SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ–ર જરૂરી એવા ગતિશીલ આંતરરાષ્ટ્રીય અભિગમને પોષક મનેાવલણની કેળવણીમાં સહાયતા મળે છે. વિશ્વ સમસ્યાઓ ઉકેલવા માટે વિશ્વસત્તાની તાત્કાલિક આવશ્યકતા છે અને એના સિવાય બીજો કેાઈ ઉકેલ નથી એમ લેખક અને વક્તાઓએ ઘાષણા કરી છે. સ`વિવાદ અને સ ંમેલનોમાં એના અગે ઠરાવા થયા છે. સૌ કોઈ વિશ્વસરકારની અનિવાર્યતાના પુરસ્કાર કરતા થયા છે. કેટલાક તેા એવી માગ પણ કરે છે કે આજનું યુને – વિશ્વરાજય સંઘ જ વિશ્વસરકાર તરીકે કામ કરી શકે એ રીતે એનું નવઘડતર થવું જોઈએ. જ્યારે બીજા એવું માને છે કે આ સંઘને બાજુએ રાખીને વધારે વાસ્તવવાદી ઢબની વિશ્વસરકાર રચાવી જોઈએ. વિશ્વએકતા માટેનું આ કામ વ્યાપક રીતે આપણા સામુદાયિક જીવનનાં આધ્યાત્મિક, રાજકીય, વહીવટી, કાનૂની અને સામાજિક એવાં બધાં પાસાંઓને આવરી લે છે. વિશ્વ એકતાના સિદ્ધાંત અને વ્યવહાર જીવનમાં કાઈ આદશને સાકાર કરવા માટે એક અનુકૂળ વાતાવરણ અને એક સુમેળભર્યો તેમજ ક્રિયાશીલ માયાજનની જરૂર રહે છે. માનવજાતિએ પૃથ્વી ઉપરની એની સુદી યાત્રા દરમિયાન એની આક્રમકવૃત્તિના પરિ ચય આપ્યા છે, વ્યક્તિઓના તેમજ સમુદાય તથા રાષ્ટ્રના હેતુઓની સિદ્ધિ માટે સધ અને યુદ્ધને તેમજ હિંસાવૃત્તિના આશરા લેવામાં આવતા રહ્યો છે, પરંતુ એ સાથે માણસે કુટુ'બકબીલાથી શરૂ કરીને જાતિ, પ્રદેશ અને રાષ્ટ્ર સુધી પેાતાના સહકારનું ક્ષેત્ર પણ વિસ્તાર્યુ છે, અને હવે એ આંતરરાષ્ટ્રીય સહયાગ માટેના યત્ન કરી રહ્યો છે એ પણ એક હકીકત છે. તત્ત્વજ્ઞાએ તેમજ બીજા દૃષ્ટિવ ́ત વિચારકાએ તા યુદ્ધની નિરર્થકતાના સ્વીકાર કર્યા જ છે, પણ ભીષણ યુદ્ધોમાંથી પસાર થયેલા કેટલાય મહાન સેનાપતિઓને સુધ્ધાં આવી જ પ્રતીતિ થયેલી છે. છતાં વ્યવહારની કક્ષાએ માનવએકતાના આદર્શ પણુ વિભાજક આક્રમકવૃત્તિ સાથે જાણે કે ભળી ગયેલા દેખાય છે. અહીં સુધી કે જગતમાં આજે એક વિશ્વસરકાર ન હોવાથી તેમ જ એક અસરકારક આંતરરાષ્ટ્રીય કે વિશ્વવ્યાપી કાનૂની ત’ત્ર પણ ન હેાવાથી એકતાને જાળવવાની પ્રવૃત્તિ પણ એક વિભાજક ક્રિયા જ બની રહે છે. આમ એકતા અને વિભાજકતાના પરસ્પર વિાધી પરિબળા વચ્ચે સતત સઘર્ષની સ્થિતિ સરજાય છે. Jain Education International ૧૦૫ ક્યારેક કોઈ પ્રભાવશાળી વાતાવરણમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ કે પછી મુશ્કેલીભરી પરિસ્થિતિની યંત્રણામાંથી ત્રાસીને વ્યક્તિ કે સમુદાયેા ઊંચા આદર્શો સેવતા થાય છે અને થાડા સમય તા એના પ્રભાવ એમના જીવન પર વરતાય છે અને એમના વર્તનમાં ય એને પડઘા પડે છે; પરંતુ જ્યાં સુધી માનવપ્રકૃતિ પાતે ખદલાતી નથી ત્યાં સુધી મા અસર લાંબુ' ટકતી નથી અને માનવ જાતિની પ્રગતિમાં કોઈ નોંધપાત્ર ફાળે। આપી શકતી નથી. દાખલા તરીકે ક્ાંસની રાજ્યક્રાંતિ દરમિયાન ત્યાંના લેાકાએ હૃદયના ઊંડામાંથી સ્વતંત્રતા, સમાનતા અને બધુતાના મહાન આદર્શોના ઉદ્ઘાષ કર્યો હતો અને એ આદર્શોની અસર થાડોક સમય તે ફ્રાંસ અને અન્ય દેશોના ઘટનાક્રમ પર પણ રહી; પરંતુ કમનસીબે આ આદર્શ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શજકારણના નિયામક સિદ્ધાંતા બની શકયા નહિ, આવુ જ રશિયાની રાજ્યક્રાંતિ અને મજૂરીનાં આંદોલનાની આમતમાં પણ અન્ય છે. એમણે રાષ્ટ્રીય સરહદો વટાવવામાં તથા આંતરરાષ્ટ્રીય વલણ વિકસાવવામાં થાડા ફાળા તા આપ્યા જ છે; છતાં વર્ષાંસ ઘાઁની ફિલસૂફી આ આંદોલનાના પાયેા ખની એના પરિણામે માનવ એકતાના સાચા આદના એમાં પડઘા પડી શકળ્યો નહિ. એમ લાગે છે કે કુદરત પ્રત્યક્ષ અનુભવથી પ્રાપ્ત થતા જ્ઞાન દ્વારા માનવજાતિને આદર્શોના અંતિમ સાક્ષાત્કાર માટે તૈયારી કરી રહી છે, ભલે પછી એ જ્ઞાન એક પછી એક નિષ્ફળતાની પરંપરા દ્વારા પ્રાપ્ત થતુ' હોય. સપ્ટેંબર ૧૯૧૫થી જુલાઈ ૧૯૧૮ સુધી શ્રી અરિવંદે ‘ આ 'માં એક લેખમાળા રજૂ કરી હતી જે પાછળથી માનવ એકતાના આદશ ' એ શીર્ષક સાથે પુસ્તકાકારે પ્રગટ થઈ હતી. આ લેખામાં એમણે આ આદની રૂપરેખા આપી છે. અને આપણા આધુનિક જગતના નિર્માણમાં જે વિવિધ આર્થિક, રાજકીય, સામાજિક અને અન્ય પ્રકારનાં આંદોલને એ ફાળા આપ્યા છે તેની, અને વધુ ને વધુ વ્યાપક માનવ સમુદા। રચાતાં રચાતાં ધીમે ધીમે રાષ્ટ્રનાં એકમે રચાતાં ગયાં, તેની અતિહાસિક પાર્શ્વભૂમિના તેમ જ જે પરિખળા અત્યારે સક્રિય છે તથા જે શકયતાએ ક્રમિક રીતે માનવ એકતાની સિદ્ધિ તરફ આગળ વધી રહી છે તેના તથા માનવ એકતા જે શકય રૂપ ધારણ કરશે તેના ખ્યાલ આપ્યો છે. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રાજ ભારત દેશને આપેલા એમના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy