના અધિકાર નહિ હતા છતાં ભાઈ વિનાની પુત્રીને પિતાની મિલકત વારસામાં મળતી. ટૂંકમાં, ઓન મિલકતના અધિકાર મર્યાદિત હતા. આ મર્યાદિત અધિકારને માદ કરતાં સમાજજીવનમાં સ્ત્રી પુરુષની જેમ જ સમાન રીતે મહત્ત્વના દરજ્જો ધરાવતી અને મહત્ત્વની ભૂમિકા પણ ભજવતી. પતિપત્ની એકઠાં ઘરડાં થાય એ કરતાં જગતમાં બીજુ વધારે સુખ નથી. અને એ પવિત્ર ભાવ આપણા ઋષિઆને ઘણા જ મીઠા લાગતા ઃ “ ા ગપ્તાય નમનરંતુ ગમા ” • 'મા અમને છેક ઘડપણ્ પન્તને માટે પરસ્પર જોડ........ખીજા સૂક્તમાં કહ્યું છે કે “ प्रियं प्रजया ते समृध्यतामस्मिन् गृहे गाईपत्याय जागृहि । एना पत्या तव संसृजस्वाघा जिवी विदथमा वदाथ : " ~ આ ઘરમાં તું તારા વ્હાલા પતિને પ્રજા આપીને સુખી કર; આ ઘરમાં તારું ગૃહપતિ (ત્ની) પણુ` ભાગવવા માટે જાગતી રહે; એ પતિ સાથે તારું શરીર જોડ; અને તમે ઘરડાં થાએ ત્યાં સુધી એકઠાં જ પરમાત્માની જ્ઞાનભરી પ્રાર્થીના એલેા. ’’ વહુ એક ગૃહપત્ની હતી, એટલું જ નહિ પણ ગૃહમાં તે બધા અધિકાર એની એકલીને જ હતા. “ શિવા નારી યજ્ઞપ્તમાયન્તિમાં ધાતા હેમત્સ્યેની વેિરા ।” ગ્રહરૂપી દુનિયા તે પરમેશ્વરે સ્ત્રીને જ સાંપી દીધી છે. લગ્ન પછી શ્વસુરગૃહે જતી વેળા શ્રીને એવા આશીર્વાદ આપવામાં આવતા કે ‘તું પતિગૃહે સામ્રાજ્ઞી અન’, ‘ શ્વસુર, સાસુ, દિયર, જેઠ, નણંદ પર રાજ કર,' અથવ વેદમાં સ્ત્રીને વારંવાર કુટુંબના સર્વાંસભ્ય પર શાસન પરંતુ સમયે પલટી ખાધા. વેદના અથમાંથી ધાર્મિક તેજ ઊડી ગયુ. અને સ`સારની અધિદેવતા શ્રી સખધી પણ વિચાર। નિકૃષ્ટ થયા. અનુવૈદિક યુગમાં શ્રી : – વિવિધ ધાર્મિક અને રાજકીય પરિબળાને લીધે સ્ત્રીના સ્થાનમાં કેટલાંક પરિવતના આવ્યાં. સ'હિતા, બ્રાહ્મણ, ઉપનિષદ, સૂત્ર, મહાકાવ્યેા. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, આરંભ સ્મૃતિ વગેરે ધાર્મિક સાહિત્યમાં સ્ત્રીના સ્થાન અંગે ઉલ્લેખા જોવા મળે છે. આ સમયમાં પુત્રીજન્મ બિનઆવકારદાયી બન્યા. પુત્રપ્રાપ્તિ જ સૌની એક પ્રાથના બની ગઈ. પુત્રી એ દુઃખનું મૂળ છે એવા ખ્યાલ વિકસ્યા. માત્ર પુત્ર જ મા-બાપને નર્ક'માંથી બચાવવા સમર્થ છે એવુ' મનાયુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy