SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ વિશ્વની અસ્મિતા પાટણ જૈન મંડળની યશગાથા પાટણ એ ભારતના પ્રાચીન અને સુપ્રસિદ્ધ શહેરોમાંનું એક છે. ગુજરાતની રાજધાનીનું મેટું શહેર હતું. પાટણના જ્ઞાન ભંડારને જગતના સાહિત્યમાં અમૂલ્ય ફાળો છે. પાટણ એટલે શૂરતા, સત્યતા, પવિત્રતા, અને સાહસિકતાનું ધામ, પાટણને રજકણે રજકણે, ખંડેરે ખંડેરે ખંડેરે મંદિરે મંદિરે ભંડારે ભંડારે અને મૂર્તિ એ મૂર્તિએ જૈન કલા અને સંસ્કૃતિને અમર ઈતિહાસ છે. આજથી ૮૦ વર્ષ પહેલાં પાટણના યુવાને હૃદયને પાટણના જૈન સમાજના સમુત્કર્ષની ભાવના જાગી. સંવત ૧૯૬૯ના માગશર સુદ ૭ ને સોમવારે શ્રી પાટણ જૈન મંડળની સ્થાપના કરવામાં આવી. કલ્પના નહિ હોય કે આ સંસ્કારી બીજ એક વટવૃક્ષ બની રહેશે. હજારેના જીવન ઉજાળશે. સુવર્ણ જયંતી મહત્સવ ઉજવશે. હીરક મહોત્સવ ઉજવશે અને પાટણના સર્વાગી વિકાસની ગુજરાતની એક પ્રતિષ્ઠિત સંસ્થા બની રહેશે મંડળને સેવાપ્રિય ઉત્સાહી ઘડવૈયાએ મળતા ગયા અને એક પછી એક વિવિધ વિકાસ પ્રવૃત્તિઓથી મંડળ ધમધમી ઊઠયું. પ્રથમ સં. ૧૯૭૦ના ફાગણ વદ ૬ ના રાજ છે. હર્મન જે કેબીના પ્રમુખપણું નીચે શ્રી પાટણ જૈન મંડળ બેડિ ગની સ્થાપના કરવામાં આવી અને આજે તે એ વિદ્યાથી ગૃહ મનહર દહેરાસર–સ્વીમીંગબાથ-નૂતન ભેજનાલય-નિવાસ ગૃહ-પુસ્તકાલય રાષ્ટ્રના નેતાથી શોભતા વ્યાખ્યાન હેલથી સમૃદ્ધ બનેલ છે અને દાનવીર શેઠ શ્રી જેસીંગભાઈએ આપેલ મકા ને તેમજ મઘમઘતે સુંદર બગીચે જેના પુષ્પ પાટણના મંદિરમાં આજે પણ જાય છે. ગુજરાતમાં આ પાટણ જૈન મંડળની સારી પ્રતિષ્ઠા છે પછી તો શ્રી શેઠ છોટાલાલ લહેરચંદ વિદ્યાથી ભુવન, શેઠ ચુનિલાલ ખૂબચંદ બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી. દાનદાતા શેઠ શ્રી ભેગીલાલ દેલતચંદ સાર્વજનિક વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. આ વિદ્યાલયમાંથી હજારો વિદ્યાથી. ઓએ પોતાનાં જીવન ઉજાળ્યા છે. આ વિદ્યાલય ઉ. ગુ. માં સર્વ શ્રેષ્ઠ વિદ્યાલય ગણાય છે. શ્રી જીવરબાઈ હુન્નરશાળા, શ્રી દેવચંદ નાગરદાસ પુસ્તકાલય, શ્રી લલ્લુભાઈ ગોકળદાસ વ્યાયામ શાળા, શ્રી ભોગીલાલ ચુનિલાલ ઝવેરી વિદ્યાથીગૃહ, શ્રી દીવાળીબાઈ ઉદ્યોગશાળાથી મંડળની કાર્યવાહી ખૂબ વિસ્તારને પામી. પાટણથી ધંધાર્થે આવતા યુવાન ભાઈઓને માટે પાટણના ઘડવૈયાઓએ મુંબઈમાં પણ શ્રી મગનલાલ ભોગીલાલ દવાવાળા સાર્વજનિક પુસ્તકાલય તથા વાચનાલય શરૂ કરાવ્યું જેને લાભ અનેક ભાઈ બહેને લઈ રહ્યાં છે. પણ મધ્યમ વર્ગના આપણું ભાઈઓને રહેવાને માટે મૂંઝવણ જણાવાથી સસ્તા ભાડાંના અદ્યતન ફલેટવાળા ત્રણ મકાને બંધાવ્યાંતેને લાભ ઘણું કુટુંબે લઈ રહ્યા છે. આ સિવાય મુંબઈમાં મરીના બાળ શિક્ષણ મંદિર - વિદ્યાર્થી હેસ્ટલ વગેરેથી પાટણ જૈન મંડળ એક ભવ્ય વટવૃક્ષ બની રહેલ છે. પાટણના સમાજ સમુદ્ધારક ભાગ્યશાળી ભાઈ બહેને એ મંડળને લાખે આપ્યા છે અને પાટણ જૈન મંડળ જન સમાજમાં એક અજોડ સંસ્થા ગણાય છે. - આ સિવાય વિદ્યાર્થીઓ અને બહેનોના અભ્યાસ માટે અનેક સ્કોલરશીપે – તથા ઈનામનો જનાઓ છેઆ સિવાય જરૂરીયાતવાળા મધ્યમ વર્ગના કુટુંબને ગુપ્તસહાય – અપાય છે વૈદકીય સહાય – ધંધાથે લેન વગેરેની વ્યવસ્થા પ્રશંસનીય છે. પાટણ જૈન મંડળ અનેકવિધ વિકાસ પ્રવૃત્તિઓથી સમસ્ત ગુજરાતની શાનને યશજવલતા અપી છે. પાટણ જન ઘડવૈયાઓએ સેવા – સમૃદ્ધિ દીર્ઘદ્રષ્ટિ અને પુરુષાર્થથી જન હિતાર્થે દાનની વર્ષા કરી છે—જેન સમાજની સમુન્નતિ-સમુદ્ધાર અને સમૃદ્ધિ માટે પાટણ જિન મંડળની કીતીકથા ચિરસ્મરણીય બની રહેશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy