SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ–ર (ૐ) રશિયન સાહિત્ય રશિયાના મહાન સાહિત્ય સર્જકમાં વાસિલ્કેવિચ લેાયાનાસેાવ રશિયન વ્યાકરણ, અલંકારશાસ્ત્ર અને નિખ'ધાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એલેક્ષી કાલેાવ રમૂજી નાની કથાઓના લેખક તરીકે જાણીતા છે. તેમના એ લઘુકથાસંગ્રહો રશિયનોમાં ભારે લોકપ્રિયતા પામ્યા છે. નિખેલ યુગેવિચ લમ્પન્ટોવ કવિ અને નવલકથાકાર છે. ધ હિરા આવ અવર ટાઇમ્સ' એમની પ્રખ્યાત નવલુ છે. ધ નાવિસ અને વાલેરક જેવાં તેમનાં કાવ્યા આજે પશુ લેાકપ્રિય છે. એલેકઝકર પુશ્કિન રશિયાના રાષ્ટ્ર શાયર બની શકથો, ‘યુજેન એનેજિન' તેમનુ' પ્રખ્યાત કાવ્ય છે, ‘મહાન પિટરના સીદ્દી', ‘કપ્તાનની કુંવરી ’ એ તેમની ગદ્યકૃતિઓ છે. નિકાલાઈ ગાગાલ રશિયન ગદ્યસાહિત્યને પિતા ગણાય છે. ‘દિક’દાની વાડીમાં સાંજના સમયે ' થી તેમની કારકિર્દી શરૂ થઈ. પણ ‘ઘાતકી વેર' નામની કૃતિ ગેાગેાલના ઉત્તમ ગદ્યના ઉદાહરણરૂપ છે. ઊર્મિલ આલ'કારિક અને કવિતા જેવા ભાવવાહી લયબદ્ધ ગદ્યના આસ્વામીએ નેવેસ્કી પ્રેવેટસ, એવરકાટ અને ડેડ સેાલ તેમની ઉત્તમ કૃતિઓ ગણાય છે. રશિયાના જગપ્રસિદ્ધ લેખક દસ્તા વસ્કી છે, ‘ ગરીબàાક' તેમની પ્રથમ કૃતિ છે, ‘બ્રધર્સ કારામાઝાવ’, ‘ રાક્ષસેા ’, ‘કાચી જુવાની’ તેમની ઉત્તમ કૃતિઓ છે. ઇવાન તુગે નેવ પણ એવા જ પ્રતિભાસ’પન્ન લેખક છે. ધ એક વાટર, રૂડીન, પિતા અને તેમની પ્રખ્યાત કૃતિ છે. મહાત્મા લિયેા રાલ્સ્ટોય અને મેકિસમ ગેાકીનાં નામા રશિયન સાહિત્યમાં જ નહિ પણ વિશ્વસાહિત્યમાં આદરપાત્ર છે. ટોલ્સ્ટોયની મહાનવલ ‘યુદ્ધ અને શાંતિ' ‘ અન્ના કેરિનીના ’ ‘ઇવાન લિચનુ` મૃત્યુ ’ · કલા શું છે ?’ આ બધી કૃતિએ જગતની ઘણી ભાષાઓમાં અનુવાદ પામી છે. મેક્સિમ ગેાકીની ' ધ લે!અર ડેાથ' નામનું નાટક, તથા ‘માય ફેલા ટ્રાવેલર' ગણાવાય છે. મા' પશુ તેમની પ્રખ્યાત કૃતિ છે. વિશ્વસાહિત્યમાં એકામ્લેવેકિયાના કારેલ ચાપેક આદર્શવાદી નવલકથા માટે પ્રસિદ્ધ છે. હાડુંખલ, મિટિએર, અને એડીનરી લાઈફ તેની અત્યંત પ્રસિદ્ધ નવલકથાઓ છે. ‘ રેશનલ’ અને ‘ગેસ ’ આ એ તેમનાં રગભૂમિ પર વારવાર ભજવાયેલાં અતિ સમૂળ નાટકા છે. Jain Education Intemational Re (૩) ફ્રેંચસાહિત્ય ગાય-૪-માપાંસા ફ્રાન્સના સ્વનામધન્ય લેખક છે. માપાંસાના એક કાવ્યસ‘ગ્રહે, છ નવલકથાઓ, અસાથી ઉપર નવલિકાએ અને પ્રવાસવર્ણુના આ તેનું વિપુલ સાહિત્યસર્જન છે, ‘જિં ́દગી' નામની તેમની નવલકથા ‘એ વુમન્સ સાલ' નામથી પ્રગટ થઈ ત્યારે ટોલ્સ્ટોય જેવા લેખકે તેને લા મિઝરેબલ પછીની શ્રેષ્ઠ નવલકથા કહી, મેપાંસાની વાર્તાએ પર અશ્ર્લીલતાના આરાપ થયા છે પણ આનાતાલ ફ્રાન્સ અને ટોલ્સ્ટોયે તે માટે તે સમયના સમાજને જવાબદાર ઠરાવે છે. સાત્રની પહેલાં થયેલા અને ભારત સાથે વિશેષ સબ'ધવાળા ફ્રેં'ચ લેખક રામાં રાલાં ચિરસ્મરણીય રહેશે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, અને ગાંધીજીનાં તેમણે જીવનચરત્રો લખ્યાં છે પરંતુ રામાં રાલાની મહાવલ તા છે ' જહેાન ક્રિસ્ટોફર '. ઓગણીસમી અને વીસમી પુત્રાસદીના વિશ્વને જોડતા આ યુગચિત્રમાં તેને સંગીતકાર નાયક આપણા સૌંસ્કૃત મહાકાવ્યાને શેલે એવા ભવ્યા દાત્ત છે. રાલાંનુ ક્રાન્સે અને વિશ્વે ભન્ય સન્માન કરેલુ. ફ્રાન્સને આધુનિક તત્ત્વજ્ઞાની સાહિત્યકાર જ્યાં પાલ સાત્ર છે. અસ્તિત્વવાદના ક્રિકે ગાર્ડના વિચારાને તેણે વિશ્વવ્યાપી ફલક પર મૂકયા. બિઈંગ એન્ડ થિંગનેસ નામનું તેમનું પુસ્તક અસ્તિત્વવાદની ગીતા ગણાય છે. ‘માખીઓ’ ના એક્ઝિટ' એ એ એમનાં ચર્ચાસ્પદ નાટકા છે. વિશ્વવ્યાપી અમૃત આદર્શોને બદલે તાત્કાલિક ભૌતિક ધ્યેયાની સિદ્ધિ માટે લખવા તેમણે સાહિત્યકારને અપીલ કરી છે. ફ્રાન્સનેા એવા જ અન્ય આદરણીય સારસ્વત તે સમરસેટ મામ, નવલકથાકાર, નવલિકાકાર, નાટયકાર અને વિવેચક તરીકે મામ પ્રખ્યાત છે. ૧૯૧૫માં પ્રગટ થયેલુ પુસ્તક એક્ હ્યુમન બેન્ડેજ ' એ આત્મકથનાત્મક નવલકથા છે. ‘ ધ રેઝર એજ’ પર ભારતના અદ્ભુત દનને પ્રભાવ છે. ‘ધ સમિ’ગ અપ’ અને ‘એ રાઈટસ નેટબુક’ નામે તેણે પાતાનું વૃત્તાંત આલેખ્યું છે. વિશ્વસાહિત્યમાં આપણે સસ્કૃત, અંગ્રેજી, ગ્રીક, રશિયન અને ફ્રેંચ સાહિત્યનુ અવલેાકન કર્યું. ભારતમાં બ’ગાળી ભાષા, તામિલ, મરાઠી અને હિન્દી સાહિત્ય ઘણાં વિકસિત છે, ગુજરાતી સાહિત્ય પણ આ બધી ભાષાઓના સાહિત્ય સાથે તાલ મિલાવે તેવુ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy